નવી દિલ્લી: કેન્દ્ર સરકાર ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત નોન પર્સનલ ડેટા શેર કરવા માટે નિયમ બનાવવા પર વિચાર કરી રહી છે. સરકારના એક અધિકારીએ જણાવ્યું કે નિયમોમાં ગુમનામ ડેટા શેર કરવા માટે મૂલ્ય નિર્ધારણ અને સરકારની કલ્યાણકારી યોજનાઓની દક્ષતાને સમર્થન આપવા માટે ફ્રી સરકારી પહોંચની જોગવાઈ સામેલ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોન પર્સનલ ડેટામાં એવી જાણકારી સામેલ હોય છે, જેનાથી કોઈ વ્યક્તિની ઓળખ ઉજાગર થતી નથી. હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય આ રીતના ડેટાને શેર કરવા માટે ગાઈડલાઈન્સ બનાવી શકે છે. અધિકારીએ કહ્યું કે આ પ્રકારના ડેટાને શેર કરવા માટે માપદંડ નક્કી કરાશે. જેથી તેનો ઉપયોગ માત્ર વિશિષ્ટ ઉદ્દેશ્યો માટે કરવામાં આવે. જેના માટે તેને શેર  કરવામાં આવે છે.


કમિટીએ રિપોર્ટ સોંપ્ચો:
નોન પર્સનલ ડેટા માટે નિયામક સંરચના પર કામ કરવા માટે 2020માં ઈન્ફોસિસના પૂર્વ સીઈઓ કૃષ ગોપાલકૃષ્ણનની અધ્યક્ષતામાં એક અન્ય સમિતિની રચના કરવામાં આવી હતી. તેણે હિતધારક પરામર્શના અનેક તબક્કા આયોજિત કર્યા છે અને પોતાનો રિપોર્ટ આઈટી મંત્રાલયને સોંપી દીધો છે.


આ પણ વાંચોઃ ધમાકેદાર લુક સાથે લોન્ચ થયા Nokia ના આ 3 સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત


કેમ જરૂર પડી:
ભારતની પાસે પર્સનલ કે નોન-પર્સનલ ડેટાને નિયંત્રિત કરવાની કોઈ નીતિ નથી. સરકારે કહ્યું કે તે વિકાસને સમર્થન આપવામાં મદદ કરવા માટે આ ડેટાને સ્ટાર્ટ અપની સાથે શેર કરશે. ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છેકે તેનો ઉદ્દેશ્ય ખુલા ડેટાની સાથે વધારેમાં વધારે નાગરિક જાગૃતતા, ભાગીદારી અને જોડાણ સુનિશ્વિત કરવું, રાષ્ટ્રીય મહત્વના ડેટા સેટની ઉપલબ્ધતામાં વધારો કરવો અને શેર કરવા માટે જરૂરી ડેટા સેટની ઓળખ કરવી અને સુરક્ષિત ડેટા શેર કરવા અને ગોપનીય નીતિ, માપદંડની સાથે સમગ્ર અનુપાલનમાં સુધારો કરવાનો છે. 


ટેન્ક પોલિસી થિંક ધ ડાયલોગના સંસ્થાપક કાસિમ રિઝવીએ કહ્યું કે નોન-પર્સનલ ડેટા શેર કરવા માટે નિયમ લાવવાનો સરકારનો વિચાર તેના મૂલ્યને અનલોક કરવામાં મદદ કરી શકે છે. તેમણે કહ્યું કે સૌથી પહેલાં ડેટા શેર સિસ્ટમ સ્વૈચ્છિક હોવી જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube