નવી દિલ્હી: Google Play Store પર હાલ લાખોની સંખ્યામાં એપ્સ છે. આ એપ્સમાં ઘણી એવી એપ્સ છે જે ફ્રી છે. ત્યારે કેટલીક એપ્સના એક્સેસ માટે પેમેન્ટ આપવું પડે છે. પૈસા આપ્યા વગર આ એપ્સને ડાઉનલોડ પણ કરી શકાય નહીં. જો કે ઘણી વખત એવું બને છે કે ખરીદેલી એપ્લિકેશન સમજી શકાતી નથી. આ કિસ્સામાં તેમને આપેલી રકમ યૂઝર્સ રિફન્ડ તરીકે પરત મેળવી શકે છે. જો કે, આવી સ્થિતિમાં ગુગલની પોલિસી પણ જોવી પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- 2021માં લોન્ચ થશે આ 5G સ્માર્ટફોન્સ, કિંમત જાણી ફટાફટ કરી લો પસંદ


ગુગલની પોલિસીને વાંચો
ગુગલે તેની વેબસાઇટ પર રિફન્ડ પોલિસી આપે છે. જો રિફન્ડ ગુગલ દ્વારા મંજૂર કરવામાં આવે છે, તો સામાન્ય રીતે પૈસા ત્રણથી પાંચ દિવસમાં પરત આવે છે. પરંતુ કેટલાક સંજોગોમાં, ખરીદેલી એપ્લિકેશન પાછી આપી શકાતી નથી. અચાનક ખબર પડે છે આપણે કોઈ એપ માટે એક નિર્દિષ્ટ રકમ આપીને તેને ખરીદી છે. તે આપણાથી અજાણતાંમાં પણ થાય છે અથવા તો ક્યારેક ખોટી ક્લિકથી થાય છે.


આ પણ વાંચો:- 50MP કેમેરા સાથે OPPO Reno 5 Pro+ 5G લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ


48 કલાકની છે સમય મર્યાદા
એપ્લિકેશન માટે પૈસા રિફન્ડ કરવાની મહત્તમ સીમા 48 કલાક છે. પરંતુ જો કોઈએ અજાણતાં તમારા કાર્ડ અથવા એકાઉન્ટમાંથી ખોટી ખરીદી કરી હોય, તો તે માટે તમે ગુગલને 65 દિવસ માટે પૈસા પરત આપવા માટે કહી શકો છો. જો ડાઉનલોડ કર્યા પછી બે કલાકથી વધુ સમય પછી, એપ્લિકેશન પરત કરવી પડશે, તો તે માટે ઓનલાઇન ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ ગુગલ એકાઉન્ટમાં લોગિન થયા પછી મળી જશે.


આ પણ વાંચો:- WhatsApp ટૂંક સમયમાં લાવશે આ ફિચર્સ, એક કરતા વધુ ડિવાઇસ ચાલશે WhatsApp એકાઉન્ટ


જો તમે તમારા Google Play સ્ટોરનાં 'એકાઉન્ટ' પર જાઓ અને 'ઓર્ડર ઇતિહાસ' જોશો, તો તમને તમારી ખરીદી વિશે સંપૂર્ણ માહિતી મળશે. તમે જે એપ્લિકેશન પરત કરવા માંગો છો તેના પર લખેલા રિફન્ડ પર ક્લિક કરીને તમે પૈસા પરત મેળવવાનું શરૂ કરી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube