તાલિબાનોનો ખાતમો કરનાર ભારતની જાંબાઝ પુત્રીની કહાની જાણીને ઉભા થઈ જશે રૂંવાળા! જાણો કોણ છે સુષ્મિતા બેનર્જી
INDIAN FEMALE KILLED TALIBAN AND ESCAPED FROM AFGHANISTAN: એક સમયે સુષ્મિતાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓને ઉતર્યા હતા મોતને ઘાટ. ત્યાર બાદ સુષ્મિતા ભારત આવી અને થોડા સમય પછી ફરી એકવાર અફઘાનિસ્તાનમાં જઈને ત્યાંની મહિલાઓના હક્કની લડાઈ લડવા લાગી!
Trending Photos
યશ કંસારા, અમદાવાદઃ હાલના દિવસોમાં અફઘાનિસ્તાન અને તાલિબાનની ચર્ચા જોર શોરથી ચાલી રહી છે. આ જ ચર્ચાથી યાદ આવે છે 1995ના અફઘાનિસ્તાનની. જ્યારે, એક ભારતની દિકરીએ સાહસ બતાવીને તાલિબાનીઓને મોતને ઘાટ ઉતર્યા હતા અને ભારત પરત ફરી હતી. આ કહાની છે કોલકતાની સુષ્મિતા બેનર્જીની. જેનો જન્મ કોલકતાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. સુષ્મિતાના પિતા સિવિલ ડિફેન્સ વિભાગમાં કામ કરતા હતા અને તેના માતા ઘર સાંચવતા હતા. સુષ્મિતા ત્રણ ભાઈઓ વચ્ચે એકલી બહેન હતી. સુષ્મિતાના જીવનમાં વળાંક ત્યારે આવ્યો, જ્યારે, તે એક અફઘાની યુવકના પ્રેમમાં પડી હતી. સુષ્મિતા કોલકતામાં એક થિયેટરમાં રિહર્સલ કરી રહી હતી. ત્યારે, તેનો સંપર્ક અફઘાની યુવક જાંબાઝ ખાન સાથે થયો હતો. જાંબાઝ બિઝનેસના કામથી અફઘાનિસ્તાથી કોલકતા આવતો રહેતો હતો. દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈ અને મિત્રતા પ્રેમમાં પરિવર્તીત થઈ હતી.
માતા-પિતાની મર્જી વિરૂધ્ધ કર્યા લગ્નઃ
સુષ્મિતાએ તેના માતા-પિતાના જાણ કર્યા વગર જ જાંબાઝ સાથે લગ્ન કરી લીધા હતા. કેમ કે, તેને ખબર હતી કે તેના માતા-પિતા આ લગ્નની મંજૂરી નહીં આપે. જ્યારે, સુષ્મિતાના પરિવારને આ લગ્ન વિશે ખબર પડતા જ પરિવારે સુષ્મિતા પર ડિવોર્સ લેવા માટે દબાણ કર્યું હતું. જોકે, તે તેના પતિ જાંબાઝને ડિવોર્સ આપવા તૈયાર ન હતી. અને આખરે તે 1993માં જાંબાઝ ખાન સાથે અફઘાનિસ્તાન ભાગી ગઈ હતી. ત્યારે, ત્યાં તાલિબાનોનો કબ્જો હતો. થોડાં દિવસો બાદ તાલિબાનોએ જાંબાઝને તો કોલકતા આવવાની પરવાનગી આપી હતી. પણ તાલિબાનોએ સુષ્મિતાને પરત આવવા પર રોક લગાવી હતી.
પતિના પહેલાં લગ્ન વિશે થઈ જાણઃ
અફઘાનિસ્તાન પહોંચવા પર સુષ્મિતાને જાણ થઈ હતી કે જાંબાઝના આ બીજા લગ્ને છે. જાંબાઝની પ્રથમ પત્નીનું નામ ગુલગટ્ટી હતું અને તેના જાંબાઝ સાથે લગ્ન 10 વર્ષ પહેલાં થયા હતા.
તાલિબાનોના કારણે જિંદગી બની નરકઃ
અફઘાનિસ્તાનમાં રહેતા સુષ્મિતાને થવા લાગ્યું કે તાલિબાનીઓ ઈસ્લામની કઈ અલગ જ રીતે લોકો સામે મુકી રહ્યા છે. મહિલા પોતાના પતિ સિવાય અન્ય કોઈ પુરુષ સાથે વાત નહોતી કરી શકતી અને ન તો એકલી ઘરની બહાર નીકળી શકતી હતી. મહિલાઓ સારવાર માટે હોસ્પિટલ પણ નહોતી જઈ શકતી કેમ કે ત્યાં એમને પુરુષ ડૉક્ટરો ચકાસતા હતા. અને કોઈ મહિલા આ વાતનો વિરોધ કરતી. તો તેને મોતને ઘાટ ઉતરવામાં આવતી હતી.
સુષ્મિતાએ અફઘાનિસ્તાનથી ભાગવા લીધો નિર્ણયઃ
સુષ્મિતાએ જોયું કે તેની ભાભીનું આઠમાં બાળકને જન્મ આપતા મોત થયું હતું. કેમ કે તેને સારવાર ન મળી હતી. તેની ભાભીએ છોકરાને જન્મ આપ્યો હતો, જેથી પરિવારમાં ખુશી હતી. પણ કોઈને તેની ભાભીના મોતનું દુખ ન હતું. આ વાત તેના મગજમાં છપાઈ ગઈ ત્યારબાદ તેણે એક ક્લિનીક શરૂ કર્યું હતું. જેમાં, તે મહિલાઓને તેમના હકો વિશે સમજાવતી હતી. 1995માં તેના ક્લિનીક વિશે લોકોને જાણ થઈ હતી. જેની સજાના ભાગરૂપે તેને જાહેરમાં ફટકારવામાં આવી હતી. જેનો વિરોધ તેના પરિવારે પણ નહતો કર્યો. જેથી સુષ્મિતાએ ત્યાંથી ભાગવાનો નિર્ણય લીધો હતો.
ત્રણ વાર સુષ્મિતાએ ભાગવાનો કર્યો પ્રયાસઃ
સુષ્મિતા જ્યારે પ્રથમ વખત ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે, તે પાકિસ્તાનના ઈસ્લામાબાદ સુધી પહોંચી હતી. ત્યાં તેમણે ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેમને છેતરવામાં આવ્યા અને તેમને પરત તાલિબાનોને સોંપવામાં આવી હતી. બીજી વખત પણ સુષ્મિતા ચાલીને પાકિસ્તાન સુધી પહોંચી હતી. ત્યારે, પણ તાલિબાનોએ તેને પકડી લીધી હતી અને તેના 22 જુલાઈ 1995ના રોજ મોતની સજા આપવાનું નક્કી કરાયું હતું. જે ગામમાં સુષ્મિતા રહેતી હતી. તે ગામના સરપંચના છોકરાની તાલિબાનોએ હત્યા કરી હતી. જેના કારણે તે તાલિબાનોના વિરોધમાં આવ્યો હતો. જેથી તેણે સુષ્મિતાને ભાગવામાં મદદ કરી હતી. અને ત્રીજા પ્રયાસમાં સુષ્મિતાએ AK47થી ત્રણ તાલિબાનોને મોતના ઘાટે ઉતર્યા હતા. 12 ઓગસ્ટ 1995ના રોજ તે કાબૂલ પહોચી હતી અને ત્યાં તેને ભારતના વીઝા અને પાસપોર્ટ મેળવ્યા હતા. અને તે ભારત પરત આવી હતી.
એક વખત ફરી સુષ્મિતા ગઈ અફઘાનિસ્તાનઃ
ભારતમાં આવી સુષ્મિતાએ ઘણી બધી પુસ્તકો લખી હતી. પરંતુ, ફરી તેને અફઘાનિસ્તાન જવું હતું. સુષ્મિતાના અફઘાનિસ્તાન પરત જવાના બે કારણો હતા. એક કારણ તેણે દત્તક લીધેલી બાળકી અને બીજું કારણે તેણે અફઘાનિસ્તાનમાં પુસ્તકો લખવી હતી. તે અફઘાનિસ્તામાં મહિલાઓના હક માટે લડવા માગતી હતી. 2013માં સુષ્મિતા ફરીએકવાર અફઘાનિસ્તાન પહોંચી અને તેણે ત્યાંની મહિલાઓના સ્વાસ્થય અંગે કામ કરવાનું શરૂ કર્યું. દરમિયાન તે ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ બનાવી રહી હતી.
તાલિબાનોએ કરી સુષ્મિતાની હત્યાઃ
તાલિબાનો એક રાતે જબરદસ્તીથી સુષ્મિતાના ઘરમાં ઘૂસ્યા હતા. જ્યાં, તાલિબાનોએ તેના પતિને બાંધી દિધો હતો અને સુષ્મિતાનું અપહરણ કરી લીધું હતું. બીજા દિવસ સુષ્મિતાની લાશ મળી હતી અને તેને 20 ગોળીઓ મારવામાં આવી હતી. તે સમયે તો તાલિબાની સંગઠને તેની હત્યા ન કરી હોવાની વાત કરી હતી. પણ પછીથી તાલિબાને કહ્યું હતું કે, સુષ્મિતા R&AW માટે કામ કરતી હતી એટલે તેને મારવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે