Phone Blast: તમે પણ અનેકવાર મોબાઇલ બ્લાસ્ટની ઘટનાઓ વિશે સાંભળ્યું જ હશે. મોબાઈલનો ઉપયોગ કરતી વખતે ફોન બ્લાસ્ટ થઈ જાય તેવી ઘટનાઓમાં લોકોના મોત પણ થઈ જાય છે. મોબાઇલમાં બ્લાસ્ટ થવો તે સ્માર્ટફોનની ખરાબીના કારણે જ બનતી ઘટના નથી. સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકો કેટલીક ભૂલો કરે તો તેના કારણે પણ મોબાઈલ બ્લાસ્ટ થઈ શકે છે. આજે તમને એવી પાંચ ભૂલ વિશે જણાવીએ જેને કરવાથી મોબાઇલ બ્લાસ્ટ થઈ શકે છે. જો તમે પણ આ પાંચમાંથી કોઈ એક ભૂલ પણ કરો છો તો તેને આજથી જ સુધારી લેજો નહીં તો કોઈ પણ સમયે તમારો ફોન પણ બ્લાસ્ટ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Tech Hacks: તમારા ઘરમાં પણ ફોનના ચાર્જર સોકેટમાં જ રાખેલા હોય છે ? આ ભુલ પડશે ભારી


નકલી ચાર્જરનો ઉપયોગ 


હંમેશા એવા ચાર્જરનો જ ઉપયોગ કરવો જોઈએ જે ફોનની સાથે આવે. જો કોઈ કારણોસર ફોનનું ચાર્જર ખરાબ થઈ જાય તો સસ્તા કે ખરાબ ગુણવત્તાના ચાર્જર લેવાને બદલે ઓરીજનલ ચાર્જરનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખો. નકલી અને ખરાબ ગુણવત્તાના ચાર્જર ફોનની બેટરીને ખરાબ કરે છે અને કોઈપણ સમયે તેમાં વિસ્ફોટ પણ કરી શકે છે..


આ પણ વાંચો: વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો ડ્રાયરથી સુકવવાની ભુલ ન કરવી, આ રીતે ફોનને કરો ઠીક


ખરાબ બેટરી 


જો ફોનની બેટરીમાં કોઈ ખરાબી છે કે તે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે તો તુરંત જ તેને બદલી લો. જો તમે લાંબા સમય સુધી ખરાબ બેટરીવાળા ફોનનો ઉપયોગ કરશો તો તે પણ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 


ગરમીમાં ફોનનો ઉપયોગ 


ઘણા લોકોના હાથમાંથી મોબાઇલ છૂટતો જ નથી. ભયંકર ગરમીના વાતાવરણમાં પણ લોકો ફોનનો સતત ઉપયોગ કરતા રહે છે. આવી સ્થિતિમાં બેટરી વધારે ગરમ થતી હોય છે અને જો સ્માર્ટફોનનો ઉપયોગ આવા સમયે કરવામાં આવે તો તેમાં વિસ્ફોટ પણ થઈ શકે છે. 


આ પણ વાંચો: કેટલા વર્ષો સુધી વાપરવું જોઈએ AC? જેમ જુનું થાય એસી તેમ વધે બીલ અને જોખમ


ફોનની મોડીફાઇ કરવો 


આજકાલ યુવાનોમાં ફોનને મોડીફાઇ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. પરંતુ પોતાના ફોનને ખોટી રીતે મોડીફાઇ કરવાનું ટાળવું જોઈએ. ફોનને મોડીફાઇ કરવામાં ફોનના ઇન્ટર્નલ સેટિંગમાં ખરાબી થઈ શકે છે જે વિસ્ફોટનું કારણ પણ બની શકે છે. 


આ પણ વાંચો: AC Temperature: એસીનું આદર્શ ટેમ્પરેચર કયું? જો આ રીતે ચલાવશો એસી તો બીલ પણ આવશે ઓછુ


નકલી એસેસરીઝ 


ફોનમાં કોઈપણ એસેસરીઝ બદલવાની થાય તો ઓરીજનલ એસેસરીઝનો જ ઉપયોગ કરવો. તે મોંઘી પડશે પરંતુ ફોનની સુરક્ષા જાળવી રાખશે. જો તમે નકલી કે હલકી ગુણવત્તાની એસેસરીઝ ફોનમાં ઇન્સ્ટોલ કરાવશો તો શોર્ટ સર્કિટના કારણે વિસ્ફોટ થઈ શકે છે. 


સ્માર્ટફોન સંબંધિત આ પાંચ બાબતોનું ધ્યાન રાખવાની સાથે એ વાત પણ હંમેશા ધ્યાનમાં રાખો કે ફોનમાં નિયમિત સોફ્ટવેર અપડેટ કરતા રહેવું. સાથે જ ફોનમાં એન્ટિવાયરસ એપ પણ ઇન્સ્ટોલ કરાવવી જેથી નિયમિત રીતે ફોનમાં વાયરસનું સ્કેનિંગ થતું રહે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)