Subscription for X: એક્સ (પૂર્વમાં ટ્વિટર) એ ન્યૂઝીલેન્ડ અને ફિલીપાઈન્સમાં નવા યૂઝર્સ માટે 1 અમેરિકી ડોલરનો વાર્ષિક ફી વસૂલવાનું શરૂ કર્યું છે, એલોન મસ્કની માલિકીની કંપનીનું કહેવું છે કે બોટ્સ સામે લડવાનું છે. તમને જણાવી દઈએ કે ટ્વીટ કરવા, રિપ્લાય કરવા, રીટ્વીટ કરવા અને લાઈક કરવા સહિતની મુખ્ય પ્રવૃત્તિઓ માટે યુઝર્સને દર વર્ષે 1 યુએસ ડોલરનો ખર્ચ કરવો પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ના વિધાનસભા, ના પેટા ચૂંટણી, શુ પ્રેક્ટિસ મેચ વિના વર્લ્ડ કપમાં ઉતરશે ટીમ I.N.D.I.A?


કંપનીએ એક પોસ્ટમાં કહ્યું છે કે, 17 ઓક્ટોબર, 2023થી અમે બે દેશોમાં નવા યૂઝર્સ માટે એક નવી સભ્યતા પદ્ધતિ 'નોટ એ બોટ' નું પરીક્ષણ શરૂ કરી દીધું છે. “આ નવું પરીક્ષણ અમારા પ્લેટફોર્મ પર સ્પામ, મેનીપ્યુલેશન અને બોટ પ્રવૃત્તિને ઘટાડવાના અમારી પહેલથી જ મહત્વપૂર્ણ પ્રયાસોને મજબૂત કરવા માટે વિકસાવવામાં આવ્યું હતું.


4 નવેમ્બરે શનિદેવ થશે માર્ગી, આ 4 રાશિના જાતકોને આપશે સુખ-સમૃદ્ધિના આશીર્વાદ


આ X પર બૉટ્સ અને સ્પેમરનો સામનો કરવામાં અમારી મદદ કરવા માટે સંભવિત શક્તિશાળી રીતનું મૂલ્યાંકન કરશે, જ્યારે નાની ફીની રકમ સાથે પ્લેટફોર્મ ઍક્સેસિબિલિટીને સંતુલિત કરશે. આ પરીક્ષણમાં હાલના વપરાશકર્તાઓને અસર થતી નથી.


19 વર્ષ બાદ આવી રહ્યો છે ટાટા ગ્રુપનો IPO,રતન ટાટાએ પણ કર્યું રોકાણ, જાણો GMP


આ દેશોમાં X માટે ચૂકવણી કરવી પડશે
ન્યુઝીલેન્ડ અને ફિલિપાઈન્સમાં બનાવેલા નવા એકાઉન્ટ્સ યૂઝર્સને સૌથી પહેલા પોતાનો ફોન નંબરની ચકાસણી કરવી પડશે અને પછી પોસ્ટ, લાઈક, રિપ્લાય, રીપોસ્ટ જેવી સેવાઓનો ઉપયોગ કરવા માટે દર વર્ષે US$1 ચૂકવવા પડશે. X એ પોસ્ટમાં જણાવ્યું હતું કે, "નવા યુઝર્સ કે જેઓ મેમ્બરશિપ લેતા નથી તેઓ માત્ર કન્ટેન્ટ વાંચી શકે છે. જેમ કે - પોસ્ટ વાંચો, વીડિયો જુઓ અને એકાઉન્ટને ફોલો કરો.


Astro Tips: સતત 7 બુધવાર કરો આ સરળ કામ, દરેક અધુરી મનોકામના ગણેશજી કરશે પુરી


આ નવા પ્રોગ્રામનો ઉદ્દેશ્ય બૉટ્સ અને સ્પેમર્સ સામે રક્ષણ કરવાનો છે જેઓ પ્લેટફોર્મમાં ચાલાકી કરવાનો પ્રયાસ કરે છે અને અન્ય X યૂઝર્સના અનુભવને ખલેલ પહોંચાડે છે. અમે ટૂંક સમયમાં અમારા પરિણામો વિશે વધુ શેર કરવા આતુર છીએ.


સારી સારી કંપનીના કેમેરા પણ આ મોબાઈલની એક ક્લિક સામે છે ફેલ, જુઓ ફિચર્સ


મસ્કે સૌથી પહેલા ગયા મહિને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની વાતચીતમાં તમામ યૂઝર્સ પાસેથી ચાર્જ વસૂલવાની શક્યતાનો સૌપ્રથમ સંકેત આપ્યો હતો. પરંતુ વર્તમાન પ્લાન ફક્ત નવા યુઝર્સ માટે જ સીમિત છે. મસ્ક જાહેરાતની આવક માટે વૈકલ્પિક માર્ગો શોધે છે અને X ને પેમેન્ટ સર્વિસેસ "ઓલરાઉન્ડર" એપ્લિકેશન બનવા માટે દબાણ કરે છે.