નવી દિલ્હી: સેમસંગ પહેલીવાર બે ગેલેક્સી નોટ ડિવાઇસીસ-ગેલેક્સી નોટ 10 અને ગેલેક્સી નોટ 10 પ્લસ અને એસ પેન વડે ન્યૂયોર્કમાં 7 ઓગસ્ટના રોજ એકસાથે પડડો ઉઠાવવા જઇ રહી છે, જે પરર્ફોમન્સ અને પ્રોડક્ટિવિટીને આગામી સ્તર સુધી લઇ જશે. તો બીજી તરફ એપલ પણ રજાની સીઝનમાં નવા આઇફોન્સ લોન્ચ કરવાની છે. સેમસંગ બંને ડિવાઇસોમાં ફ્રન્ટ ફેસિંગ કેમેરા ડિસ્પ્લેની અંદર જહ અશે. સાથે જ તેમાં ટ્રિપલ રિયર કેમેરા હશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Oppo લઈને આવી રહ્યું છે Reno સિરીઝનો ત્રીજો સ્માર્ટફોન, ટૂંક સમયમાં થશે લોન્ચ


66 હજારની આસપાસ હોઇ શકે છે કિંમત
ગેલેક્સી નોટ 10 પ્લસમાં મોટી 4,300 એમએએચની બેટરી હશે, જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે, જ્યારે બીજા ડિવાઇસમાં 3,500 એમએએચની બેટરી હશે. એસ પેન (સ્ટાઇલિશ પેન)માં એર એક્શન્સ ફીચર હોવાની સંભાવના છે. જેથી યૂજર્સને ફોટો લેવામાં અથવા પાવર પોઇન્ટ પ્રેજેંટેશન બનાવવામાં કૂલ ટ્રિક પરર્ફોમન્સ કરવામાં સરળ રહશે. માનવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત 949 અમેરિકન ડોલર એટલે કે લગભગ 66,724 રૂપિયાની આસપાસ હોઇ શકે છે.

18 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે સેમસંગનો નવો ફોન 'ગેલેક્સી ફોલ્ડ', આ હશે ફીચર્સ


કિંમતને લઇને હજુ સુધી કોઇ સત્તાવાર જાણકારી આવી નથી. આ અંગે સ્ટાઇલિશ પેન અથવા એસ પેનમાં આવું ફીચર હશે, જેથી યૂજર્સ ગેસ્ટર નેવિગેશન કરી શકશે. ગત વર્ષે લોન્ચ કરવામાં આવેલા નોટ 9માં એસ પેનમાં બ્લ્યૂટૂથ ફીચર આપવામાં આવ્યું હતું, જેથી યૂજર્સ દૂરથી પણ ફોટો પાડી શકે છે. સેમસંગ દ્વારા ગેમિંગને ધ્યાનમાં રાખીને પણ આ ફોન્સમાં નવા ફીચર્સ આપવાની સંભાવના છે.