WhatsApp ટૂંક સમયમાં લાવશે આ ફિચર્સ, એક કરતા વધુ ડિવાઇસ ચાલશે WhatsApp એકાઉન્ટ

WhatsAppના મલ્ટી ડિવાઇસ સપોર્ટ (Multi Device Support) ફીચરને લગતી આ માહિતી ટેક બ્લોગ WABetaInfoએ ટ્વીટ કરીને આપી છે. રિપોર્ટ પ્રમાણે ગયા અઠવાડિયે WhatsAppએ મલ્ટિ ડિવાઇસ સપોર્ટ (Multi Device Support)નું પરીક્ષણ શરૂ કર્યું હતું

WhatsApp ટૂંક સમયમાં લાવશે આ ફિચર્સ, એક કરતા વધુ ડિવાઇસ ચાલશે WhatsApp એકાઉન્ટ

નવી દિલ્હી: WhatsApp છેલ્લા ઘણા મહિનાઓથી મલ્ટી ડિવાઇસ સપોર્ટ (Multi Device Support) સુવિધા લાવવાની તૈયારીમાં છે. આના માધ્યમથી, યૂઝર્સ એક કરતા વધુ ડિવાઇસ પર એક જ WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે WhatsAppના મલ્ટિ ડિવાઇસ સપોર્ટ (Multi Device Support) ફીચરનું પરીક્ષણ શરૂ થયું છે.

WhatsAppના મલ્ટી ડિવાઇસ સપોર્ટ (Multi Device Support) ફીચરને લગતી આ માહિતી ટેક બ્લોગ WABetaInfoએ ટ્વીટ કરીને આપી છે. રિપોર્ટ પ્રમાણે ગયા અઠવાડિયે WhatsAppએ મલ્ટિ ડિવાઇસ સપોર્ટ (Multi Device Support)નું પરીક્ષણ શરૂ કર્યું હતું. એક જ WhatsApp એકાઉન્ટથી જુદા જુદા ડિવાઈસને કોન્ફિગર કરી કોલનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે.

જો કે, WhatsAppની મલ્ટિ ડિવાઇસ સપોર્ટ (Multi Device Support) સુવિધા વિશે હજી સુધી કોઈ ડેટા ઉપલબ્ધ નથી. WhatsAppનું મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ (Multi Device Support) ફીચર આવ્યા બાદ યુઝર્સ એક સાથે 4 જુદા જુદા ડિવાઇસ પર એક જ WhatsApp એકાઉન્ટ ચલાવી શકશે.

ઉલ્લેખનીય છે કે, હજી WhatsApp Webનો ઉપયોગ કરવા માટે પ્રાથમિક ડિવાઇસ પર એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન આવશ્યક છે, જે નવી સુવિધા આવ્યા પછી થશે નહીં.

અગાઉ એમ પણ કહેવામાં આવ્યું હતું કે WhatsAppમાં Linked Devices સેક્શન અંતર્ગત મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ (Multi Device Support) સુવિધા મળશે. નવા ડિવાઇસ ઉમેરવા માટે યુઝરને Link a New Device Option પર ટેપ કરવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news