નવી દિલ્હીઃ આગામી થોડા દિવસમાં નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો તમારા માટે સારા સમાચાર છે. હકીકતમાં દિગ્ગજ કાર નિર્માતા કંપની સ્કોડા પોતાની પોપુલર સેડા સ્લાવિયા પર નવેમ્બર, 2024 દરમિયાન બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ન્યૂઝ વેબસાઇટ gaadiwaadi માં છપાયેલા સમાચાર અનુસાર સ્ટાન્ડર્ડ ડુઅલ ફ્રંટ એરબેગથી લેસ સ્કોડા સ્લાવિયા (Skoda Slavia)ના જૂના મોડલ પર કંપની આ દરમિયાન મહત્તમ 2.50 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સિવાય સ્ટાન્ડર્ડ 6-એરબેગવાળી સ્કોડા સ્લાવિયા પર કંપની 1 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ઓફરમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ છૂ઼ટ સામેલ છે. ગ્રાહક ડિસ્કાઉન્ટની વધુ જાણકારી માટે પોતાના નજીકના ડીલરશિપ સાથે સંપર્ક કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દમદાર એન્જિનથી લેસ છે સ્કોડા સ્લાવિયા
જો પાવરટ્રેનની વાત કરીએ તો સ્કોડા સ્લાવિયામાં 1.0 લીટર TSI એન્જિન આપવામાં આવ્યું છે, જે 115bhp નો મહત્તમ પાવર અને 178Nm નો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. જ્યારે ગ્રાહકોને કારમાં 1.5 લીટર TSI ટર્બો પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ મળે છે, જે 150bhp નો મહત્તમ પાવર અને 250Nm નો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. કારના એન્જિનને મેનુઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સથી જોડવામાં આવ્યું છે. સ્કોડા સ્લાવિયામાં કંપની મહત્તમ 19.47 કિલોમીટર પ્રતિ લીટરની માઇલેજ આપવાનો દાવો કરે છે.


આ પણ વાંચોઃ યૂઝરનો ટાઈમ બચાવે છે Gmailના આ ફીચર્સ, દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ જાણકારી, જાણો તેન


આટલી છે કારની કિંમત
બીજીતરફ કારના ઈન્ટીરિયરમાં 10.1 ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ફોન ચાર્જિંગ, 8 ઇંચની ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, સનરૂફ, વેન્ટીલેટેડ ફ્રંટ સીટો અને ઓટો ક્લાઇમેટ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જ્યારે સેફ્ટી માટે કારમાં 6 એરબેગ, ABS ની સાથે EBD,ટાયર પ્રેશર મોનિટરિંગ અને રિયર પાર્કિંગ સેન્સર પણ છે. સ્કોડા સ્લાવિયાનો માર્કેટમાં મુકાબલો મારૂતિ સુઝુકી સિયાઝ, હોન્ડા સિટી અને હ્યુન્ડઈ વરનાથી થાય છે. મહત્વનું છે કે સ્કોડા સ્લાવિયાને ગ્લોબલ  NCAPથી ફેમેલી સેફ્ટી માટે ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. સ્કોડા સ્લાવિયાની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 10.69 લાખ રૂપિયાથી લઈને ટોપ મોડલમાં 18.69 લાખ રૂપિયા સુધી જાય છે.