કેબલ-ડીટીએચ ગ્રાહકો પાસે હવે બસ પાંચ દિવસ બાકી છે. 31 માર્ચ સુધી તેમણે પોતાની મનપસંદ ચેનલ્સનું સિલેક્શન કરવાનું છે. જો તમે હજુ સુધી ચેનલનું સિલેક્શન કર્યું નથી તો ચેનલ સિલેક્ટ કરવા માટે બસ થોડો સમય બાકી છે. જોકે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડીયન (TRAI)ના નવા નિયમ 1 એપ્રિલ થી લાગૂ થઇ જશે. તમને જણાવી દઇએ કે પહેલા તેની ડેડલાઇન 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી, ત્યારબાદ તેને વધારીને 31 માર્ચ કરવામાં આવી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેટ ટોપ બોક્સ બદલ્યા વિના બદલાઇ જશે કેબલ ઓપરેટર, જલદી શરૂ થશે આ નવી સર્વિસ


વધુ કિંમત લઇ શકશે નહી ઓપરેટર્સ
1 એપ્રિલથી ટ્રાઇના કેબલ અને ડીટીએચ ઓપરેટર્સ માટે નિયમ લાગૂ થઇ જશે. ત્યારબાદ ઓપરેટર્સ ગ્રાહકો પાસેથી ઇચ્છાનુસાર ભાડુ વસૂલ કરી શકશે નહી. ગ્રાહકો પાસે ટીવી ચેનલ સિલેક્ટ કરવાની આઝાદી હશે. ગ્રાહકો જે ચેનલ જોવા માંગશે તેના જ પૈસા ચૂકવશે. તેના માટે પણ બ્રોડકાસ્ટર્સને પોતાની ચેનલનું બુકે તૈયાર કરવાનું છે. જોકે મોટાભાગના બ્રોડકાસ્ટર આમ કરી ચૂક્યા છે. જ્યારે તમે ટીવી જોશો તો સ્ક્રીન પર દરેક ચેનલનો ભાવ લખેલો હશે. કેબલ અથવા ડીટીએચ ઓપરેટર નક્કી કિંમતથી વધુ વસૂલી શકશે નહી.

Bajaj Auto એ ઉતારી આ કિક સ્ટાર્ટ મોટરસાઇકલ, જાણો કેટલી છે કિંમત


આ આ રીતે કરો ચેનલનું સિલેક્શન
ગ્રાહકોની મદદ માટે TRAI એ એક એપ તૈયાર કરી છે. આ TRAI નું web App, તેના દ્વારા ગ્રાહક પોતાની મનપસંદ પ્લાન સિલેક્ટ કરી શકો છો. સાથે જો અલગ-અલગ ચેનલનું સિલેક્શન કરવા માંગો છો તો પણ કરી શકાય છે. ગ્રાહક પોતાની ચેલન્સનું મંથલી પેકની કિંમત પણ જોઇ શકે છે. તેના માટે તમારે https://channel.trai.gov.in/ પર જવું પડશે. ત્યારબાદ નીચે તરફ દેખાઇ રહેલા Get Started પર ટેપ કરો. અહીં તમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રશ્નોના જવાબ ભરીને સબમિટ કરી દો.  

ભારતમાં અહીં વધે છે સૌથી ઝડપી પગાર, તમે પણ આ શહેરમાં કરવા માંગશો નોકરી!


બેસિક પેકમાં ફ્રી મળશે 100 ચેનલ
હજુ સુધી ફ્રી ટૂ એર ચેનલના નામે ઓપરેટર્સ પૈસા વસૂલતા હતા. પરંતુ નવા નિયમ લાગૂ થતાં ગ્રાહકોને 548માંથી 100 ફ્રી ટૂ એર ચેનલ ફ્રીમાં જોવા મળશે. તેના માટે એક બેસિક પેક લોન્ચ કરવામાં આવ્યું છે. આ બેસિક પેકમાં 100 ચેનલ ફ્રી ટૂ એર હશે. ત્યારબાદ પસંદ મુજબ ગ્રાહક ચેનલ સિલેક્ટ કરી શકે છે અને ફક્ત તેની જ કિંમત ચૂકવવી પડશે. પહેલાં ફ્રી ટૂ એર ચેનલના નામ પર પણ ગ્રાહક પાસેથી સર્વિસ પ્રોવાઇડર પૈસા વસૂલતા હતા.

ટીવી ગ્રાહકોને ટ્રાઇએ આપી મોટી રાહત, નહી વધે મંથલી બિલ


18 ટકાના દરે લાગશે GST
ટીવીના બિલ પર તમને જીએસટી પણ ચૂકવવો પડશે. એટલે કે આ જે ચેનલનું તમે સિલેક્શન કરશો, તેની કુલ કિંમત પર 18 ટકાના દરથી ટેક્સ આપવો પડશે. તો બીજી તરફ નેટવર્ક કેપેસિટી ચાર્જના રૂપમાં 130 રૂપિયાના માસિક ચાર્જ ચૂકવવો પડશે. આ માસિક ચાર્જમાં ગ્રાહકોને 100 ફ્રી ટૂ એર ચેનલ જોવા મળશે. તેમાં દૂરદર્શનની 25 ચેનલ બતાવવી અનિવાર્ય છે. ગ્રાહકો બાકીની 75 ચેનલ પોતાની પસંદગીની સિલેક્ટ કરી શકશે.