ધમાકેદાર લુક સાથે લોન્ચ થયા Nokia ના આ 3 સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત

Nokia Smartphones launched in India: કંપનીનો દાવો છે કે આ ત્રણેય સ્માર્ટફોન 3 દિવસની બેટરી લાઇફ આપે છે. ખાસ વાત છે કે આ હેન્ડસેટની બેટરીને AI-પાવર્ડ બેટરી સેવિંગ મેનેજમેન્ટનો સપોર્ટ મળ્યો છે. 

 ધમાકેદાર લુક સાથે લોન્ચ થયા Nokia ના આ 3 સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત

નવી દિલ્હીઃ Nokia Smartphones launched in India: નોકિયા (Nokia)એ ભારતીય બજારમાં પોતાના 3 સ્માર્ટફોન Nokia G22, C32 અને C22 ને લોન્ચ કરી દીધા છે. આ મહિને કંપનીએ Nokia X30 5G લોન્ચ કર્યા બાદ, હવે 3 બજેટ અને મિડ-રેન્જ ફોન લોન્ચ કર્યાં છે. કંપનીનો દાવો છે કે આ ત્રણેય સ્માર્ટફોન 3 દિવસની બેટરી લાઇફ આપે છે. ખાસ વાત છે કે આ હેન્ડસેટની બેટરીને AI-પાવર્ડ બેટરી સેવિંગ મેનેજમેન્ટ સપોર્ટ મળ્યો છે, જેનાથી યૂઝર્સને વધુ બેકઅપ મળશે. આ સિવાય નોકિયાના લેટેસ્ટ ફોન્સમાં એચડી ડિસ્પ્લેથી લઈને મિડ-રેન્જ સુધીનું પ્રોસેસર આપવામાં આવ્યું છે. 

Nokia C32 ના સ્પેસિફિકેશન
કર્વ્ડ HD+ LCD
50MP નો કેમેરો
Unisoc SC9863A પ્રોસેસર
8MP સેલ્ફી કેમેરો
5000mAh બેટરી
Android 13 ઓપરેટિંગ સિસ્ટમ

નોકિયાના આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચની કર્વ્ડ HD+ LCD ડિસ્પ્લે છે, તેમાં ફેસ અનલોકની સાથે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે. આ સિવાય ફોનમાં ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 50MP નો મેન લેન્સ અને 2MP નું મેક્રો સેન્સર છે. જ્યારે સેલ્ફી માટે ફ્રંટમાં  8MP નો કેમેરો છે. આ સિવાય કેમેરા નાઇટ, પોટ્રેટ અને HDR મોડ સપોર્ટ કરે છે. 

સારા પરફોર્મેંસ માટે કંપનીએ આ મોબાઇલ ફોનમાં Unisoc SC9863A ચિપસેટની સાથે 4GB સુધીની રેમ અને 128GB સુધીનું ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જેને માઇક્રો એસડી કાર્ડથી વધારી શકાય છે. આ સિવાય ફોનમાં 10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરનાર 5000mAh ની બેટરી મળે છે. આ ફોન એન્ડ્રોઇડ 13 પર કામ કરે છે. 

Nokia C22 માં મળશે આ ફીચર
HD+ ડિસ્પ્લે
Unisoc 9863A1 ચિપસેટ
3GB RAM
64GB સ્ટોરેજ
13MP કેમેરા
8MP સેલ્ફી કેમેરો
5000mAh બેટરી
Android 13 ઓપરેટિંગ સિસ્ટમ

નોકિયાના આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચની  HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. શાનદાર ફોટો ક્લિક કરવા માટે મોબાઇલ ફોનમાં 13MP ડ્યુઅલ કેમેરાની સાથે 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળે છે. આ સિવાય હેન્ડસેટમાં Unisoc 9863A1 પ્રોસેસર સહિત 3GB RAM અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેને માઇક્રો એસડી કાર્ડની મદદથી 256 જીબી સુધી વધારી શકાય છે. સાથે ફોનમાં 10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ 5000mAh ની બેટરી મળે છે. આ ફોન Android 13 ઓએસ પર કામ કરે છે. 

Nokia G22 ના આ છે ફીચર્સ
Unisoc T606 ચિપસેટ
6GB RAM
HD+ ડિસ્પ્લે
50MP કેમેરો
5050mAh બેટરી

આ સ્માર્ટફોનમાં Unisoc T606 ચિપસેટ, 6GB RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. તેમાં 6.5 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે મળે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં  50MP નો મેન લેન્સ, 2MP નો ડેપ્થ લેન્સ અને 2MP નું માઇક્રો સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં પાવર આપવા માટે 5050mAh ની બેટરી આપવામાં આવી છે. આ બેટરી 20W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 

કેટલી છે ત્રણેય સ્માર્ટફોનની કિંમત
સૌથી પહેલા  Nokia C32 સ્માર્ટફોનની વાત કરીએ તો તેની શરૂઆતી કિંમત 129 યૂરો (આશરે 11309 રૂપિયા) છે. આ ફોન ગ્રાહકો માટે  Charcoal, Autumn Green અને  Beach Pink કલરમાં ઉપલબ્ધ છે. હવે નોકિયા સી22 અને Nokia G22 પર આવીએ તો તેની શરૂઆતી કિંમત આશરે 109 યૂરો (9556 રૂપિયા) અને 179 યૂરો (15694 રૂપિયા) રાખવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news