Vivo Z1X થયો લોન્ચ, જાણો શું છે ખાસ, મેળવો 1250 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ
Vivo Z1X: આ સ્માર્ટફોનની કિંમત 16990 રૂપિયા છે. એસડીએફસી બેન્કનું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ યૂઝ કરવા પર 1250 સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.
નવી દિલ્હીઃ ચાઇઝનીસ સ્માર્ટફોન મેકર વીવો (Vivo)એ શુક્રવારે ભારતીય બજારમાં Z સિરીઝમાં વધુ એક સ્માર્ટફોન Vivo Z1Xને લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર અને AIની સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેની બેટરી 4500mAhની છે. આ સ્માર્ટફોનનો પ્રથમ સેલ 13 સપ્ટેમ્બરથી ફ્લિપકાર્ટ (Flipkart) પર શરૂ થશે.
આ સ્માર્ટફોનની કિંમત 16990 રૂપિયા છે. એસચીએફસી બેન્કના ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા પર 1250 સુધીના ડિસ્કાઉન્ટનો લાભ મળશે. ક્રિડેટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 1000 સુધીનું સીધુ ડિસકાઉન્ટ મળી જશે. ડેબિટ કે ક્રેડિટ કાર્ડના માધ્યમથી EMIથી ફોન લેવા પર વધારાનું 250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. મહત્વનું છે કે ફોન ઝીકો ટકા EMI પર મળી રહ્યો છે. આ સિવાય ડેમેજ અને ડિફેક્ટ પ્રોટેક્શન પણ મળી રહ્યું છે.
સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનને બે વેરિએન્ટ 6GB+64GB અને 6GB+128GBમા લોન્ચ કરવામાં આવ્યો છે. તેમાં ફ્યૂઝન બ્લૂ અને ફેન્ટમ પર્પલ કલરનો ઓપ્શન આપવામાં આવી રહ્યો છે. 48MP+8MP+2MPનું ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી કેમેરા 32 મેગાપિક્સલ છે. તેની સ્ક્રીન 6.38 ઇંચ છે. આ સ્માર્ટફોનમાં ક્વોલકમ સ્નેપડ્રેગન 712 પ્રોસેસર છે. મહત્વનું છે કે 6GB+64GBની કિંમત 16990 રૂપિયા અને 6GB+128GBની કિંમત 18990 રૂપિયા છે.