અગસ્ત્ય પંડ્યા બન્યા મોટા ભાઇ, IPL ની વચ્ચે હાર્દિક-કૃણાલના ઘરે ગૂંજી કિલયારી
આઇપીએલ 2024 ની વચ્ચે પંડ્યા બ્રધર્સના ઘરે મોટી ખુશખબરી આવી છે. હાર્દિકના ભાઇ કૃણાલ પંડ્યા બીજીવાર પિતા બન્યા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની જાણકારી આપી છે.
Trending Photos
Krunal Pandya Son: આઇપીએલ 2024 ની વચ્ચે પંડ્યા બ્રધર્સના ઘરમાં મોટી ખુશખબરી આવી છે. હાર્દિકના ભાઇ કૃણાલ પંડ્યા બીજી વાર પિતા બન્યા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની જાણકારી આપી છે. કૃણાલ પંડ્યાની પત્ની પંખુડી શર્માએ પુત્રને જન્મ આપ્યો છે. આઇપીલની વચ્ચે આ પંડ્યા ફેમિલી માટે ખુશીની પળ છે. હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડીયન્સની કેપ્ટનશિપ કરી રહ્યા છે, જ્યારે કૃણાલ પંડ્યા કેએલ રાહુલની કેપ્ટનશિપવાળી લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો ભાગ છે.
Whatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકી
Muhurt: આવતીકાલે સૂર્ય જશે ભરણી નક્ષણમાં આ અઠવાડિયે ગુરૂનું રાશિ પરિવર્તન
કૃણાલે એક્સ પર નવજાત પુત્રના ફોટા શેર કરતાં આ જાણકારી આપી છે. તેમણે પત્ની પંખુરી શર્મા અને બંને બાળકો સાથે ફોટો શેર કરતાં લખ્યું છે કે -વાયુ કૃણાલ પંડ્યા. આ સાથે જ તેમણે બાળકની જન્મ તારીખ પણ જણાવી છે. તે મુજબ કૃણાલના બીજા પુત્રનો જન્મ 21 એપ્રિલના રોજ થયો છે. સોશિયલ મીડિયા પર ઓલરાઉન્ડર માટે શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો છે.
Vayu Krunal Pandya
21.04.24 💙🪬 🌍 pic.twitter.com/TTLb0AjOVm
— Krunal Pandya (@krunalpandya24) April 26, 2024
કવિર છે મોટો પુત્ર
તમને જણાવી દઈએ કે કૃણાલ પંડ્યાને પહેલેથી જ એક પુત્ર છે. તેમના મોટા પુત્રનું નામ કવિર છે. કૃણાલના મોટા પુત્રનો જન્મ વર્ષ 2022માં 24મી જુલાઈના રોજ થયો હતો. ત્યારે પણ તેણે તેની પત્ની સાથેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે કૃણાલ પંડ્યાએ ડિસેમ્બર 2017માં પંખુરી શર્મા સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા બંને ઘણા વર્ષો સુધી ડેટ કરી રહ્યા હતા. આ પહેલા પંખુરી IPLની અલગ-અલગ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી હતી. આ દરમિયાન તે કૃણાલ માટે ચીયર કરતી જોવા મળી હતી.
Tata Punch ની કટ્ટર 'દુશ્મન' આ SUV આપે છે 27km માઇલેજ, કિંમત પણ વધુ નથી
માઇલેજમાં મસ્ત છે આ 5 સ્કૂટર, આખું ગામ ફરશો તો ખૂટશે નહી પેટ્રોલ, જાણો કિંમત
કૃણાલ પંડ્યાની પોતાના ભત્રીજા અગસ્ત્ય સાથે પણ સારી બોન્ડીંગ છે. તે મોટાભાગે તેની સાથે રમતાં જોવા મળે છે. અગસ્ત્ય કૃણાલના નાના ભાઇ હાર્દિકનો પુત્ર છે. જો આ આઇપીએલની વાત કરીએ તો હજુ સુધી કૃણાલનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. તેમણે આઠ મેચમાં 58 રન બનાવ્યા છે. જેમાં હાઇએસ્ટ સ્કોર 43 છે. તો બીજી તરફ બોલીંગમાં તે ફક્ત 5 વિકેટ લઇ શક્યા છે. તેમાં પન તેમના બેસ્ટ 11 રન આપીને 3 વિકેટ છે.
9 લાખની ગાડીમાં 80 લાખવાળી ઇજ્જત, મધ્યમવર્ગની છે રેંજ રોવર, ટપોટપ થઇ રહી છે બુક
2 BHK ફ્લેટમાં Centralized AC માટે કેટલા ખર્ચવા પડશે રૂપિયા? અહીં મળશે દરેક જાણકારી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે