TVS Launch કરશે પોતાની ફ્લેગશિપ બાઈક, જુઓ દમદાર ફીચર્સ અને શાનદાર લૂક
નવી દિલ્લીઃ TVS Motor એ પોતાની નવી અપડેટેડ TVS Apache RR310 2021 મોડલને આ મહિનાની 30 તારીખે લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીની આ ફ્લેગશિપ બાઈકને વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવાની યોજના હતી. જો કે કોરોના મહામારીની બીજી લહેરને કારણે બાઈકના લોન્ચિંગમાં થોડો વિલંબ થયો. દેશમાં હવે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. જેને જોતા કંપનીએ આ મસ્ક્યુલર બાઈકને લોન્ચ કરવાની તૈયારી કરી છે. આકર્ષક, સ્પોર્ટી લુક અને દમદાર એન્જીન સાથે આ બાઈકને નવા ફીચર્સ સાતે લોન્ચ કરવામાં આવશે. જેથી બાઈક ચાલકને શ્રેષ્ઠ રાઈડિંગ એક્સપિરીયન્સ મળશે.
આશા રાખવામાં આવી રહી છે કે TVS Apache RR310 2021 બાઈકમાં અનેક નવા અપડેટ કરવામાં આવ્યા છે. જેવા કે વધુ સારા ટાયર, ન્યુ ઈમ્પ્રુવ્ડ એન્જીન અને નવા ફીચર્સ સામેલ છે. એક્સટીરિયરમાં થનારા ફેરફારની વાત કરવામાં આવે તો આશા રાખવામાં આવી રહી છે કે નવી TVS Apache RR310માં ઈમ્પ્રુવ્ડ હેડલેમ્પ ડિઝાઈન આપવામાં આવી છે. જેથી બાઈકમાં નવો લુક જોવા મળશે. આ સિવાય બાઈકમાં નવી કલર સ્કિમ આપવામાં આવી છે.
આ બાઈકના એન્જીનમાં કેટલાક નાના-મોટા ફેરફાર જોવા મળી શકે છે. આ બાઈકમાં 310ccનું સિંગલ સિલિન્ડર એન્જીન આપવામાં આવ્યું છે. જે BMW G310R પર આધારિત છે. આ એન્જીન 34bhpનો પાવર જનરેટ કરે છે. આ બાઈકમાં 6-સ્પીડ મેન્યુલ ગીયરબોક્સ આપવામાં આવ્યું છે. બાઈકના ઓવરઓલ પાવર અને ટોર્ક આઉટપુટમાં વધુ ફેરફાર જોવા મળશે નહીં. આ પહેલા, બાઈકને 2020માં મિશેલિન(Michelin) રોડ 5 ટાયર સાથે અપડેટ કરવામાં આવી હતી, જો ગત મિશલિન પાયલટ સ્પોર્ટ્સના રિપ્લેસમેન્ટ પર આવ્યું હતું. 2021 માટે, બાઈકને TVS Protorq એક્સ્ટ્રીમ રેડિયલ રબર સાથે જોવા મળી શકે છે. Apache RR310 બાઈકમાં પહેલાથી જ 4 રાઈડિંગ મોડ્સ આપવામાં આવ્યા છે-સ્પોર્ટ, અર્બન, ટ્રેક અને રેન મોડ આપવામાં આવ્યા છે. આ સિવાય, બાઈકમાં ડ્યુઅલ ચેનલ ABS સાથે બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. નવી TVS Apache RR310 2021ની એક્સ શો રૂમ કિંમત 2.50 લાખથી 2.60 લાખ રૂપિયા રાખવામાં આવે તેવી સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube