UPSC Result 2024: NDA 2 અને CDS 2 પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે જાણો રીઝલ્ટ
UPSC NDA અને CDSની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને NDA 2 અને CDS 2 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે.
NDA
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC એ NDA, CDS II પરિણામ 2024 જાહેર કર્યું છે જે વિદ્યાર્થીઓ NDA અને CDS પરીક્ષાના પરિણામોની રાહ જોઈ રહ્યા છે તેમના માટે સારા સમાચાર આવી રહ્યા છે.
NDA and CDS Result
જે ઉમેદવારો નેશનલ ડિફેન્સ એકેડેમી, નેવલ એકેડેમી પરીક્ષા અને સંયુક્ત સંરક્ષણ સેવાઓ પરીક્ષામાં બેઠા છે તેઓ UPSC સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે.
CDS Result
તમને જણાવી દઈએ કે NDA II અને CDS II ની લેખિત પરીક્ષા 1 સપ્ટેમ્બર 2024 ના રોજ લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ તેમના રોલ નંબરની મદદથી પરિણામ ચકાસી શકે છે.
NDA Interview
NDA, CDS II લેખિત પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારો હવે ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે પાત્ર છે આ તમામ ઉમેદવારોને ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે.
NDA Pass Candidates
આ ઉમેદવારોએ તેમના અસલ પ્રમાણપત્રો જેમ કે વય પ્રમાણપત્ર અને શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર સબમિટ કરવાના રહેશે. આ તમામ પ્રમાણપત્રો અધિકૃત નોટિસમાં આપેલા સરનામે સબમિટ કરવાના રહેશે.
NDA Vacancy
નેશનલ ડિફેન્સ એકેડમીમાં 370 જગ્યાઓ, નેવલ એકેડમીમાં 34 જગ્યાઓ UPSC NDA, CDS II ભરતી 2024 દ્વારા ભરવામાં આવશે. આ સાથે કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીસમાં 459 જગ્યાઓ પણ ભરવામાં આવશે.
NDA Result
પરિણામ તપાસનારા વિદ્યાર્થીઓએ પહેલા વેબસાઈટ પરના વિકલ્પ (લિખિત પરિણામ NDA) પર ક્લિક કરવું જોઈએ. તમારી સામે એક PDF આવશે. જેના પર પસંદગી પામેલા વિદ્યાર્થીઓના રોલ નંબર લખેલા છે.
Trending Photos