નવી દિલ્હીઃ લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ Whatsapp પોતાની ડેસ્કટોપ એપ માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેની મદદથી મોટી સ્ક્રીન પર ચેટિંગ કરવા સમયે સારી પ્રાઇવેસીનો ફાયદો યૂઝર્સને મળશે. આ ફીચરને સ્ક્રીન લોક નામ આપવામાં આવ્યું છે અને આ નવી પ્રાઇવેસી લેયર તરીકે વોટ્સએપ ફોર ડેસ્કટોપનો ભાગ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોટ્સએપ તરફથી બધા એન્ડ્રોયડ અને આઈઓએસ પ્લેટફો્મ પર પાસવર્ડ-ઇનબલ્ડ એક્સેસનો વિકલ્પ મળે છે. એટલે કે આ પ્લેટફોર્મ પર એપ ઓપન કરવા માટે યૂઝર્સે પિન એન્ટર કરવો પડે છે. આવું સુરક્ષા ફીચર અત્યાર સુધી વોટ્સએપ ફોર ડેસ્કપોટ એપમાં કરવામાં આવ્યું નથી, જે કમી હવે નવા અપડેટની સાથે દૂર થઈ શકે છે. 


ડેવલોપમેન્ટ મોડમાં છે આ વોટ્સએપ ફીચર
WABetainfo ના રિપોર્ટ પ્રમાણે વોટ્સએપ ડેસ્કટોપ એપ માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, ત્યારબાદ યૂઝર્સના સિસ્ટમથી હટવા બાદ સ્ક્રીન લોક થઈ જશે અને પિન કે પાસવર્ડ એન્ટર કર્યા બાદ વોટ્સએપને એક્સેસ કરી શકાશે. પરંતુ આ નવું ફીચર હાલ ડેવલોપમેન્ટ મોડમાં છે અને બીટા યૂઝર્સ માટે પણ રિલીઝ કરવામાં આવ્યું નથી. 


આ પણ વાંચોઃ Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત


નવા ફીચરનો સ્ક્રીનશોટ આવ્યો સામે
રિપોર્ટની સાથે નવા વોટ્સએપ ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે. આ સ્ક્રીનશોટથી માહિતી મળી છે કે નવુ ફીચર એનેબલ કર્યા બાદ યૂઝર્સને PC કે લેપટોપ પર વોટ્સએસ એક્સેસ કરવા માટે પણ સ્ક્રીન લોક થયા બાદ પાસવર્ડ એન્ટર કરવો પડશે. આ નવો વિકલ્પ હજુ એપના સેટિંગ્સમાં જોવા મળી રહ્યો છે પરંતુ તેને રોલઆઉટ થવાની રાહ જોવી પડશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube