Notice Period Rules: રિઝાઇન બાદ નોટીસ પીરિયડ સર્વ જરૂરી હોય છે કે નહી? આ રહ્યો સાચો જવાબ

Resign rules: નોટીસ પીરિયડ (Notice Period) ને લઇને દરેક ઓફિસમાં ચર્ચા સામાન્ય વાત છે. ઘણી કંપનીઓમાં ત્રણ મહિના સુધીનો નોટીસ પીરિયડ (Notice Period) હોય છે, એવામાં સામેવાળી કંપની પણ જોઇનિંગ માટે એટલો સમય આપતી નથી. 

Notice Period Rules: રિઝાઇન બાદ નોટીસ પીરિયડ સર્વ જરૂરી હોય છે કે નહી? આ રહ્યો સાચો જવાબ

Labor laws: જોકે જ્યારે પણ કોઇપણ કંપનીમાં નોકરી જોઇન કરો છો તો તમારે ઘણા કાગળોનો એક કોન્ટ્રાક્ટ સાઇન કરાવવામાં આવે છે. તેમાં જ એક પેજ નોટિસ પીરિયડનો પણ ઉલ્લેખ હોય છે. જેમાં કંપનીએ સ્પષ્ટ લખ્યું હોય છે કેટલા મહિના અથવા દિવસનો નોટીસ પીરિયડ સર્વ કરવો પડશે. કંપનીનો તર્ક હોય છે કે તે આ પીરિયડમાં નવી હાયરિંગ કરશે અને તમારી જગ્યાએ બીજા વ્યક્તિને જોઇન કરાવશે. 

નોટીસ પીરિયડ (Notice Period) ને લઇને દરેક ઓફિસમાં ચર્ચા સામાન્ય વાત છે. ઘણી કંપનીઓમાં ત્રણ મહિના સુધીનો નોટીસ પીરિયડ (Notice Period) હોય છે, એવામાં સામેવાળી કંપની જોઇનિંગ માટે એટલો સમય નથી આપતી તો એમ્પ્લોઇ પર બંને તરફથી દબાણ હોય છે. ઘણીવાર બોસ નોટીસ પીરિયડ ઓછો કરવાની સ્પષ્ટ મનાઇ કરી દે છે. એવામાં પ્રશ્ન એ સામે આવે છે કે શું નોટીસ પીરિયડ સર્વ કર્યા વિના જ નોકરી (job) છોડી શકાય? 

કંપની ન કરી શકે બળજબરી
સૌથી પહેલાં તો જુઓ જે પોલિસી (Policy) પર તમે સહી કરી છે તેમાં નોટિસ પીરિયડની શું શરતો લખી છે. આ શરતોનું પાલન કરવાનું હોય છે. નોટીસ પીરિયડ (Notice Period) સર્વ કરવો દર વખતે જરૂરી હોતું નથી, પરંતુ તેનાથી આર્થિક નુકસાન વેઠવું પડે છે. ઘણી સેલરી અટકાવી દેવામાં આવે છે અને બાકી નાણા પણ આપવામાં આવતા નથી. પોલિસીમાં નોટીસ પીરિયડ (Notice Period) સર્વ ન કરવાની પણ શરતો લખેલી હોય છે. કોઇ કંપની બળજબરી તમારી પાસે નોટીસ પીરિયડ સર્વ કરાવી શકે નહી. ઘણી કંપનીઓમાં તેના બદલામાં રજા એડજસ્ટ થઇ જાય છે. તો બીજી તરફ પૈસા લઇને નોટીસ પીરિયડ માફ કરી શકે છે. કેટલીક કંપનીઓમાં બાય આઉટ પણ રૂલ હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news