એકવાર ચાર્જ કરો 323km દોડશે, એકસાથે ખેંચી શકે છે 2 ટ્રક, 7 સેકન્ડમાં પકડે છે 100ની સ્પીડ
Ultraviolette F77 Mach 2 Launched: ભારતીય કંપનીની આ ઇ-બાઇક ખૂબ સ્પોર્ટી ડિઝાઇન કરી છે અને ઘણી ક્ષમતાઓથી સજ્જ છે. કંપનીનો એ પણ દાવો છે કે આ દુનિયાની સૌથી એડવાન્સ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ છે.
Ultraviolette F77 Mach 2 electric bike: બેંગલુરૂ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર અકંપની અલ્ટ્રાવોયલેટ (Ultraviolette) ને ભારતમાં પોતાની નવી ઇલેક્ટ્રિક બાઇક F77 Mach 2 એ લોન્ચ કરી દીધી છે. આ ઇ-બાઇક અલ્ટ્રાવાયલેટ F77 નું અપગ્રેડ વર્જન છે જેને થોડ વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીની આ નવી બાઇક ખૂબ પાવરફૂલ ઇલેક્ટ્રોક મોટરથી સજ્જ છે. કંપની ત્યાં સુધી દાવો કર્યો છે કે આ ઇલેક્ટ્રિક બાઇક એકસાથે બે ટ્રકને ખેંચી શકે છે.
Aam Manorath: શું હોય છે 'આમ મનોરથ'? મુકેશ અંબાણી સાથે છે આ ખાસ કનેક્શન
ભારતીય અકંપની આ ઇ-બાઇકને ખૂબ સ્પોર્ટી ડિઝાઇન કરી છે અને ઘણી ક્ષમતાઓથી સજ્જ છે. કંપનીએ એ પણ દાવો કર્યો છે કે દુનિયાની સૌથી એડવાન્સ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ છે. તો ચાલો આ બાઇકની કિંમત, રેંજ અને ફીચર્સ વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
કેટલી છે કિંમત
અલ્ટ્રાવાયોલેટ F77 Mach 2 (Ultraviolette F77 Mach 2) બે વેરિઅન્ટ સ્ટાન્ડર્ડ અને રેકોનમાં લોન્ચ કરવામાં આવી છે, જેની કિંમત 2.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જોકે, આ કિંમત માત્ર પ્રથમ 1000 ગ્રાહકો માટે જ નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ બાઇકની કિંમત વધીને 3,99,000 રૂપિયા થઈ જશે. ગ્રાહકો આ બાઇકને 9 વિવિધ રંગોમાં ખરીદી શકાશે. F77 Mach 2 ની ડિઝાઇન તેના પહેલાના વર્ઝનમાંથી લેવામાં આવી છે. જોકે, બાઈકની બેટરી, કમ્પોનન્ટ્સ અને ઘણા ઈન્સ્ટ્રુમેન્ટ સંપૂર્ણપણે અપડેટ થઈ ગયા છે. આ ઈ-બાઈકનું બુકિંગ 24 એપ્રિલે સાંજે 4 વાગ્યાથી કંપનીની વેબસાઈટ પર શરૂ થઇ ગયું છે, જ્યાં તેને 5,000 રૂપિયામાં બુક કરી શકાય છે.
Doob Ghas Ke Fayde: ક્યારેય પીધો છે દુર્વાનો જ્યૂસ, ફાયદા જાણશો તો આજથી જ શરૂ કરી દેશો
Rajyog 2024: મે મહિનામાં વૃષભ રાશિમાં બનશે માલવ્ય રાજયોગ, 3 રાશિના લોકો થશે માલામાલ
પાવરફૂલ છે બેટરી અને મોટર
કંપનીએ F77 Mach 2ના સ્ટાન્ડર્ડ મોડલમાં 27kWની મોટર લગાવી છે, જ્યારે Recon માં 30kW ની મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઈ-બાઈકમાં સ્ટાન્ડર્ડ મોડલમાં 7.1kWh ક્ષમતાની બેટરી છે અને રેકોનમાં 10.3kWh ક્ષમતાની બેટરી છે, જે ટુ-વ્હીલરમાં અત્યાર સુધીની સૌથી મોટી બેટરી છે. આ બેટરીની ઈ-બાઈક 323kmની સિંગલ ચાર્જ રેન્જ મેળવે છે. પાવરફુલ મોટરના કારણે આ ઈ-બાઈક માત્ર 7 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ગતિ પકડી લે છે.
Priyadarshini Raje: ગ્વાલિયરની મહારાણી અને ગુજરાતની 'રાજકુવરી'ની સુંદરતા સામે ફીકી લાગે છે બોલીવુડની અભિનેત્રીઓ
New Business: હવે સસ્તા ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને એસી વેચશે મુકેશ અંબાણી
ફીચર્સ પણ છે દમદાર
આ ઈ-બાઈક માત્ર પાવરમાં જ નહીં પરંતુ ફીચર્સમાં પણ પાવરફુલ છે. બાઇકમાં ત્રણ રાઇડ મોડ્સ સાથે 5 ઇંચની TFT ડિસ્પ્લે, ઓટો ડિમિંગ હેડલાઇટ હિલ હોલ્ડ, ABS, ડાયનેમિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવા મહત્વના ફીચર્સ આપવામાં આવ્યા છે. બાઇકમાં 9 લેવલમાં રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ છે જે હાઇ સ્પીડ પર બાઇકને ઝડપથી રોકવામાં મદદ કરે છે અને બેટરી પણ ચાર્જ કરે છે.
1 પર 3 બોનસ શેર આપવાની જાહેરાત, 334% વધ્યો કંપનીનો નફો, 1 વર્ષમાં 315% વધ્યો ભાવ
TMKOC: ક્યાં ગાયબ થયા 'તારક મહેતા' ના 'સોઢી' પોલીસે નોંધી ગુમ થયાની ફરિયાદ
જો આ ઇ-બાઇકના કેટલાક અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં પ્રી લોડ એડજસ્ટમેંટૅ સાથે યૂએસડી ફ્રંટ ફોર્ક, રિયલ મોનોશોક 320mm ફ્રંટ ડિસ્ક બ્રેક 17 ઇંચના એલોય વ્હીલ્સ મળે છે. કંપનીનો દાવોક હ્હે કે આ બાઇકને 1,00,000 કિલોમીટર સુધી ચલાવ્યા બાદ પણ તેની બેટરી 95% સુધી બેચે છે. તો બીજી તરફ ઇ-બાઇક 15,000 કિલો સુધીનું વજન પણ ખેંચી શકે છે. થોડા મહિનાઓ પહેલા, આ બાઇકની બે ટ્રકને એકસાથે ખેંચીને તેની ટોઇંગ ક્ષમતાનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.
અગસ્ત્ય પંડ્યા બન્યા મોટા ભાઇ, IPL ની વચ્ચે હાર્દિક-કૃણાલના ઘરે ગૂંજી કિલયારી
ભારતીય ફૂડમાં કેન્સર પેદા કરનાર કેમિકલ? 527 પ્રોડક્ટમાં મળ્યા એથિલીન ઓક્સાઇડ