નવી દિલ્હી: અગ્રણી ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગ (SAMSUNG) એ ફેસ્ટિવલ સીઝન પહેલાં ડિજિટલ ફાઇનાન્સ પ્લેટફોર્મ 'સેમસંગ ફાઇનાન્સ+' (Samsung Finance+) લોન્ચ કરી છે. આ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકો સેમસંગના ગેલેક્સી સ્માર્ટફોનને લોન પર ખરીદી શકશે. સેમસંગ દ્વારા આ યોજનાને અત્યારે ફક્ત સ્માર્ટફોન માટે લાવવામાં આવી છે. શરૂઆતી ઓફર હેઠળ ઓક્ટોબરમાં ગ્રાહકોને મોબાઇલ માટે લોન ઝીરો ટકાના વ્યાજદરે આપવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5000 સ્ટોર પર ઉપલબ્ધ હશે સ્કીમ
સેમસંગ ફાઇનાન્સ માટે કંપનીએ નાણાકીય સંસ્થા અને ડીલર સાથે કરાર કર્યા છે. આ સ્કીમ અત્યારે 30 શહેરોના 5000 સ્ટોર પર ઉપલબ્ધ હશે. વર્ષ 2019ના અંત સુધી આ સ્કીમને વધારીને 100 શહેરોના 10000 સ્ટોર પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીના સીનિયર વીપી (મોબાઇલ બિઝનેસ) મોહનદીપ સિંહે જણાવ્યું કે આ સંપૂર્ણપણે ડિજિટલ પ્લેટફોર્મ હશે. તમે તેમાંથી 20 મિનિટમાં લોન લઇ શકશો. 


45 કરોડ ગ્રાહક ક્રેડિટ સ્કોર વિનાના
મોહનદીપ સિંહે જણાવ્યું હતું કે પશ્વિમી દેશોમાં 80 ટકા ફોન ફાઇનાન્સ થાય છે. ત્યાં ડેટા, કોલિંગ પ્લાન સાથે ફોન દર મહિનાના પ્લાન પર મળે છે. જ્યારે ભારતમાં 15 થી 18 ટક સ્માર્ટફોન માટે જ લોકો ફાઇનાન્સ કરાવે છે. મોહનદીપ સિંહે જણાવ્યું કે ભારતમાં 45 કરોડ ગ્રાહક ક્રેડિટ સ્કોર વિનાના છે. એવામાં એ જરૂરી નથી કે તે લોન લઇ શકે. અમે એવા લોકોને ધ્યાનમાં રાખીને જ ગત બે વર્ષથી તેના પર કામ કરી રહ્યા હતા. 


ફેસ્ટિવલ સીઝન પછી કેટલાક ફોન પર જીરો ટકાના વ્યાજદરે તો કેટલાક પર બજારના વ્યાજદરના અનુસાર લોન આપવામાં આવશે. તેના માટે સેમસંગના ડીએમઆઇ ફાઇનાન્સ સાથે કરાર કર્યો છે. અત્યારે ફક્ત ગેલેક્સી સ્માર્ટફોન માટે જ લોનની સુવિધા ઉપલબ્ધ રહેશે. ટીવી અથવા અન્ય ડિવાઇસ માટે આ સુવિધા અત્યારે નથી. મોહનદીપ સિંહે જણાવ્યું હતું કે દર વર્ષે જોવા મળે છે કે ફેસ્ટિવલ સિઝનમાં સેલ 20-25 ટકા વધી જાય છે, એટલા માટે આ સ્ક્રીમ આ દરમિયાન લાવવામાં આવી છે.