નવી દિલ્હીઃ Vivo નો શાનદાર 5G ફોન Vivo Y72 5G આજે ભારતમાં લોન્ચ થઈ ગયો છે. નવો વીવો ફોન ઓરિજનલ વીવો Y72 થી થોડો અલગ છે. Vivo Y72 5G ડ્યુઅલ રિયર કેમેરા અને એક ક્વાલકોમ સ્નેપડ્રેગન 480 SoC ની સાથે આવ્યો છે. વીવોએ એક સારો ગેમિંગ અનુભવ આપવા માટે પોતાના લેટેસ્ટ મોડલનું અલ્ટ્રા ગેમ મોડ અને એસ્પોર્ટ્સ મોડની સાથે ઉતાર્યો છે. મહત્વનું છે કે લોન્ચ પહેલા જ ફોનના ફીચર્સ અને કિંમત લીક થઈ ગયા હતા. તો આવો જાણીએ ફોનની કિંમત અને સ્પેસિફિકેશન્સ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vivo Y72 5G ની ભારતમાં કિંમત અને લોન્ચ ઓફર્સ
ભારતમાં વીવો  Y72 5G ને 8જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 20,990 રાખવામાં આવી છે. વીવોના આ ફોનને તમે એમેઝોન, ફ્લિપકાર્ટ અને વીવો ઈન્ડિયાના ઈ-સ્ટોર પરથી ખરીદી શકો છો.  Vivo Y72 5G પર લોન્ચ ઓફર હેઠળ એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને કોટક બેન્કના ક્રેડિટ કાર્ડ કે ઈએમઆઈ પર ફોન ખરીદવા સમયે ગ્રાહકોને 1500 રૂપિયાનું કેશબેક મળશે. આવ સાથે ગ્રાહકોને વન-ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ, ઝીરો ડાઉન પેમેન્ટ અને 10 હજાર રૂપિયા સુધીના જીયો બેનિફિટ મળી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ 4 કેમેરા, મોટી સ્ક્રીન સાથે લોન્ચ થશે Nokia ખાસ સ્માર્ટફોન, જાણો તેની ખાસિયત


Vivo Y72 5G ના સ્પેસિફિકેશન્સ
વીવોનો આ ફોન એન્ડ્રોયડ 11 બેસ્ડ ફનટચ ઓએસ 11.1 પર ચાલે છે. Y72 5G માં 6.58 ઇંચની ફુલ-એચડી+ (1,080x2,408 પિક્સલ) આઈપીએસ ડિસ્પ્લે છે, જે 90 હર્ટર્ઝ રિફ્રેશ રેટની સાથે આવે છે. ફોન 8 જીબી રેમની સાથે એક ઓક્ટા-કોર Qualcomm Snapdragon 480 SoC પ્રોસેસરથી લેસ છે. ફોન ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપની સાથે લોન્ચ થયો છે. જેનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલ અને સેકેન્ડરી 2 મેગાપિક્સલનો છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ 11 રૂપિયામાં 1GB ડેટા મળશે અને વર્ષભર ચાલશે, જુઓ Jioની શાનદાર ઓફર


Vivo Y72 5G ફોન 128GB ઓનબોર્ડ સ્ટોરેજની સાથે આવે છે. Vivo Y72 5G માં18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5,000mAh ની બેટરી છે. આ સિવાય ફોનનું વજન 185.5 ગ્રામ છે. કનેક્ટિવિટી ફીચરમાં 5જી, 4જી એલટીઈ, વાઇ-ફાઇ, બ્લૂટીથ વી5.1, જીપીએસ-એ-જીપીએસ અને એક યૂએસબી ટાઇપ-સી પોર્ટ સામેલ છે. ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube