Tech Hacks: તમારા ઘરમાં પણ ફોનના ચાર્જર સોકેટમાં જ રાખેલા હોય છે ? તો જાણો આ ભુલ કેટલી ભારે પડી શકે છે

Tech Hacks:દરેક ઘરમાં તમે જુઓ તો સોકેટમાં કોઈને કોઈ ચાર્જર લાગેલું જ જોવા મળે. કેટલાક લોકો તો ફોન ચાર્જ કર્યા પછી સોકેટ ઓફ કરવાનું પણ ભૂલી જાય છે અને ચાર્જર પણ અનપ્લગ કરતા નથી. અજાણતા થયેલી આ ભૂલ ખતરનાક સાબિત થઈ શકે છે. 

Tech Hacks: તમારા ઘરમાં પણ ફોનના ચાર્જર સોકેટમાં જ રાખેલા હોય છે ? તો જાણો આ ભુલ કેટલી ભારે પડી શકે છે

Tech Hacks: સ્માર્ટફોન આપણી ડેઈલી લાઈફને ખુબ જ સરળ બનાવે છે. આજના સમયમાં તો લગભગ બધા જ મહત્વના કામ ફોન વડે કરી શકાય છે ઘરની બહાર જવાની પણ ઘણીવાર જરૂર નથી પડતી. સ્માર્ટફોનનો ઉપયોગ જે રીતે વધ્યો છે તેના કારણે તેને ચાર્જ કરવાની જરૂર પણ વધારે પડે છે. દરેક ઘરમાં તમે જુઓ તો સોકેટમાં કોઈને કોઈ ચાર્જર લાગેલું જ જોવા મળે. કેટલાક લોકો તો ફોન ચાર્જ કર્યા પછી સોકેટ ઓફ કરવાનું પણ ભૂલી જાય છે અને ચાર્જર પણ અનપ્લગ કરતા નથી. અજાણતા થયેલી આ ભૂલ ખતરનાક સાબિત થઈ શકે છે. 

શા માટે ચાર્જર ઓફ કરવું જરૂરી ?

જ્યારે ફોન ચાર્જ થઈ જાય તો ચાર્જર સ્વીચ ઓફ કરી દેવી જરૂરી છે. જો ફોન ચાર્જરમાંથી કાઢી લીધા પછી પણ સોકેટની સ્વિચ ચાલુ રાખો છો તો તેનાથી વીજળીનો વપરાશ થતો જ રહે છે સાથે જ કેટલીક વખત બ્લાસ્ટ પણ થઈ શકે છે. જો અચાનક સ્પાર્કિંગની સમસ્યા થાય તો આ સ્થિતિ ખૂબ જ ખરાબ સ્વરૂપ ધારણ કરી શકે છે. તેથી હંમેશા ફોન ચાર્જ કર્યા પછી ચાર્જરને સોકેટમાંથી અલગ કરી સ્વિચ બંધ કરી દો. 

ચાર્જર ઓન રહે તો શું થાય ? 

ફોન ચાર્જ થઈ ગયા પછી પણ ચાર્જર સોકેટમાં લાગેલું રહે અને સ્વિચ પણ ન રહે તો તેના કારણે એડોપ્ટર ગરમ થઇ જાય છે. આ સ્થિતિ તમારા ઓરીજનલ ચાર્જરને પણ ખરાબ કરી શકે છે. તેથી હંમેશા આ બાબતે એલર્ટ રહેવું. જો સોકેટમાં લાગેલા ચાર્જરની સ્વીચ સતત ચાલુ રહેતો ચાર્જિંગ કેબલ પણ ખરાબ થઈ શકે છે. જો ચાર્જર ઓન રહી ગયું હોય પછી અચાનક જો પાણીવાળા હાથે તેને અડી જવા તો કરંટ પણ લાગી શકે છે. 

આ વાત હંમેશા રાખો યાદ 

- જ્યારે ઉપયોગ પૂરો થઈ જાય તો ચાર્જરને અનપ્લગ્ કરી દેવું. 

- ચાર્જરને સોકેટમાંથી કાઢી હંમેશા ડ્રાય અને હવા આવતી હોય તેવી જગ્યાએ રાખવું. 

- ચાર્જર હંમેશા હાઈ ક્વોલિટીનું જ વાપરવું જોઈએ. 

- જો કોઈ કારણસર ચાર્જર ડેમેજ કે ખરાબ થઈ ગયું હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news