આ નંબર પર કરો SMS અને Aadhaar Card થઈ જશે લોક, તમારા સિવાય કોઈ નહીં કરી શકે ઉપયોગ
How to Keep Aadhaar Card Safe: આધાર કાર્ડ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે તેથી જ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ ને લોક અને અનલોક કરવાની સુવિધા પણ આપે છે.
How to Keep Aadhaar Card Safe: આધાર કાર્ડ દરેક નાગરિક માટે જરૂરી અને મહત્વપૂર્ણ દસ્તાવેજ માંથી એક છે. દરેક પ્રકારના સરકારી કામમાં આધાર કાર્ડ ની સૌથી પહેલા જરૂર પડે છે. એટલું જ નહીં બેંકમાં ખાતું ખોલાવવું હોય તો પણ આધાર કાર્ડની જરૂર પડે છે. દરેક મહત્વનું કામ આધાર કાર્ડ સાથે જ થાય છે. આધાર કાર્ડ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે તેથી જ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ ને લોક અને અનલોક કરવાની સુવિધા પણ આપે છે. તમે તમારા આધાર નંબરને એક એસએમએસ કરીને લોક અને અનલોક કરી શકો છો. આમ કરવાથી તમારા આધાર કાર્ડની વિગતો નો કોઈપણ દૂરઉપયોગ કરી શકશે નહીં. તેના કારણે તમારો ડેટા પણ સુરક્ષિત રહેશે. આધાર નંબરને લોક કરવા માટે તમારી પાસે 16 અંકોનું વર્ચ્યુઅલ આઇડી હોવું જરૂરી છે.
આ પણ વાંચો:
પાસપોર્ટ રિન્યૂ કરવું થયું હવે વધુ સરળ, આ રીતે ઘરબેઠાં Online થશે કામ
આધારકાર્ડમાં પણ આવી શકશે તમારો રૂપાળો ફોટો, ખરાબ ફોટાને બદલો સરળ રીતે, આ છે પ્રક્રિય
UIDAI:પહેલાંથી વધારે સુરક્ષિત થયું તમારું આધાર કાર્ડ, કોઈ મિસયૂઝ કરે તો મળશે માહિતી
કેવી રીતે કરવું આધારકાર્ડને લોક ?
આધારકાર્ડને લોક કરવા માટે તમારે સૌથી પહેલા GETOTP<space>આધાર નંબરના 4 કે 8 નંબર લખી અને તેને 1947 પર મોકલવું પડશે.
ત્યાર પછી તમને તમારા કોન્ટેક નંબર ઉપર છ અંકનો OTP મળશે.
ત્યાર પછી લોકીંગ રીક્વેસ્ટ માટે તમારે LOCKUID<space>આધાર નંબરના 4 કે 8 નંબર લખી <space>OTP લખી અને તેને 1947 પર સેન્ડ કરો.
ત્યાર પછી તમને કન્ફર્મેશન નો મેસેજ આવશે.
કેવી રીતે આધારકાર્ડને કરવું અનલોક
આધાર ને અનલોક કરવા માટે તમારે 1947 નંબર પર UNLOCKUID<Space>VID સાથે 6 અથવા તો 8 અંક <Space>OTP મોકવો પડશે. આમ કરવાથી આધાર નંબર અનલોક થઈ જશે.
આ પણ વાંચો:
મચ્છર ભગાડવાનું મશીન કેટલી વીજળી વાપરે ખબર છે તમને? જાણીને થશે આશ્ચર્ય
UPIનો આડેધડ કરો છો ઉપયોગ ? તો ફ્રોડથી બચવા આટલી વાત રાખો ધ્યાનમાં
વેબસાઈટથી કેવી રીતે કરવું આધાર કાર્ડ લોક-અનલોક
UIDAIની વેબસાઇટ પર જાઓ.
My Aadhaar ને સિલેક્ટ કરી Aadhaar Services પર ક્લિક કરો.
ત્યારબાદ Lock/Unlock Biometrics પર ક્લિક કરો.
ત્યારબાદ પોતાનો 12 અંકનો આધાર નંબર અને કૈપ્ચા કોડને એડ કરો.
હવે OTP ઓપ્શન પર ક્લિક કરો.
મોબાઈલ પર જે ઓટીપી આવે તેને એન્ટર કરો.
હવે તમને Lock /Unlock કરવાનો વિકલ્પ મળશે.
Lock બટન પર ક્લિક કરવાથી આધાર નંબર લોક થશે અને Unlock પર ક્લિક કરવાથી અનલોક થઈ જશે.