આવી ગયો છે JioPhone Next કરતા પણ એકદમ સસ્તો સ્માર્ટફોન, જબરદસ્ત ફીચર્સ અને કિંમત ખાસ જાણો
Tecno Mobile એ આખરે ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કરી લીધો. Tecno POP 5 LTE નામનો ડિવાઈસ POP 4નો વારસદાર છે. અત્રે જણાવવાનું કે એન્ટ્રી લેવલ સ્માપ્ટફોનને પહેલીવાર નવેમ્બર 2021માં પાકિસ્તાન અને ફિલિપાઈન્સમાં લોન્ચ કરાયો હતો. POP 5 LTE ની કિંમત JioPhone Next કરતા પણ ઓછી છે અને ફીચર્સના મામલે પણ ખુબ આગળ છે. ફોનમાં 6.5 ઈંચનો ડિસ્પ્લે, 8એમપીનો કેમેરા અને 5000mAh ની જબરદસ્ત બેટરી મળી રહી છે. જાણો અન્ય વિગતો...
નવી દિલ્હી: Tecno Mobile એ આખરે ભારતમાં પોતાનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન લોન્ચ કરી લીધો. Tecno POP 5 LTE નામનો ડિવાઈસ POP 4નો વારસદાર છે. અત્રે જણાવવાનું કે એન્ટ્રી લેવલ સ્માપ્ટફોનને પહેલીવાર નવેમ્બર 2021માં પાકિસ્તાન અને ફિલિપાઈન્સમાં લોન્ચ કરાયો હતો. POP 5 LTE ની કિંમત JioPhone Next કરતા પણ ઓછી છે અને ફીચર્સના મામલે પણ ખુબ આગળ છે. ફોનમાં 6.5 ઈંચનો ડિસ્પ્લે, 8એમપીનો કેમેરા અને 5000mAh ની જબરદસ્ત બેટરી મળી રહી છે. જાણો અન્ય વિગતો...
Tecno POP 5 LTE Price In India
Tecno POP 5 LTE ની કિંમત 6299 રૂપિયા છે અને તેને 16 જાન્યુઆરીથી અમેઝોન ઈન્ડિયા પર વેચવામાં આવશે. ફોન આઈસબ્લ્યુ, ડીપસી લસ્ટર અને ફિરોઝા સિયાન રંગના વિકલ્પોમાં મળશે. જ્યારે JioPhone Next ની કિંમત 6,499 રૂપિયા છે.
Tecno POP 5 LTE Specifications
તેમાં 1600 x 720 પિક્સલના એચડી+ રિઝોલ્યુશન સાથે એક સભ્ય 6.52 ઈંચ ડોટ નોચ ડિસ્પ્લે છે. ડિસ્પ્લે 20:9 આસ્પેક્ટ રેશિયો, 480 નિટ્સ બ્રાઈટનેસ અને 120Hz ટચ સેમ્પલિંગ રેટ સાથે આવે છે. ડિસ્પ્લે પેનલને કવર કરનારો 2.5D કર્વ્ડ ગ્લાસ પણ છે. વોટરડ્રોપ નોચ ડિઝાઈન ડિવાઈસ માટે 90 ટકા સ્ક્રીન ટુ બોડી રેશિયો પ્રદાન કરે છે.
POP 5 LTE 2GHz ક્વાડ-કોર મીડિયાટેક હિલિયો A25 પ્રોસેસર દ્વારા સંચાલિત છે જેને 2GB રેમ સાથે જોડવામાં આવ્ય છે. જ્યારે તેમા 32GB સ્ટોરેજ ઓનબોર્ડ છે. આશા રાખીએ છીએ કે કંપની નિર્ધારિત સમયમાં એક હાઈ મેમરી વેરિએન્ટ પણ બહાર પાડશે. પરંતુ હાલ માટે તમે 32જીબી સ્ટોરેજવાળા વેરિએન્ટને માઈક્રોએસડીના માધ્યમથી 256GB સુધી વધારી શકો છો.
Tecno POP 5 LTE Camera
Tecno POP 5 LTE પાછળની તરફ ડ્યુઅલ કેમેરા સેટઅપ પેક કરે છે. કેમેરા સેટઅપમાં એઆઈ લેન્સ અને ડ્યુઅલ એલઈડી ફ્લેશ સાથે 8 મેગા પિક્સલનો મુખ્ય શૂટર હોય છે. સેલ્ફી માટે વોટરડ્રોપ નોચ નીચે 5 મેગાપિક્સલનો કેમેરો છે. ફ્રન્ટ કેમેરામાં એલઈડી ફ્લેશ પણ છે.
Tecno POP 5 LTE Battery
નવો બજેટ સ્માર્ટફોન Tecno ના HiOS 7.6 સાથે કસ્ટમાઈઝ્ડ Android 11 (ગો વર્ઝન) ચલાવે છે. ફોનમાં 5000mAh ની મોટી બેટરી પણ છે જે 31 દિવસ સુધીના સ્ટેન્ડબાય ટાઈમ અને 48 કલાક સુધીના વીડિયો પ્લેબેકનું વચન આપે છે. તમને IPX2-રેટેડ સ્પ્લેશ-વિરોધી ડિઝાઈનની સાથે સાથે 3.5 મિમી ઓડિયો જેક પણ મળે છે. ફોન 4જી વીઓએલટીઈ, એફએમ રેડિયો, વાયફાય 802.11 એ/બી/જી/એન, બ્લ્યુટુથ 5.0 અને જીપીએસ માટે પણ સપોર્ટ સાથે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube