સેકન્ડ હેન્ડ કાર ખરીદવા જઈ રહ્યા છો, તો પહેલા આ સમાચાર જરૂરથી વાંચી લો
Pros & Cons Of Buying Second Hand Cars: જો તમે કોઈ જૂની કાર ખરીદવા ઇચ્છો છો તો તમારે તેના ફાયદા અને નુકસાન બંને વિશે જાણવું જરૂરી છે.
Why To Should Buy Second Hand Cars And Why Not: ભારતમાં હાલમાં એવી સ્થિતિ છે કે જમીન, મકાન અને રોટી સાથે હવે કાર પણ એક મહત્વનો ભાગ છે. મિડલ ક્લાસ હોય કે અમીર મોટા ભાગના ઘરોમાં નવી અથવા સેકન્ડ હેન્ડ કાર હોય જ છે. ભારતમાં જૂની કારનું મોટી માર્કેટ છે. જેને ખરીદવા મોટી સંખ્યામાં લોકો પણ હાજર છે. જૂની કારનો મુખ્ય ફાયદો એ છે કે તે નવી કાર કરતા ઓછા ભાવે મળી રહે છે. તેવામાં જો તમે સેકન્ડ હેન્ડ કાર લેવાનું વિચારી રહ્યાં છો તો તમારે તેના ફાયદા અને નુકસાન બંને વિશેની માહિતી જાણી લેવી જોઈએ. જેથી તમને થોડો અંદાજો આવે કે નવી કાર લેવી કે જૂની.
જૂની કાર ખરીદવાના ફાયદા
કોઈ પણ વ્યક્તિ માટે ઘર ખરીદવા સિવાય કાર ખરીદવી એ કદાચ બીજી સૌથી મોટી ખરીદી હશે. આ માટે લોકોએ ઘણા પૈસા ખર્ચવા પડે છે. આવી સ્થિતિમાં, વપરાયેલી કાર ખરીદવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ઓછી કિંમતમાં કાર ખરીદવામાં તમારી જરૂરિયાત અથવા શોખ બંને પૂર્ણ થઈ શકે છે.
હાર્દિક પંડ્યા ભૂલ્યો 'મેના' કોણ છે, રમત રમતમાં થઈ ગયો વાયરલ
તમે EMI ના જનજટમાંથી બચી શકો છો. ધારો કે તમે જે કાર ખરીદવા માગો છો, તે નવી કારની કિંમત 10 લાખ રૂપિયા છે પરંતુ તમારી પાસે 4 થી 5 લાખ રૂપિયા છે, તો તમારે બાકીની રકમ લોન પર લેવી પડશે, જે EMI દ્વારા ચૂકવવામાં આવશે. તે જ સમયે, જો તમે 4 થી 5 લાખ રૂપિયામાં વપરાયેલી કાર ખરીદો છો, તો તમારી જરૂરિયાત પણ પૂરી થઈ જશે અને તમારે લોન લેવાની જરૂર પણ નહીં પડે.
તમે ઓછી કિંમતે મોટી કાર ખરીદી શકો છો. ધારો કે તમને 10 લાખ રૂપિયાની કાર ગમે છે અને તમને જોઈતી સુવિધાઓ આ વાહનમાં ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, જો તમે આ મોડલની જૂની કાર ખરીદો છો, તો તે તમને 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે અને તમને જોઈતી સુવિધાઓ પણ મળશે.
ટાઈટેનિકની એક્ટ્રેસનો Avatar 2 માં ખતરનાક અવતાર, સોશિયલ મીડિયા પર ફર્સ્ટ લૂકે મચાવી ધમાલ
જૂની કાર લેવાથી થતા નુકસાન
વપરાયેલી કારનો સૌથી મોટો ગેરલાભ એ છે કે જાળવણી ખર્ચ વધુ છે. કારણ કે, જેમ જેમ કારના પાર્ટ્સ જૂના થતા જાય છે, તેમ તેમ તેના મેન્ટેનન્સનો ખર્ચ પણ વધતો જાય છે. જો તેને બદલવાની જરૂર હોય, તો તે તમને વધુ પૈસા ખર્ચવા પડી શકે છે.
માઈલેજની સમસ્યા પણ સામે આવે છે. જો કાર તેના પહેલાના માલિક દ્વારા યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી નથી, તો તમારે ઓછા માઇલેજની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં, ઇંધણનો વપરાશ વધુ થશે અને તેને ચલાવવાનો તમારો ખર્ચ વધી જશે.
ચોમાસુ આવી ગયું ફટાફટ લઈ આવો આ મશીન, મચ્છરના ઉપદ્રવથી મળશે છૂટકારો
જૂની કાર સાથે જોડાયેલો બીજો ખતરો પણ છે. આ કાર વેચનાર વ્યક્તિ તમારી સાથે છેતરપિંડી કરી રહી છે કે કેમ. જોકે, આ જોખમને ટાળી શકાય છે. જ્યારે પણ તમે યુઝ્ડ કાર ખરીદો ત્યારે તેના પેપર્સ અને સર્વિસ રેકોર્ડ અવશ્ય તપાસો. જો શંકા હોય, તો કારનો સોદો કરશો નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube