Samsung Galaxy F04: સેમસંગે ભારતમાં પોતાનો શાનદાર સ્માર્ટફોન Samsung Galaxy F04 લોન્ચ કર્યો છે, જે એન્ટ્રી-લેવલ સેગમેન્ટ પ્રોડક્ટ છે. આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને ગ્રાહકો તેને અહીંથી ખરીદી શકે છે. આ સ્માર્ટફોનની કિંમત ઘણી ઓછી રાખવામાં આવી છે અને ગ્રાહકો 10,000 રૂપિયાથી ઓછા ખર્ચ કરીને તેને ઘરે લઈ જઈ શકે છે. જો તમે તેના વિશે નથી જાણતા તો આજે અમે તમને તેના ફિચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિંમત અને ઉપલબ્ધતા
Samsung Galaxy F04 ને 7,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. ગ્રાહકો તેને ફ્લિપકાર્ટ પરથી 12 જાન્યુઆરી, 2023 ના રોજ બપોરે 12 વાગ્યાથી ખરીદી શકશે કારણ કે આ સ્માર્ટફોનનું પ્રથમ વેચાણ શરૂ થઈ રહ્યું છે.


આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: સોફીને જોશો તો ઉર્ફીને ભૂલ જશો, આ કામથી કમાઇ છે દર કલાકે 50 હજાર રૂપિયા
આ પણ વાંચો: Taarak Mehta માંથી 14 વર્ષે કહ્યું અલવિદા,હીટ કરવામાં હતો મોટો હાથ


સ્પેસિફિકેશન અને ફીચર્સ
Galaxy F04 સ્માર્ટફોનમાં યૂઝર્સને 6.5-ઇંચ HD Plus ડિસ્પ્લે જોવા મળે છે, જેમાં એન્ટ્રી લેવલ અનુસાર 60Hz નો રિફ્રેશ રેટ ઓફર કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન Android 12 OS પર Samsung ના One UI સોફ્ટવેર પર ચાલશે. તેમાં 8GB RAM ની વર્ચ્યુઅલ રેમ પણ સામેલ છે. તે MediaTek Helio P35 પ્રોસેસર સાથે આવશે.


કેમેરા વિશે વાત કરીએ તો, ગ્રાહકોને તેના પાછળના ભાગમાં 13-મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર અને 2-મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર મળે છે, જ્યારે ફ્રન્ટમાં 5-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો ઉપલબ્ધ છે. આમાં ગ્રાહકોને 5,000mAhની મજબૂત બેટરી ઓફર કરવામાં આવી છે. આ બેટરી 10W ચાર્જિંગને સપોર્ટ કરે છે.


આ પણ વાંચો: તમે પણ આ ભૂલો નથી કરતા ને! હેલ્મેટ પહેરવાની અને સુરક્ષિત રહેવાની આ છે સાચી રીત
આ પણ વાંચો: Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ
આ પણ વાંચો: PHOTOS: બેવડી બની મિસ્ટ્રી બોયની સાથે ઝૂમી અજય દેવગણની લાડલી, અડધા રાત્રે અડધા કપડાં


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube