Tata Nexon EV કુલ બે અલગ-અલગ વેરિઅન્ટમાં આવે છે. Tata Nexon EV Prime (બેઝ મૉડલ)ની કિંમત રૂ. 14.49 લાખ અને હાયર વર્ઝન Nexon EV Maxની કિંમત રૂ. 16.49 લાખથી શરૂ થાય છે. તેનું પ્રાઇમ વેરિઅન્ટ સિંગલ ચાર્જમાં 312 કિમીની ડ્રાઇવિંગ રેન્જ ઓફર કરે છે અને EV MAX વેરિઅન્ટ હવે સિંગલ ચાર્જમાં 453 કિમી (MIDC) સુધીની ડ્રાઇવિંગ રેન્જ ઓફર કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં, ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી રહી છે અને વાહન ઉત્પાદકો આ સેગમેન્ટમાં વધુને વધુ વાહનો રજૂ કરી રહ્યા છે. પરંતુ હજુ પણ સામાન્ય ગ્રાહકોના મનમાં ઈલેક્ટ્રિક વાહનોની ડ્રાઈવિંગ રેન્જ અને લોંગ ડ્રાઈવને લઈને ઘણા પ્રશ્નો છે. આવા પ્રશ્નોના જવાબ આપવા માટે, દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક ટાટા મોટર્સની સૌથી વધુ વેચાતી ઈલેક્ટ્રિક SUV Tata NEXON EV એ ઘણું સારું કામ કર્યું છે. ખરેખર, Tata Nexon EV એ ઇલેક્ટ્રિક વાહન તરીકે સૌથી ઓછા સમયમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીની મુસાફરી કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.


Tata NEXON EV એ માત્ર 4 દિવસમાં આ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ટાટા મોટર્સ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ટાટા નેક્સોને 4 દિવસમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સફર 95 કલાક 46 મિનિટમાં 4003 કિલોમીટરની સફર પૂર્ણ કરી છે. આ રેકોર્ડ માટે, આ ઇલેક્ટ્રિક એસયુવીનું નામ 'ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં નોંધાયેલું છે.


કંપનીનું કહેવું છે કે ભારતીય હાઈવે પર હાજર પબ્લિક ચાર્જિંગ નેટવર્કને કારણે પણ આ નોન-સ્ટોપ ડ્રાઈવ શક્ય બની છે. કુલ 28 કલાકમાં સમગ્ર પ્રવાસ દરમિયાન ઝડપી ચાર્જિંગ માટે માત્ર 21 સ્ટોપ હતા  Nexon EVએ સમગ્ર પ્રવાસને પૂર્ણ કરવા માટે સમય સાથે બળતણના ખર્ચની પણ નોંધપાત્ર બચત કરી છે.



આ પણ વાંચો:
GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, 26 માર્ચે લેવાનારી આ પરીક્ષા મોકૂફ
હવે ઉત્તર-પૂર્વ ન તો દિલ્હીથી દૂર છે કે ન તો દિલથી, ચૂંટણી પરિણામો પર બોલ્યા PM મોદી
પૂર્વોત્તરમાં મોટી જીતે ભાજપને 2024ની સામાન્ય ચૂંટણી પહેલાં આપ્યા આ જીતના 6 મંત્ર


શૈલેષ ચંદ્રા, એમડી, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિ.
કંપનીનો દાવો છે કે, આ લાંબી ડ્રાઈવ દરમિયાન, નેક્સોન EV અન્ય કારની જેમ જ ચુનોતીભર્યા ઈલાકા અને એક્સ્ટ્રીમ વેધર કંડીશનમાંથી પસાર થઈ હતી. આ ઈલેક્ટ્રિક એસયુવીએ આ સમગ્ર પ્રવાસ દરમિયાન સરેરાશ 300 કિલોમીટરથી વધુની ડ્રાઈવિંગ રેન્જ પ્રદાન કરી છે. નોંધનીય છે કે, સૌથી ઝડપી K2K ડ્રાઇવ સિવાય, Nexon EVએ વધુ 23 રેકોર્ડ પણ બનાવ્યા છે.


આ સફળ લોંગ ડ્રાઈવની પૂર્ણાહુતિ પર ટિપ્પણી કરતા, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ અને ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના એમડી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, “નેક્સોન ઈવીએ ઈલેક્ટ્રિક વાહન દ્વારા સૌથી ઝડપી K2K ડ્રાઈવ માટે ઈન્ડિયન બુક ઑફ રેકોર્ડમાં પ્રવેશ કર્યો છે અને પોતાની ક્ષમતાઓને વધુ ઓળખ આપી છે.


તેમણે ઉમેર્યું, "આ સિદ્ધિ આ SUVની અત્યધીક ક્ષમતા અને સમગ્ર દેશમાં બહેતર ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતાનો પુરાવો છે. 75kms -100kms વચ્ચે નિયમિત અંતરાલ પર એક ઝડપી ચાર્જિંગ સ્ટેશન હતું, જે પોતે જ ભારત માટે એક મોટું પ્રોત્સાહન છે. 



આ પણ વાંચો:
ગુજરાતમાં કોંગ્રેસ મહિલા નેતા દારૂના ધંધામાં મદમસ્ત, વિદેશી બ્રાન્ડ મંગાવતી અને પછી.
અસમથી અરૂણાચલ સુધી સાત વર્ષમાં ભાજપે પૂર્વોત્તરમાં બનાવ્યો દબદબો
ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપ બનાવશે સરકાર, મેઘાલયમાં NPP સાથે કરશે ગઠબંધન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube