ટાઈટેનિકની એક્ટ્રેસનો Avatar 2 માં ખતરનાક અવતાર, સોશિયલ મીડિયા પર ફર્સ્ટ લૂકે મચાવી ધમાલ

Avatar 2 First Look: 'અવતાર'ના પહેલા પાર્ટ બાદ ચાહકોને 'અવતાર 2' નો લાંબા સમયથી ઈંતેજાર હતો. ફિલ્મ 3D માં રીલિઝ થશે. સોશિયલ મીડિયા પર 'અવતાર 2' ના ફર્સ્ટ લૂકે ધમાલ મચાવી દીધી છે.

ટાઈટેનિકની એક્ટ્રેસનો Avatar 2 માં ખતરનાક અવતાર, સોશિયલ મીડિયા પર ફર્સ્ટ લૂકે મચાવી ધમાલ

Avatar The Way of Water: હોલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'અવતાર 2'ની ચાહકોને આતુરતાથી રાહ હતી. દુનિયાભરમાં ધમાલ મચાવનારી ફિલ્મ 'અવતાર'ના સિક્વલને લઈને સોશ્યલ મીડિયા પર પણ ચર્ચા થઈ રહી હતી. આ બધા વચ્ચે 'અવતાર 2' (Avatar 2) નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, જેમાં 'ટાઈટેનિક' ફેમ એક્ટ્રેસ કેટ વિંસલેટ (Kate Winslet) નો ખતરનાક લૂક જોવા મળી રહ્યો છે. કેટ વિંસલેટ 26 વર્ષ બાદ ફરીથી 'ટાઈટેનિક'ના ડાયરેક્ટર જેમ્સ કેમરુન સાથે 'અવતાર 2'માં કામ કરી રહી છે. 'ટાઈટેનિક' બાદ બંનેની આ બીજી ફિલ્મ છે.

'અવતાર' ફિલ્મને દુનિયાભરમાં ઘણી પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ સૌથી વધુ કમાણી કરનાર હોલીવુડ ફિલ્મની યાદીમાં સામેલ છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવતાં જ સોશ્યલ મીડિયા પર ચાહકો એક્ટિવ થઈ ગયા છે. હવે પોસ્ટર ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. 'અવતાર 2'નું ટાઈટલ 'અવતાર: ધ વે ઑફ વૉટર' રાખવામાં આવ્યું છે, ફિલ્મમાં કેટ વિંસલેટ નાવી યોદ્ધા 'રોનાલ'ના પાત્રમાં નજર આવનારી છે. પહેલીવાર ચાહકો કેટને એલિયનના અવતારમાં નિહાળશે. ફિલ્મ આ વર્ષે જ 16 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે.

ફિલ્મનો પહેલો લૂક 'એમ્પાયર મેગેજિન'ના સ્પેશિયલ અવતાર એડિશનના કવર પેજ પર રીલિઝ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં 'રોનાલ' બનેલી કેટ વિંસલેટનો લૂક જોવા મળી રહ્યો છે. એલિયનના રૂપમાં કેટ વિંસલેટ લાંબા દાંત અને મોટી આંખોમાં ખૂબ ડરાવની લાગી રહી છે. પોસ્ટર જોઈને અંદાજો લગાવી શકાય છેકે આ સીન ફિલ્મના કોઈ જંગ દરમિયાનનો છે. એમ્પાયર ઓનલાઈન ડૉટ કોમના રિપોર્ટ અનુસાર ફિલ્મમાં કેટ 'રોનાલ' મેટકાયના જનજાતિનું નેતૃત્વ કરશે, પેંડોરાના વિશાળ મહાસાગરો પર રાજ કરશે. ફિલ્મમાં કેટ એક મુખ્ય ભૂમિકામાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news