સાઉથ કોરિયાએ ટિકટોક પર ફટકાર્યો 1 કરોડનો દંડ, જાણો શું છે ઘટના
વીડિયો શેરિંગ એપ ટિકટોક સાથે જોડાયેલા નેગેટિવ સમાચાર રોકાવાનું નામ લઈ રહ્યાં નથી. આ પ્લેટફોર્મ પર પહેલા પણ યૂઝરોની પ્રાઇવસી સાથે ચેડા કરવાના આરોપ લાગતા રહ્યાં છે અને સાઉથ કોરિયામાં આ એપ પર દંડ ફટકારવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ શોર્ટ વીડિયો મેકિંગ પ્લેટફોર્મ TikTok પર ભારતમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને તે યૂઝર્સના ડેટાની સેફ્ટી અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. એકવાર ફરી આ ચાઇનીઝ પ્લેટફોર્મ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને સાઉથ કોરિયામાં ટિકટોક પર મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપછે કે ટિકટોકે બાળકોના ડેટાનો ખોટો ઉપયોગ કર્યો છે. એપ પર 155,000 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ધ કોરિયા કોમ્યુનિકેશન કમિશન (કેસીસી)એ ચાઇનીઝ કંપની પર 186 મિલિયન વોન (આશરે 1.1 કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. મહત્વનું છે કે, કેસીસી કોરિયામાં ટેલિકન્યુનિકેશન અને ડેટા સાથે જોડાયેલા સેક્ટરોમાં રેગ્યુલેટરનું કામ કરે છે અને તેની પાસે યૂઝરોના ડેટા પર નજર રાખવાની જવાબદારી છે. ટિકટોક પર આ દંડ એટલા માટે ફટકારવામાં આવ્યો કારણ કે કંપની યૂઝરના પ્રાઇવેટ ડેટાને પ્રોટેક્ટ કરી શકી નથી.
ચુકવવી પડી મોટી રકમ
ખાસકર ઓછી ઉંમરના યૂઝરોના ડેટાને લઈને ટિકટોકની ભૂલ સામે આવી છે. ટિકટોક પર લગાવવામાં આવેલ દંડ કંપનીની આ દેશમાં કુલ વાર્ષિક સેલના આશરે3 ટકા છે. લોકલ પ્રાઇવેસી લો હેઠળ આટલી રકમ કંપનીએ ચુકવવી પડે છે. કેસીસીએ પાછલા વર્ષે ઓક્ટોબરમાં મામલાની તપાસ શરૂ કરી હતી અને જાણવા મળ્યું કે, ટિકટોક માતા-પિતાની મંજૂરી વગર 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો ડેટા ભેગો કરીને ઉપયોગ કરી રહ્યું હતું.
મધરાતે 'સાઈબર એટેક': બિલ ગેટ્સ-બરાક ઓબામા, એલન મસ્ક સહિત અનેક હસ્તીઓના ટ્વિટર હેન્ડલ હેક
બીજા દેશોમાં મોકલ્યો ડેટા
કેસીસી પ્રમાણે, 31 મે 2017થી 6 ડિસેમ્બર 2019 વચ્ચેચાઇલ્ડ ડેટાના ઓછામાં ઓછા 6,0007 પીસ કલેક્ટ કરવામાં આવ્યા. આ સિવાય ટિકટોકે યૂઝરોને તે પણ વાજ જણાવી કે તેનો ડેટા બીજા દેશો સુધી મોકલવામાં આવી રહ્યો છે. તપાસમાં સામે આવ્યું કે કંપની ચાર ક્લાઉડ સર્વિસ અલીબાબા ક્લાઉડ, ફાસ્ટલી, એજકાસ્ટ અને ફાયરબેસનો ઉપયોગ કરે છે. એકવાર ફરી એપ પર સવાલ ઊભા થતાં તેની મુશ્કેલી વધી શકે છે.
વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube