TVS Jupiter Classic Special Edition: ઓગસ્ટ મહિના દરમિયાન દેશમાં સૌથી વધુ વેચાનાર સ્કૂટર હોંડા એક્ટિવા હતું. બજારમાં તેના સ્કૂટર્સ સાથે મુકાબલો છે, તેમાંથી એક ટીવીએસ જુપિટર છે. ટીવીએસ જુપિટર પણ ખૂબ પોપુલર છે. હવે કંપનીએ જુપિટર ક્લાસિક સ્પેશિયલ એડિશન લોન્ચ કર્યું છે. ટીવીએસ મોટરસાઇકલ કંપનીએ જુપિટર ક્લાસિક સ્પેશિયલ એડિશનને 85,866 રૂપિયા (એક્સ શો રૂમ) પર બજારમાં ઉતાર્યું છે. રેગુલર મોડલની તુલનામાં તેમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં કેટલાક એડિશનલ ફીચર્સ અને નવા કલર ઓપ્શન પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવું ટીવીએસ જુપિટર ક્લાસિક સ્પેશિયલ એડિશન બે કલર સ્કીમ- રીગલ પર્પલ અને મિસ્ટિક ગ્રેમાં રજૂ કરવામાં આવ્યું છે. તેના એન્જીન સસ્પેંશન અને બ્રેકિંગ સિસ્ટમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી. ટીવીએસ જુપિટર ક્લાસિક સ્પેશિયલ એડિશનમાં મિરર, વાઇઝર અને ફેંડર પર બ્લેક એલિમેંટ જોવા મળે છે. સ્કૂટરના ફ્રન્ટમાં 3ડી બ્લેક લોકો છે. તેમાં ડાયમંડ કપ એલોય વ્હીલ પણ આપવામાં આવ્યા છે. તેમાં નવું સ્પીડોમીટર ડાયલ અને યૂએસબી ચાર્જર પણ આપવામાં આવ્યું છે. સેફ્ટી કિટમાં ઓલ ઇન વન લોકિંગ સિસ્ટમ, ડિસ્ક બ્રેક અને એન્જીન કિલ સ્વીચ આપવામાં આવી છે. 


નવું ટીવીએસ જુપિટર ક્લાસિક સ્પેશિયલ એડિશન જૂન 110cc, સિંગલ -સિલિન્ડર એન્જીન સાથે આવે છે. જે 7500rpm પર 7.8bhp અને 5500rpm પર 8.8Nm આઉટપુટ આપે છે. તેમાં બે રાઇડિંગ મોડ ઇકો અને પાવર આપવામાં આવ્યા છે. સ્કૂટરમાં આગળ અને પાછળ ડિસ્ક બ્રેક મળે છે. સસ્પેંશનની વાત કરીએ તો તેમાં આગળ ટેલિસ્કોપિક ફોર્ક અને રિયરમાં 3 સ્ટેપ એડજસ્ટમેંટ સાથે ગેસ ચાર્જ શોક એબ્ઝોર્બર છે.  


અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં કંપનીએ જુપિટર મોડલ લાઇનઅપની કિંમતમાં 8.26 ટકા સુધીનો વધારો કર્યો હતો. હવે નીચલા વેરિએન્ટ- SMW, STD, ZX અને ZX ડિસ્ક- ક્રમશ: 69,571 રૂપિયા, 72,571, 76,846 અને 80,646 રૂપિયામાં ઉપલબ્ધ છે. તો બીજી તરફ જુપિટર સ્માર્ટએક્સનેક્ટની કિંમત 83,646 રૂપિયા, જુપિટર 125 ડ્રમ, 125 એલોય અને 125 ડિસ્ક વેરિએન્ટની કિંમત ક્રમશ: 81,725 ​​રૂપિયા, 83,825 અને 88,075 રૂપિયા છે. તમામ કિંમતો એક્સ-શો રૂમ છે.