નવી દિલ્હીઃ WhatsApp પોતાના કરોડો યૂઝર્સના ચેટિંગ એક્સપીરિયંસને વધુ મજેદાર બનાવવા માટે નવા-નવા ફીચર લાવી રહ્યું છે. આ કડીમાં હવે વોટ્સએપમાં વધુ એક જબરદસ્ત ફીચરની એન્ટ્રી થવાની છે. આ ફીચર આવ્યા બાદ તમે વોઇસ નોટ્સને પણ વોટ્સએપ સ્ટેટલ તરીકે લગાવી શકશો. WABetaInfo ના રિપોર્ટ અનુસાર નવા ફીચરને વોટ્સએપ એન્ડ્રોયડ બીટા વર્ઝન 2.22.21.5 પર જોવા મળ્યું છે. WABetaInfo એ આ નવા ફીચરનો એક સ્ક્રીન શોટ પણ શેર કર્યો છે, જેમાં તેના યૂઝર ઇન્ટરફેસને જોઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેક્સ્ટ સ્ટેટસ અપડેટ જેવી રીત
શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટને જોઈને કહી શકાય છે કે વોઇસ નોટને સ્ટેટસ તરીકે લગાવવાની રીત લગભગ ટેક્સ્ટ સ્ટેટસ અપડેટ જેવું છે. સ્ટેટસ અપડેટ માટે વોઇસ નોટને રેકોર્ડ કરવાનું ઓપ્શન વોટ્સએપના નવા વર્ઝનમાં સેક્શનની અંદર છે. ખાસ વાત છે કે યૂઝર વોઇસ નોટ સ્ટેટસ અપડેટ કરવા સમયે તેના બેકગ્રાઉન્ડ કલરને પણ પોતાની પસંદ અનુસાર સેટ કરી શકશે. 


ગુજરાતના માથે તોળાઈ રહ્યું છે મોટું 'સંકટ', આ એક વસ્તુ તમને બચાવી શકે છે


હાઇડ કરી શકશો ઓનલાઇન સ્ટેટસ
વોટ્સએપમાં ઓનલાઇન સ્ટેટસ છુપાવનારા ફીચરની એન્ટ્રી થઈ છે. આ ફીચરને ઇનેબલ કર્યા બાદ ચેટિંગ કરતા સમયે તમે કોઈને ઓનલાઇન દેખાશો નહીં. આ ફીચર હજુ કેટલાક બીટા ટેસ્ટર્સ માટે આવ્યું છે. રિપોર્ટ અનુસાર ઓનલાઇન સ્ટેટસને હાઇડ કરવાનું ઓપ્શન યૂઝર્સને લાસ્ટસીનવાળા સેક્શનમાં દેખાશે. લાસ્ટ સીનમાં યૂઝર્સે પોતાનું લાસ્ટ સીન છુપાવવા માટે ચાર ઓપ્શન-  Everyone, My Contacts, My Contact Except અને Nobody નું ઓપ્શન મળે છે. તો ઓનલાઇન સ્ટેટસ માટે કંપની બીટા ટેસ્ટર્સને Everyone અને Same as last seen નો ઓપ્શન આપી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube