ભારતમાં અહીં વધે છે સૌથી ઝડપી પગાર, તમે પણ આ શહેરમાં કરવા માંગશો નોકરી!

ભારતમાં નોકરી કરનાર લોકોના મનમાં મોટાભાગે આ વાત ફરતી રહે છે કે સેલરી વર્ષમાં ફક્ત એક જ વાર વધે છે, પરંતુ કામ તો 365 દિવસ કરવું પડે છે. જો તમે પણ ભારતના કોઇ શહેર, પ્રાંતમાં રહો છો અને નોકરી કરો છો અને આ વાત સાથે સંબંધ ધરાવો છો આ સમાચાર તમારા માટે છે. 

ભારતમાં અહીં વધે છે સૌથી ઝડપી પગાર, તમે પણ આ શહેરમાં કરવા માંગશો નોકરી!

નવી દિલ્હી: ભારતમાં નોકરી કરનાર લોકોના મનમાં મોટાભાગે આ વાત ફરતી રહે છે કે સેલરી વર્ષમાં ફક્ત એક જ વાર વધે છે, પરંતુ કામ તો 365 દિવસ કરવું પડે છે. જો તમે પણ ભારતના કોઇ શહેર, પ્રાંતમાં રહો છો અને નોકરી કરો છો અને આ વાત સાથે સંબંધ ધરાવો છો આ સમાચાર તમારા માટે છે. 

ભારતમાં એક એવું શહેર છે, જ્યાં ઝડપથી પગારમાં વધારો થાય છે. તે શહેર કોઇ બીજું નહી પરંતુ ભારતની આર્થિક રાજધાની મુંબઇ છે. મુંબઇમાં ઘરેલૂ આવક વધારાનો દર 2014-18 દરમિયાન દુનિયાના 32 શહેરોમાં ત્રીજા સ્થાન પર છે. આ જાણકારી નાઇટ ફ્રેંકના વૈશ્વિક અહેવાલ અર્બન ફ્યૂચર્સ પાસેથી પ્રાપ્ત થયો છે.

રિયલ એસ્ટેટમાં સૌથી મોંઘુ શહેર
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આવકમાં તીવ્ર વધારામાં પાંચ વર્ષ દરમિયાન મકાનોની કિંમતમાં સામાન્ય વધારાથી મદદ મળે છે. મકાનની કિંમતોમાં સામાન્ય વધારાના કારણે મુંબઇ દુનિયાના અન્ય શહેરો કરતાં સસ્તું શહેર બની ગયું, જ્યારે ભારતમાં રિયલ એસ્ટેટ બજારમાં હજુ પણ આ સૌથી મોંઘુ શહેર બની ગયું છે. 

અત્યાર સુધી કેટલો થયો વધારો
નાઇટ ફ્રેંકે પોતાના રિપોર્ટમાં કહ્યું છે, ''ઘરોની કિંમતો તુલનાત્મક રૂપથી ખૂબ ધીમી આઠ ટકાના દરથી વધી છે, જ્યારે મકાનો ની આવક વૃદ્ધિ દર 2018માં સમાપ્ત પાંચ વર્ષના સમયગાળા દરમિયાન 20.4 ટકાથી વધુ રહી. આ સર્વેક્ષણમાં મકાનોની કિંમતો અને આવક વચ્ચે અંતરને સમજવા માટે દુનિયાના 32 શહેરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. સેન ફ્રાંસિસ્કોનો આવક વૃદ્ધિ દર સર્વાધિક 25 ટકા રહ્યો, જ્યારે એમ્સટર્ડમમાં મકાનોની કિંમતોનો વધારા દર સર્વાધિક 63.6 ટકા નોંધવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news