ગુજરાતી ન્યૂઝTechnologyફોન લેવાનો હોય તો રોકાઈ જજો! આ મહિને ત્રણ કંપનીઓ સ્માર્ટફોન બજારને હલાવી નાંખશે! લોન્ચ કરશે આવા ફોન

ફોન લેવાનો હોય તો રોકાઈ જજો! આ મહિને ત્રણ કંપનીઓ સ્માર્ટફોન બજારને હલાવી નાંખશે! લોન્ચ કરશે આવા ફોન

ટૂંક સમયમાં Android સેગમેન્ટના સૌથી પાવરફૂલ ફોન જોવા મળશે. સ્માર્ટફોન મેન્યુફેક્ચર્સ Xiaomi, iQOO અને OnePlus પોતાના ફ્લેગશિપ ફોનને ઓક્ટોબરમાં જ લોન્ચ કરી શકે છે. આ તમામ કંપનીઓના ફોનમાં આપણને Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર જોવા મળશે. આ ક્વોલકોમનું ફ્લેગશિપ પ્રોસેસર હશે, જે કંપની ઓક્ટોબરમાં જ લોન્ચ કરશે.

ફોન લેવાનો હોય તો રોકાઈ જજો! આ મહિને ત્રણ કંપનીઓ સ્માર્ટફોન બજારને હલાવી નાંખશે! લોન્ચ કરશે આવા ફોન

Qualcomm જલ્દી જ પોતાનું નવું ફ્લેગશિપ પ્રોસેસર લોન્ચ કરનાર છે. કંપની 21 ઓક્ટોબરે પોતાનું આગામી ફ્લેગશિપ પ્રોસેસર લોન્ચ કરશે, જેનું નામ Snapdragon 8 Elite હોઈ શકે છે. કંપની આ વખતે ફ્લેગશિપ પ્રોસેસરનું નામ Snapdragon 8 Gen 4 નહીં રાખે.

Xiaomi પહેલી બ્રોન્ડ હશે, જે આ પ્રોસેસરની સાથે પોતાનો ફોન લોન્ચ કરશે. કંપની દર વર્ષે ક્વોલકોમનું ફ્લેગશિપ પ્રોસેસરની સાથે પોતાનું પ્રીમિયમ ડિવાઈસ લોન્ચ કરે છે. કંપની આ વખતે Xiaomi 15 સીરીઝને લોન્ચ કરશે, જે Qualcomm ના લેટેસ્ટ પ્રોસેસરની સાથે આવશે.

Add Zee News as a Preferred Source

ત્રણ નવા ફ્લેગશિપ ફોન થશે લોન્ચ
કંપની આ મહીનાના અંત સુધીમાં પોતાની લોન્ચ ઈવેન્ટ આયોજિત કરશે. ટિપ્સ્ટર્સનું માનીએ તો OnePlus 13 અને iQOO 13 માં પણ આપણને આ ફ્લેગશિપ પ્રોસેસર જોવા મળશે. ધ્યાન રહે કે Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર આ મહીનાના અંત સુધીમાં લોન્ચ થશે. 

Xiaomi, OnePlus અને iQOO ના નવા ફોન્સ આપણને આ મહીનામાં જ જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે  iQOO 12 એ કંપનીએ ગત વર્ષ નવેમ્બરમાં લોન્ચ કર્યો હતો. જ્યારે OnePlus 12 ને કંપનીએ ડિસેમ્બર 2023માં લોન્ચ કર્યો હતો. આ વર્ષે કંપનીઓ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન્સને પહેલા લોન્ચ કરી શકે છે.

Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસરની સાથે સૌથી પાવરફૂલ એન્ડ્રોઈડ ફોન્સ લોન્ચ થશે. જ્યારે બીજી બાજુ MediaTek એ પણ Dimensity 9400 પ્રોસેસરને લોન્ચ કરી દીધું છે. આ પ્રોસેસરની સાથે આપણને Vivo X200 સીરીઝને લોન્ચ કરશે. આ સીરીઝ ચીનમાં 14 ઓક્ટોબરે લોન્ચ થઈ રહી છે.

ભારતમાં ક્યારે થશે લોન્ચ?
આ વર્ષે ઓક્ટોબરમાં જ આપણને ઘણા Android ફ્લેગશિપ સ્માર્ટફોન જોવા મળશે. Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસરની સાથે Xiaomi 15 સીરીઝ, OnePlus 13 અને iQOO 13 સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે. બીજા ફોન આગામી વર્ષની શરૂઆતમાં લોન્ચ થશે.

શરૂઆતમાં કંપનીઓ આ સ્માર્ટફોનને ચીની બજારમાં લોન્ચ કરશે. જોકે, ભારત અને ગ્લોબલ માર્કેટમાં આ સ્માર્ટફોન આ વર્ષના અંત અને આગામી વર્ષની શરૂઆતમાં લોન્ચ થશે. સ્માર્ટફોન કંપનીઓએ ભારતીય બજારમાં આ ફોનની લોન્ચ ડેટને લઈને કોઈ જાણકારી આપી નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news