નવી દિલ્લીઃ બાહુબલી ફિલ્મ તો તમે બધાએ જોઈ હશે. હવે શું તમને બાહુબલીના ભાઈ ભલ્લાલ દેવનો ચરખાવાળો રથ યાદ છે. આ રથ કેટલો પાવરફૂલ હોય છે. કંઈક એવું જ પાવરફૂલ વાહન જેને કાર કહેવી કે ટ્રક એજ નક્કી નથી થતું. એવું વાહન આવી રહ્યું છે બજારમાં. જો તમે એડવેન્ચર ટુર પર જવાના શોખીન છો, તો ટોયોટાની લાઈફસ્ટાઈલ પીકઅપ Toyota Hilux તમારા માટે એક પર્ફેક્ટ વ્હીકલ છે. SUV જેવી કમ્ફર્ટની સાથે તમને તેમાં પિક-અપ સ્પેસ પણ મળે છે. આવી સ્થિતિમાં, તમે પર્વતો અથવા લાંબી મુસાફરી પર જવા માટે વધુ સામાન સાથે મુસાફરી કરી શકો છો. આ કાર 23 જાન્યુઆરીએ ભારતીય બજારમાં લોન્ચ થવાની આશા છે. આ સેગમેન્ટના કારના શોખીનો ઘણા સમયથી ભારતીય બજારમાં તેની લોન્ચની રાહ જોઈ રહ્યા છે. અમેરિકા, કેનેડા અને યુરોપમાં આ કારનો ખૂબ જ ક્રેઝ છે. અત્યાર સુધી સામે આવેલી માહિતી મુજબ કંપનીના ડીલરો પાસે તેનું બુકિંગ શરૂ થઈ ગયું છે. એન્જીન અને અન્ય ફીચર્સ- ટોયોટા ફોર્ચ્યુનરની જેમ, આ વાહન 204 હોર્સપાવરના 2.8 લિટર ડીઝલ એન્જીન દ્વારા સંચાલિત થવાની અપેક્ષા છે. આ એન્જીન 500 Nmનો પીક ટોર્ક જનરેટ કરી શકે છે. Hilux IMV-2 પ્લેટફોર્મ પર બનેલી છે. કંપનીના બે લોકપ્રિય વાહનો ઈનોવા ક્રિસ્ટા અને ફોર્ચ્યુનર પણ આ પ્લેટફોર્મ પર આધારિત છે. Hiluxની લંબાઈ 5285 mm હશે. આ રીતે તે ફોર્ચ્યુનર કરતા લાંબો હશે. ફોર્ચ્યુનરની લંબાઈ 4795 mm છે. કાર છે કે ટ્રક, તમે કન્ફ્યુઝ થઈ જશો- અત્યાર સુધીની માહિતી અનુસાર ડબલ-કેબ બોડી સ્ટાઈલવાળી Hilux ભારતમાં વેચવામાં આવશે. ટ્રકનો દેખાવ કંઈક અંશે ફોર્ચ્યુનર જેવો હશે. હિલક્સનો પાછળનો ભાગ સામાન્ય નાના પરંપરાગત પિકઅપ ટ્રક જેવો હશે. જો આપણે ઈન્ટીરિયર વિશે વાત કરીએ, તો ઘણી રીતે સાધનો ફોર્ચ્યુનર જેવા હશે. એવું પણ માનવામાં આવે છે કે ડેશબોર્ડ, સ્ટીયરિંગ વ્હીલ અને સીટની ડિઝાઇન પણ ફોર્ચ્યુનર જેવી જ હશે. કિંમત- Hiluxની કિંમત વિશે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જો આપણે તેના પ્રતિસ્પર્ધી Isuzu D-Maxની કિંમત વિશે વાત કરીએ, તો તેની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત 18.05 લાખ રૂપિયાથી 25.60 લાખ રૂપિયાની વચ્ચે છે.