આપણા જીવનમાં ઈન્ટરનેટ ખુબ જ જરૂરી બની ગયુ છે. હવે તમારે ડગલે ને પગલે ઈન્ટરનેટની જરૂર પડતી હોય છે. પછી ભલે ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય કે પછી કોઈ સવાલનો જવાબ જોઈતો હોય, ઈન્ટરનેટ ખુબ જરૂરી છે. તે જેટલું ફાયદાકારક હોય છે એટલું જ ખતરનાક પણ હોય છે. જો ઈન્ટરનેટ પર કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણો આ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષિત વેબસાઈટ 
તમારે એ સમજવાનું રહેશે કે જ્યારે પણ કોઈ વેબસાઈટ પર જાઓ તો તે સુરક્ષિત અને વેરિફાઈડ હોય. ખાસ કરીને બેંકિંગ પોર્ટલ કે જેના પર ખાનગી ડેટા શેર કરવામાં આવતો હોય તે વિશે તો ખાસ ધ્યાન રાખવું પડશે. આ માટે યુઆરએલ ચેક કરો. તમારે https:// વાળી વેબસાઈટ પર જ જવું જોીએ કારણ કે તે સૌથી સેફ માનવામાં આવે છે. 


સ્ટ્રોંગ પાસવર્ડ
કોઈ પણ વેબસાઈટ માટે તમારે પાસવર્ડ સ્ટ્રોંગ રાખવો પડશે. એવો પાસવર્ડ રાખો જે કોઈ પણ સરળતાથી હેક કરી શકે નહીં. તેમાં તમારે આલ્ફાબેટ, નંબર, સ્પેશિયલ કેરેક્ટરને સામેલ કરવા જોઈએ. 


પોપ અપને ઈગ્નોર કરો
અનેકવાર તમારી સામે પોપ અપ આવ્યું હશે જેમાં ક્લિકેબલ લિંક આપવામાં આવતી હોય છે. આ પ્રકારના પોપ અપને ઈગ્નોર કરવું ખુબ જરૂરી છે. અનેકવાર તે અનનોન સોર્સ દ્વારા આવે છે અને તેમાં જાહેરાત આપવામાં આવે છે. આ પ્રકારના પોપ અપ પર ક્લિક ન કરો. તેનાથી ડિવાઈસ હેક થવાની પરેશાની ખતમ થઈ જાય છે. 


ખાનગી જાણકારીઓ શેર ન કરો
ઈન્ટરનેટ પર સમજ્યા વિચાર્યા વગર તમારી અંગત માહિતી શેર ન કરો. જો તમે આવું કરશો તો તમારી જાણકારીનો ખોટો ઉપયોગ થઈ શકે છે. 


બ્રાઉઝર અપડેટેડ રાખો
જો તમે ઈન્ટરનેટ પર સુરક્ષિત રહેવા માંગતા હોવ તો તમારે તમારું બ્રાઉઝર હંમેશા અપડેટેડ રાખવું પડશે. તેનાથી ડિવાઈસમાં વાયરસ આવવાનું જોખમ દૂર થાય છે. 


ફાઈલ ડાઉનલોડ કરતી વખતે ધ્યાન રાખો
ચેક કર્યા વગર ક્યારેય કોઈ પણ ફાઈલ ડાઉનલોડ કરવી નહીં. આ સાથે જ કોઈ પણ વેબસાઈટની કુકીઝ માટે એગ્રી ન કરો. તેનાથી તમારા પર નજર રાખવામાં આવી શકે છે. 


વીપીએન અને પબ્લિક વાયફાય
ઈન્ટરનેટ પર સૌથી જરૂરી વાત એ છે કે તમારે ન તો વીપીએનનો ઉપયોગ કરવો જોઈએ કે ન તો પબ્લિક વાયફાયનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમારા પર નજર રાખવામાં આવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube