4 કેમેરા, મોટી સ્ક્રીન સાથે લોન્ચ થશે Nokia ખાસ સ્માર્ટફોન, જાણો તેની ખાસિયત

નોકિયા કંપની હવે સ્માર્ટફોન માર્કેટમાં પોતાનો કબજો જમાવવા ઈચ્છે છે. કંપની 27 જુલાઈએ ભારતમાં પોતાનો વધુ એક ફોન લોન્ચ કરવા જઈ રહી છે.   

Updated By: Jul 14, 2021, 03:28 PM IST
4 કેમેરા, મોટી સ્ક્રીન સાથે લોન્ચ થશે Nokia ખાસ સ્માર્ટફોન, જાણો તેની ખાસિયત

નવી દિલ્હીઃ નોકિયા (Nokia) નો નવો સ્માર્ટફોન આવી રહ્યો છે. નોકિયા મોબાઇલે ટ્વિટર પર એક ટીઝર પોસ્ટ કર્યું છે.  Nokia નો નવો ફોન 27 જુલાઈએ લોન્ચ થશે. ટીઝરમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્માર્ટફોન એટલો મજબૂત હસે કે તમારે ફોન માટે ક્યારેય કેસની જરૂર નહીં પડે. નોકિયા મોબાઇલના ટીઝરમાં સ્માર્ટફોનની પાછળ એક મેસેજ લખ્યો છે, અમારા નવા નોકિયા ફોનમાં તમારે કેસની જરૂર નહીં પડે. 

2 કલર ઓપ્શનમાં આવી શકે છે આ સ્માર્ટફોન
નોકિયા પાવરયૂઝરના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે નવો સ્માર્ટફોન Nokia XR20 હોઈ શકે છે જે નોકિયા X20 નું રગ્ડ વર્ઝન હશે. નોકિયા XR20 ને પહેલા ગીકબેંચ પર જોવા મળ્યો હતો, ત્યાંથી માહિતી મળી છે કે આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 480 5G પ્રોસેસરથી પાવર્ડ હશે. ત્યારબાદ રિટેલર લિસ્ટિંગથી ખુલાસો થયો કે  Nokia XR20 સ્માર્ટફોન બ્લૂ અને ગ્રે કલર ઓપ્શનમાં આવશે. 

ફોનના બેકમાં હોઈ શકે છે 4 કેમેરા
નોકિયાના 27 જુલાઈએ લોન્ચ થઈ રહેલા આ સ્નાર્ટફોનમાં 6.67 ઇંચની ડિસ્પ્લે હોઈ શકે છે. ટીઝર ઇમેજથી ખ્યાલ આવે છે કે ફોનના બેકમાં ક્વોડ કેમેરા સેટઅપ હોય શકે છે. ફોનના બેકમાં મેન કેમેરો 48 મેગાપિક્સલનો હોઈ શકે છે. નોકિયાપાવરયૂઝર રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ફોનના ફ્રંટમાં મેન કેમેરો 8 મેગાપિક્સલનો હોઈ શકે છે. નોકિયાનો આ ફોન  Android 11 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવી શકે છે. ફોનમાં 4,630 mAh ની બેટરી હોઈ શકે છે. સિક્યોરિટી માટે ફોનમાં ફેસ  ID અને ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube