નવી દિલ્હી: ઓક્ટોબરમાં ફેસ્ટિવ સીઝન શરૂઆત સાથે મોબાઇલ કંપનીઓનું ધ્યાન તેમના વેચાણમાં વધારો કરવાનું છે. આવી સ્થિતિમાં Apple, Samsungથી લઇને અન્ય કંપનીઓ પણ તેમના દમદાર ફોન્સથી બજારમાં પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, કોરોના કાળને કારણે આ કંપનીઓના તમામ ફોન્સનું લોન્ચિંગ વર્ચુઅલ રીતે કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- WhatsApp પરથી ઊઠી રહ્યો છે વિશ્વાસ, પ્રાઈવેસી મામલે બીજી એપ બની લોકોની મનપસંદ


Apple લોન્ચ કરશે iPhone 12ના ચાર વેરિએન્ટ
Apple ટૂંક સમયમાં તેની iPhone 12 સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યું છે. Apple iPhone 12માં 5.5 ઇંચનો ડિસ્પ્લે, A14 બાયોનિક ચિપસેટ, 12MP + 12MP રીઅર કેમેરો અને 12MPનો ફ્રન્ટ કેમેરો મળી શકે છે. જ્યારે iPhone 12 પ્રોમાં 6.7 ઇંચનું સુપર રેટિના OLED ડિસ્પ્લે, 6 GB રેમ, A14 બાયોનિક ચિપસેટ, ક્વાડ રીઅર કેમેરા અને સિંગલ સેલ્ફી કેમેરા મેળવી શકે છે.


આ પણ વાંચો:- Gmail પર પણ મોકલી શકો છો Group Emails, જાણો અહીં આ સરળ રીત


Google Pixel 5
ગૂગલ પોતાનો નવો સ્માર્ટફોન Pixel 5 લોન્ચ કરી શકે છે. ફોનમાં લેટેસ્ટ Andriod 11 ઓપરેટિંગ સિસ્ટમ હશે. ફોનમાં 6.0 ઇંચની OLED ડિસ્પ્લે, 4,080mAh ની બેટરી, 8GB રેમ, અને Exynos 9611 પ્રોસેસર મળી શકે છે. ફોટોગ્રાફી માટે, તેમાં 16MP + 12.2MP ડ્યુઅલ રીઅર કેમેરા, 8MPનો સેલ્ફી કેમેરો અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ હોઈ શકે છે.


આ પણ વાંચો:- Xiaomi Mi 10T સિરીઝ ભારતમાં ઓક્ટોબરમાં થશે લોન્ચ, 108MP કેમેરો અને 5000mAh બેટરી છે ખાસિયત


સેમસંગ લોન્ચ કરશે Samsung Galaxy F41
દિગ્ગજ મોબાઇલ ફોન ઉત્પાદક Samsung ભારતમાં 8 ઓક્ટોબરના રોજ સાંજે 5.30 વાગ્યે લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા Samsung Galaxy F41 ફોનને લોન્ચ કરશે. આ ફોન ઇ-કોમર્સ સાઇટ Flipkart પર વિશેષ રૂપે વેચવામાં આવશે. ફોનના ત્રણ કલર વેરિઅન્ટ્સ બ્લેક, બ્લુ અને ગ્રીન લોન્ચ કરી શકાય છે. લોન્ચિંગ પહેલા ફ્લિપકાર્ટ પર આવતા સેમસંગ સ્માર્ટફોન માટે એક અલગ પેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ફોનમાં 6000 mAhની મજબુત બેટરી મળશે અને બીજા ફોનમાં sAMOLED સ્ક્રીન હશે. સ્પીડ અને મલ્ટિટાસ્કિંગ માટે, ફોનમાં એક્ઝિનોસ 9611 ઓક્ટા-કોર પ્રોસેસર સાથે 6 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ્સ લોન્ચ કરી શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube