Toyota, Kia & Honda Cars Price Hike: કાર કંપનીઓ મોટાભાગે વર્ષમાં ઘણીવાર ગાડીઓની કિંમતો વધારી દીધી છે. સામાન્ય રીતે આ કેલેન્ડર વર્ષની શરૂઆતમાં અને પછી નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં થાય છે. હવે 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ (FY2024-25) શરૂ થવાનું છે, તો ઘણી કંપનીઓ પોતાની કાર્સની કિંમતોને વધારવાનું પ્લાનિંગ કરી રહી છે. ટોયોટો અને કિઆએ જાહેરાત પણ કરી દીધી છે. આ ઉપરાંત હોંડા પણ આગામી મહિનેથી પોતાની કાર્સની કિંમતો વધારી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Best mutual funds: મ્યૂચુઅલ ફંડે ખોલી દીધી 'કિસ્મત'... એક વર્ષમાં 70% નું રિટર્ન


ટોયોટા (Toyota)
ટોયોટાએ જાહેરાત કરી છે કે તે ભારતમાં કેટલાક મોડલના કેટલાક વેરિઅન્ટની કિંમતમાં વધારો કરશે. કિંમતોમાં લગભગ 1 ટકાનો વધારો થવાની શક્યતા છે. ટોયોટાનું કહેવું છે કે વધતા ખર્ચ અને ઓપરેટિંગ ખર્ચને કારણે કિંમતમાં વધારો થઈ રહ્યો છે. આ 1 એપ્રિલથી અમલમાં આવશે. ભારતમાં ટોયોટાની વર્તમાન લાઇનઅપમાં રૂ. 6.86 લાખથી રૂ. 2.10 કરોડની વચ્ચેના 10 થી વધુ મોડલનો સમાવેશ થાય છે.


Offer: Alto, Wagon R પર મોટું ડિસ્કાઉન્ટ, Celerio પર પણ છૂટ; 67000 સુધીની થશે બચત
જાણો સિંગર અનન્યા બિરલાની નેટવર્થ, મહિલાઓને બિઝનેસ શરૂ કરવામાં કરે છે મદદ


કિઆ (Kia)
Toyota સિવાય Kia એ બીજી કંપની છે જેણે તાજેતરમાં જ તેની કિંમત વધારવાની યોજના જાહેર કરી છે. આ કોરિયન કાર કંપની તેના મોડલની કિંમતમાં ત્રણ ટકા સુધીનો વધારો કરવા જઈ રહી છે. કંપનીએ કાચા માલના વધતા ભાવ, ઈનપુટ ખર્ચ અને સપ્લાય ચેઈનને ભાવ વધારા પાછળના કારણો ગણાવ્યા છે. Kia હાલમાં ભારતમાં ચાર મોડલ વેચે છે, જેની કિંમત રૂ. 7.99 લાખથી રૂ. 65.95 લાખ સુધીની છે.


Heart Attack થી બચાવશે આ Yellow Foods, બીપીથી માંડીને વજન ઘટાડવામાં પણ કરશે મદદ
ડાયટમાં સામેલ કરો આ 8 આઇટમ, પછી જુઓ...AI કરતાં પણ ફાસ્ટ કામ કરવા લાગશે દિમાગ!


હોન્ડા (Honda)
હોન્ડાએ હજુ સુધી કિંમતમાં વધારા અંગે સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ ઘણા ઓનલાઈન રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તે તેની કારની કિંમતમાં પણ વધારો કરશે. ભારતમાં હોન્ડાના વાહનોની વર્તમાન રેંજમાં Amaze, City (City Hybrid પણ) અને Elevate (એલિવેટ) નો સમાવેશ થાય છે. આ ત્રણેય મોડલની કિંમતોમાં વધારો થવાની સંભાવના છે. હાલમાં ભારતમાં હોન્ડા કારની કિંમત રૂ. 7.16 લાખથી રૂ. 20.39 લાખની વચ્ચે છે.


40 કરોડમાં વેચાઇ આ ગાય, ભારત સાથે છે ખાસ નાતો, ખૂબીઓ જાણીને રહી જશો દંગ
Resign બાદ Notice Period સર્વ જરૂરી હોય છે કે નહી? આ રહ્યો સાચો જવાબ