નવી દિલ્હી: WhatsApp પર ચેટિંગ કરવાની મજા હવે બમણી થવાની છે. પોતાની વાતોને એક્સપ્રેસ કરવા માટે હવે તમારી પાસે હજારો ઇમોજી ઉપલબ્ધ હશે. WhatsApp એ તમને ચેટિંગને વધુ રસપ્રદ બનાવવા માટે તાજેતરમાં ઘણા નવા ઇમોજી (Emoji) ઉમેર્યા છે. જલદી તમે તેનો ઉપયોગ કરી શકશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

138 નવા ઇમોજી લોન્ચ
WhatsApp ની હલચલ પર નજર રાખનાર સાઇટ WAbeteInfo એ જાણકારી આપી છે કે તાજેતરમાં જ ચેટિંગ (Chatting) કંપનીએ 138 નવા ઇમોજી ઉમેર્યા છે. આ તમામ એપમાં ચેટિંગ દરમિયાન ઉપયોગ કરી શકાશે. WhatsAppએ પોતાના Android વર્જન 2.20.197.6માં આ તમામ ઇમોજીને લોન્ચ કરી દીધા છે.


અત્યારે કેટલાક લોકો કરી શકે છે ઉપયોગ
જાણકારોનું કહેવું છે કે WhatsApp હાલ નવા ઇમોજીને પોતાના બીટા વર્જન (Beta Version) માં લોન્ચ કર્યા છે. તેનો અર્થ એ થયો કે વોટ્સઅપના કેટલાક સિલેક્ટેડ યૂઝર્સ તેને નવા બીટા વર્જન હેઠળ આ ઇમોજી ઉપયોગ કરી શકશે. જોકે આ ખૂબ જલદી તમામ યૂઝર્સને ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.  


તમને જણાવી દઇએ કે WhatsApp સમયાંતરે પોતાની એપમાં ફેરફાર કરે છે. કંપની પોતાના નવા ટૂલ્સ અને ફીચર્સને સિલેક્ટેડ યૂઝર્સ સાથે શેર કરે છે. જો નવા ફિચર્સ પસંદ આવે છે તો તેમને સામાન્ય યૂઝરના ઉપયોગ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર