નવી દિલ્હી: ફેસબુકની ઓનરશિવાળી મેસેજિંગ એપ વોટ્સએપ ટૂંક સમયમાં યૂઝર્સ એક કરતાં વધુ ડિવાઇસ પર એકસાથે ઉપયોગ કરી શકશે. વોટ્સએપ એવા ફીચર પર કામ કરી રહી છે. જેની મદદથી તમે એક જ વોટ્સઅપ એકાઉન્ટને મલ્ટિપલ ડિવાઇસીસ પર યૂઝ કરી શકશે. હાલ વોટ્સએપ એકાઉન્ટને એકવારમાં એક જ ડિવાઇસ પર ઉપયોગ કરી શકાશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WhatsAppમા આવ્યું નવું ફીચર, તમને થશે આ ફાયદો


પહેલાં આ અંગે જાહેરાત કરવામાં આવી હતી કે વોટ્સએપ એક એવું ફીચર ડેવલોપ કરી રહ્યું છે, જે યૂઝર્સને એક જ સમયે ઘણા ડિવાઇસીસમાં એક જ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરવાનો ઓપ્શન આપશે. WABetaInfo ના અનુસાર વોટ્સએપ પર આ નવા ફીચર છતાં એન્ડ-ટૂ-એન્ડ મેસેજીસ લીધા વિના રહેશે. નવા ફીચર સાથે વોટ્સએપ સ્પેસિફિકેશન ડિવાઇસિસ માટે કીઝ-અસાઇન કરશે, જેની મદદથી પ્રાઇવેસી બની રહેશે. 


અત્યારે વોટ્સઅપ વેબનું ઓપ્શન
નવા ફીચર્સ સાથે તમે એક જ સમયે એક જ એકાઉન્ટ ઘણા ડિવાઇસીસ પર ઉપયોગ કરી શકે છે, જેમ કે સોશિયલ મીડિયા એકાઉન્ટને કરી શકે છે. હાલ વોટ્સઅપ વેબ એક રીત છે, જેથી પીસી અને મોબાઇલ ડિવાઇસ પર એકસાથે વોટ્સઅપ ચલાવી શકાય છે. જોકે તેના માટે પ્રાઇમરી ડિવાઇસ ઇન્ટરનેટ સાથે સતત કનેક્ટ હોવું જરૂરી છે. અને ત્યારબાદ ફક્ત તે ડિવાઇસના મેસેજ વેબ વર્જન પર રિફ્લેક્ટ થાય છે.