Whatsapp New Feature: WhatsApp એક ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે, જેનો ઉપયોગ વિશ્વભરના લાખો લોકો કરે છે. કંપની પોતાના યુઝર્સ માટે સમયાંતરે નવા ફીચર્સ લાવતી રહે છે, જે તેમના માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે. હવે WhatsApp કેટલાક યૂઝર્સ માટે ચેટ-સ્પેસિફિક થીમ્સ રોલ આઉટ કરી રહ્યું છે. આની મદદથી યુઝર્સ ચેટમાં અલગ અલગ થીમ આપી શકશે અને ચેટને વધુ સારી રીતે કસ્ટમાઈઝ કરી શકશે. ચાલો તમને આ ફીચર વિશે વિગતવાર જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવેના દિવસો ગુજરાતમાં વધુ ખતરનાક આવશે! આ વિસ્તારોમા શરદ પૂનમે કડાકા ભડાકા સાથે વરસાદ


WaBetaInfoના એક રિપોર્ટ અનુસાર iOS માટે WhatsApp 24.18.77 અપડેટની સાથે ખાસ વાતચીત માટે ચેટ થીમ સેટ કરવાનું ફીચર આવે છે. જો કે સત્તાવાર ચેન્જલોગમાં આ ફીચરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ ટ્રેકિંગ વેબસાઇટનો દાવો છે કે તે અપડેટ સાથે આ ફીચરની પુષ્ટિ કરી શકે છે. અધિકૃત ચેન્જલોગમાં કમ્યુનિટી ગ્રુપ ચેટ્સ માટે નવી સુવિધાઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેમાં ગ્રુપ વિજિબિલિટી અને કમ્યુનિટી ઓનરશિપ સામેલ છે.


Weekly Horoscope:કઈ રાશિના લોકોને મળશે લાભ અને કોને થશે નુકસાન, જાણો સાપ્તાહિક રાશિ


નવા ફીચરનો ફાયદો
નવા ફીચરની સાથે વોટ્સએપ યૂઝર્સ 22 અલગ અલગ થીમ અને 20 કલર્સમાં પસંદગી કરી શકશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યૂઝર્સ પોતાની ચેટને વધુ સારી રીતે કસ્ટમાઈઝ કરી શકશે. કોઈ ખાસ વાતચીત માટે એક વિશિષ્ટ થીમ પસંદ કરવાનો ઓપ્શન ચેટ ઈનફો સ્ક્રીનની અંદર ઉપલબ્ધ થશે. જેનાથી પર્સનલ, વર્ક અને ગ્રુપ ચેટ્સની વચ્ચે અંતર કરવું સરળ થઈ જશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ફીચર વર્તમાનમાં લિમિટેડ યૂઝર્સ માટે એપ સ્ટોર અને ટેસ્ટફ્લાઈટ એપના માધ્યમથી ઉપલબ્ધ છે, જેમાં બીટા પ્રોગ્રામમાં ભાગ લેનાર પણ સામેલ છે. 


ફોન લેવાનો હોય તો રોકાઈ જજો! આ મહિને ત્રણ કંપનીઓ સ્માર્ટફોન બજારને હલાવી નાંખશે!