4G ભૂલી જાવ, TRAI સચિવે કહ્યું ક્યારે ભારતમાં શરૂ થશે 5G સર્વિસ
દેશના ટેલિકોમ ક્ષેત્રમાં 2022 સુધી 5G ની શરૂઆત થઇ જશે અને તેની સાથે જ 5 વર્ષમાં ડિજિટલ પ્લેટફોર્મ પર પહોંચ ખૂબ વધી જશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના સચિવ એસકે ગુપ્તાએ આ વાત કહી હતી.
તેમણે કહ્યું કે કૃત્રિમ મેઘા અને બિગ ડેટા એનાલિટિક્સના ઉપયોગથી ગ્રાહકોના વ્યવહારમાં ખૂબ ફેરફાર આવશે. ગુપ્તાએ કહ્યું કે મીડિયા ઉદ્યોગમાં ભારે પરિવર્તન આવ્યું છે અને નવી ટેક્નોલોજીને અપનાવીને સફળતા પ્રાપ્ત કરી શકાશે.
7મું પગાર પંચ: PM મોદીએ કરોડો કર્મચારીઓને આપી જોરદાર ભેટ, જાણો પેંશનમાં થયો કેટલા ટકાનો વધારો
ભારતીય ઉદ્યોગ પરિસંઘના કાર્યક્રમને સંબોધિત કરતાં ગુપ્તાએ કહ્યું કે ટેલિકોમ ક્ષેત્રે 2022 સુધી 5G પહોંચી જશે. આગામી પાંચ વર્ષમાં ડિજિટલ પ્લેટફોર્મ સુધી પહોંચી ખૂબ ઝડપી બની જશે. આજે ભરતમાં 40 કરોડ લોકોની સારી ગુણવત્તાવાળા ઇન્ટરનેટ સુધી પહોંચ છે. એવામાં ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા મીડિયા સામગ્રીના ઉપયોગની ખૂબ વધુ સંભાવના છે.
તેની સાથે જ તેમણે કહ્યું કે સ્માર્ટફોનની સંખ્યા વધતાં મીડિયા સામગ્રીના વિકાસની પ્રકૃતિમાં ફેરફાર આવશે. ટ્રાઇના સચિવે મીડિયા ઉદ્યોગને કહ્યું કે તે ગ્રાહકોની આશાઓ પર ખરા ઉતરવાનો પ્રયાસ કરો અને તેમની માંગ પર ધ્યાન આપતાં આવી સામગ્રીનો વિકાસ કરે જેથી મીડિયા સામગ્રીનો ઉપયોગ વધી શકે.