નવી દિલ્હી: દિવસમાં સુતી વખતે અથવા કોઇ એવા સમયે જ્યારે આપણો સ્માર્ટફોન આપણી પાસે ન હોય. કામ કરતી વખતે, પરિવાર સાથે બેસ્યા હોય અથવા પછી ટીવી જોતી વખતે, આપણે આપણો સ્માર્ટફોન આપણી પાસે રાખીએ છીએ. સ્માર્ટફોન યૂઝર હોવાના નાતે તમને ખબર હશે કે લગભગ દરરોજ બેંક્સ, ટેલિકોમ કંપનીઓ, વગેરે ફોન કોલ્સ આવતા રહે છે જે તમને પરેશાન કરે છે. તમારા ફોનને 'ફ્લાઇટ મોડ' પર મુક્યા વિના આ કોલ્સમાંથી તમે કઇ રીતે છુટકારો મેળવી શકો છો, આવો જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કોલ્સ કરે છે પરેશાન 
સ્પેમ કોલ્સ રોકવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ પ્રયાસો પછી પણ ઘણા સ્પેમ કોલ ગ્રાહકોને આવતા રહે છે. સ્પેમ કોલ સિવાય ઘણીવાર તમે સામાન્ય કોલ પણ રિસિવ કરવાનું ટાળો છો. આજે અમે તમને કેટલાક એવા ઓપ્શન્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે આ કૉલ્સથી સરળતાથી બચી શકશો.

તમે પણ સેકન્ડ હેન્ડ CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છે? આ વાતોને ભૂલથી પણ ન કરતા નજરઅંદાજ


તમારા ફોનના સેટીંગમાં છુપાયેલો તેનો ઇલાજ
આવા કોલ્સ ટાળવા માટે અમારી પાસે જે પ્રથમ ઓપ્શન છે તેનો તમે સરળતાથી ઉપયોગ કરી શકો છો. તમારા સ્માર્ટફોનના કોલ સેટિંગ્સમાં તમને આ સમસ્યાનો ઇલાજ મળી જશે. સેટિંગ્સમાં જાઓ, પછી 'કૉલ ફોરવર્ડિંગ' વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમને ઓલ્વેઝ ફોરવર્ડ, ફોર્વર્ડ વેન બિજી, અને ફોરવર્ડ વેન અનઆંસર્ડ, ત્રણ ઓપ્શન દેખાશે. 


તેમાંથી 'ઓલ્વેઝ ફોરવર્ડ' ના ઓપ્શનને સિલેક્ટ કરો. એક નંબર દાખલ કરો જે બંધ છે અથવા તો કામ કરી રહ્યો નથી અને ત્યારબાદ ઇનેબલના બટન પર ક્લિક કરી દો. તેનાથી તમારા નંબર પર આવનાર તમામ કોલ્સ બંધ થઇ જશે અને તમારે ફ્લાઇટ મોડનો ઉપયોગ કરવો પડશે નહી. 


વધુ એક ઓપ્શન છે તમારી પાસે
કોલ ફોરવર્ડિંગ અને ફ્લાઇટ મોડ ઉપરાંત પણ તમારી પાસે એક ઓપ્શન છે, જેનો ઉપયોગ કરી શકો છો અને તે ઓપ્શન 'કોલ બોરિંગ' નો છે. તમારા સ્માર્ટફોનના કોલ સેટિંગ્સમાં જઇને તમે આ ઓપ્શનને સિલેક્ટ કરો. અહીં 'ઓલ ઇનકમિંગ કોલ્સ' ના વિકલ્પ પર સિલેક્ટ કરો અને પછી 'કોલ બોરિંગ' પાસવર્ડ નાખો. આ પાસવર્ડ સામાન્ય રીતે 0000 અથવા પછી 1234 હોય છે. હવે 'ટર્ન ઓન' ઓપ્શન પર ક્લિક કરો અને તમારું કામ થઇ જશે. આ સરળ રીતથી તમે દરેક પ્રકારના ફોન કોલ્સમાંથી છુટકારો મેળવી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube