WhatsApp પરથી ઊઠી રહ્યો છે વિશ્વાસ, પ્રાઈવેસી મામલે બીજી એપ બની લોકોની મનપસંદ

તાજેતરમાં ફિલ્મ સેલિબ્રિટીની WhatsApp ચેટ્સ સતત લીક થઈ રહી છે. આ વચ્ચે લોકોને ચેટિંગ એપ WhatsApp પર વિશ્વાસ રહ્યો નથી. પ્રાઇવેસીની સાથે થઈ રહેલી ગડબડને જોતા હજારો યૂઝર્સે ચેટ્સ માટે WhatsAppની જગ્યાએ બીજી એપ્સનો યૂઝ શરૂ કર્યો છે

WhatsApp પરથી ઊઠી રહ્યો છે વિશ્વાસ, પ્રાઈવેસી મામલે બીજી એપ બની લોકોની મનપસંદ

નવી દિલ્હી: તાજેતરમાં ફિલ્મ સેલિબ્રિટીની WhatsApp ચેટ્સ સતત લીક થઈ રહી છે. આ વચ્ચે લોકોને ચેટિંગ એપ WhatsApp પર વિશ્વાસ રહ્યો નથી. પ્રાઇવેસીની સાથે થઈ રહેલી ગડબડને જોતા હજારો યૂઝર્સે ચેટ્સ માટે WhatsAppની જગ્યાએ બીજી એપ્સનો યૂઝ શરૂ કર્યો છે. લોકોના ડરનો ફાયદો ટેલીગ્રામ (Telegram) અને સિગ્નલ (Signal) જેવી ચેટિંગ એપ્સ ઉઠાવી રહ્યું છે.

મોબાઈલ ઇન્ટેલિજેન્સ ફર્મ Sensor Towerની રિપોર્ટ અનુસાર, દીપિકા (Deepika Padukone)ની ચેટ લીક થયા બાદ 19-24 સપ્ટેમ્બર વચ્ચે લગભગ 14 કરોડ લોકોએ ટેલીગ્રામને ડાઉનલોડ કરી છે. ત્યારે ઘણા યુઝર્સ Signal Private Messenger એપનો ઉપયોગ કરી રહ્યાં છે. જાણકારી અનુસાર ચેટ લીક બાદ સિગ્નલ એપના 44,000 યૂઝર્સ વધ્યા છે.

ટેલીગ્રામને શાનદાર સિક્યોરિટી ફીચર્સના કારણે વધારે પંસદ કરવામાં આવી રહી છે.

  • દરેક મેસેજનો ટાઈમર સેટ કરવામાં આવી શકે છે. જ્યારે ટાઈમ પૂરો થઇ જાય મેસેજ જાતે ગાયબ થઈ જશે.
  • ટેલીગ્રામ યૂઝર્સને નોટિફાય કરવામાં આવે છે જો કોઇ ચેટનો સ્ક્રીનશોર્ટ લે છે તો.
  • એપમાં સીક્રેટ ચેટ ફોરવર્ડ કરી શકાતી નથી અને કોઈપણ અન્ય ડિવાઈસમાં એક્સેસ પણ કરી શકાતી નથી.
  • ટેલીગ્રામમાં ફોન નંબર વગર પણ ચેટ કરી શકાય છે અને પબ્લિક યૂઝર નામ રાખી શકાય છે.
  • ટેલીગ્રામ પર 1.5 જીબીની કોઈપણ ફાઈલ મોકલી શકાય છે. જ્યારે વ્હોટ્સએપ પર વીડિયો, ઈમેજ અથવા ડોક્યૂમેન્ટ જેવી નાની ફાઈલ મોકલી શકાય છે.

આ પણ વાંચો:- Vivo ભારતમાં આગામી મહિને 44MP સેલ્ફી કેમેરા સાથે લોન્ચ કરશે V20 સ્માર્ટફોન!

આ વાતનું રાખો ધ્યાન
અમારી સહયોગી વેબસાઈટ zeebiz.comના અનુસાર ટેલીગ્રામમાં ભલે ઘણા સિક્યોરિટી ફીચર્સ હોય, પરંતુ તેમાં માત્ર સિક્રેટ ચેટ જ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ (end to end encrypted) થયા છે. સામાન્ય તમામ ચેટ્સ એક્સેસ કરી શકાય છે.

સિક્યોરિટી ફીચર્સ છતાં વોટ્સએપ ટેલીગ્રામથી વધારે પોપ્યુલર છે. તમે પણ જો ટેલીગ્રામ ડાઉનલોડ કરવા નથી ઈચ્છતા અને માત્ર વોટ્સએપ જ ઉપયોગ કરવા ઇચ્છો છો તો તેમને જણાવી દઇએ કે, વોટ્સએપ પર તમામ ચેટ્સ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ થાય છે. એટલે કે માત્ર સેન્ડર અને રિસીવર જ ચેટનો એક્સેસ કરી શકે છે.

WhatsApp ચેટ્સ લીક ત્યારે થાય છે જો કોઇ તેનો સ્ક્રીન શોર્ટ લે છે. અથવા ચેટ મેઈલ કરે છે. એવામાં મેઇલ એકાઉન્ટ જો કોઈ એક્સેસ કરે છે તો ચેટ સરળતાથી લીક થઈ શકે છે. અને બેકએપ ચેટ્સ વોટ્સએપની એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ પોલીસીથી બહાર હોય છે. જેનાથી સેફ્ટીની ગેરેન્ટી કંપની લેતી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news