નવી દિલ્હી : વોડાફોને સૌથી સસ્તો પ્રીપેઇડ પ્લાન લોન્ચ કર્યો છે. આ 84 દિવસોની વૈદ્યતાવાળો પ્લાન છે જેના માટે ગ્રાહકે 279 રૂ. ચૂકવવા પડશે. આ પ્લાન અંતર્ગત રોજ 250 મિનિટ સુધી કોલ કરી શકાશે અને એક અઠવાડિયામાં કોલ કરવા માટે 1000 મિનિટ મળશે. આ સાથે જ 4જીબી 3જી/4જી ડેટા મળશે. કંપનીનો આ પ્લાન પસંદગીના સર્કલમાં લાગુ પાડી દેવામાં આવ્યો છે. વોડાફોનનો આ પ્લાન કર્ણાટક, મુંબઈ અને બીજા કેટલાક સર્કલમાં લાગુ પાડી દેવામાં આવ્યા છે. હાલમાં આઇડિયા સેલ્યુલર અને વોડાફોનનું મર્જર થયેલું છે. આના કારણે કંપનીના કુલ ગ્રાહકોની સંખ્યા વધીને 408 મિલિયન થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મર્જર પછી વોડાફોન પાસે નવી કંપનીની 45.1 ટકા ભાગીદારી છે. આદિત્ય બિરલા ગ્રૂપ પાસે 26 ટકાઅને આઇડિયાના શેરધારકો પાસે 28.9 ટકા હિસ્સેદારી હશે. હાલમાં એક દિવસ પહેલાં જ આઇડિયાએ મર્જર માટે દૂરસંચાર વિભાગને બેંક ગેરંટી તરીકે 7249 કરોડ રૂ. આપ્યા હતા. 


આઇડિયા અને વોડાફોનના મર્જર પછી નવું સીમ લેવાની જરૂર નથી. કંપની પોતાની સિસ્ટમમાં યુઝર્સને ડેટા અપડેટ કરી ચૂકી છે. કંપની સાથે જોડાયેલા સુત્રોએ માહિતી આપી છે કે બંને કંપની પહેલાં જ પોતાની સિસ્ટમને 4જી સર્વિસને અનુરૂપ અપડેટ કરી ચૂકી છે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...