ગુજરાતના માથે તોળાઈ રહ્યું છે મોટું 'સંકટ', તબિયત લથડે તે પહેલા નજર કરો આ 5 એર પ્યુરિફાયર પર
શિયાળાની સિઝન હજુ તો શરૂ પણ નથી થઈ ત્યાં દિલ્લી, અમદાવાદ, સહિત કેટલાક શહેરોમાં પ્રદૂષણને દસ્તક આપી દીધી છે.રસ્તા પર જતા સમયે તો લોકો માસ્ક પહેરે છે. પરંતુ ઘરમાં શુદ્ધ હવા માટે લોકોએ સારી કંપનીનું એર પ્યુરિફાયર ખરીદી લેવું જોઈએ. તમામ વિગતો માટે વાંચો અહેવાલ.
Trending Photos
સમગ્ર વિશ્વમાં ગરમીનું સ્તર વધી રહ્યું છે. તેનું મુખ્ય કારણ છે પ્રદૂષણ. પ્રદૂષણને કારણે પૃથ્વીનું તાપમાન પણ વધી રહ્યું છે. વાત કરીએ આપણા ગુજરાતની તો પ્રદૂષણથી મોત અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. એક ચોંકાવનારા રિપોર્ટ મુજબ, 2019માં હવા પ્રદૂષણથી ગુજરાત સહિત દેશભરમાં 16.70 લાખ લોકોના મૃત્યુ થયા. ખાસ વાત એ છે કે હવાની ગુણવત્તામાં સુધારો કોરોના દરમિયાન થયો હતો. 2014-15થી 2020-21 દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં હવા પ્રદૂષણ અંગે ઓડિટ કરાયુ. જેમાં ખુલાસો થયો કે 2019માં હવા પ્રદૂષણથી દેશભરમાં 16.70 લાખ લોકોના મૃત્યુ થયા છે. પ્રદૂષણથી દેશના વેપારને વર્ષે 95 અબજ ડોલરનું નુકસાન થયું છે.
કેગના રિપોર્ટમાં હવા પ્રદૂષણ અંગે GPCBની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે. રિપોર્ટમાં નોંધાયું કે, લોકડાઉનના સમયગાળામાં ગુણવત્તામાં સુધારો નોંધાયો છે. પરંતુ વાયુ પ્રદૂષણ કાબૂ કરવામાં GPCB નિષ્ફળ ગયું છે. GPCB ઔદ્યોગિક એકમોમાં ધ્વનિ પ્રદૂષણની દેખરેખ ન કરતું હોવાની કેગે રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે. સાથે જ રિપોર્ટમાં કહેવાયું કે, પૂરતા સ્ટાફના અભાવે GPCB યોગ્ય કામગીરી ન કરી શક્યું. રાજ્યમાં વધી રહેલા પ્રદૂષણ સામે સરકારે GPCBની 223 જગ્યાઓ નાબૂદ કરી. ત્યારે હાલ જીપીસીબી માત્ર 505 કર્મીઓ સાથે કામ કરી રહ્યું છે.
આ વાત તો રહી ગુજરાતમાં પ્રદૂષણની સ્થિતિ અંગેની. પરંતુ આના કરતા પણ વધુ ખરાબ સ્થિતિ દિલ્લી જેવા શહેરોમાં છે. કે જ્યાં શિયાળીની ઋતુ હજુ તો શરૂ પણ નથી થઈ ત્યાં પ્રદૂષણના એંધાણ જોવા મળી રહ્યાં છે. દિલ્લી, નોઈડા, ગાઝિયાબાદ, નોઈડા, કાનપુર, મુંબઈ, ભિવંડી, ગુરૂગ્રામ, આગ્રા, અમદાવાદ, સુરત, વડોદરા. આ કેટલાક શહેરોના નામ છે જ્યાં ઠંડીની ઋતુ પહેલા પ્રદૂષણનું સ્તર આસ્માને પહોંચી જાય છે. દિલ્લીમાં તો સ્મોગ ટાવર પણ લગાવાયા છે, પરંતુ તેનાથી સમગ્ર દિલ્લીની હવા શુદ્ધ તો નથી જ થતી. તો શું છે આ સમસ્યાનો ઈલાજ. પ્રદૂષણની વાત તો કરી, ચાલો તેના ઉકેલ વિષે ચર્ચા કરીએ.
દિલ્હીની હવા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખરાબ થવાની સંભાવના છે. ચોમાસું પૂર્ણ થવાની આરે આવતા પ્રદૂષણને દસ્તક દેવાનું શરૂ કર્યું છે. 20 સપ્ટેમ્બરના દિલ્લીના આનંદ વિહારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 418 નોંધાયું હતું. હવાની ગુણવત્તા અત્યારથી આવી છે તો વિચારી લો હજુ તો સમગ્ર શિયાળાની સિઝન બાકી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની પણ એ જ સ્થિતિ છે. માટે પ્રદૂષણથી બચવું દરેક માટે ખુબ જરૂરી છે.
રસ્તાઓ પર તો પ્રદૂષણથી બચવા લોકો માસ્ક પહેરશે. પરંતુ ઘરોમાં શુદ્ધ હવા માટે લોકોએ એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો પડશે. Flipkart અને Amazon પર હાલ સેલ ચાલી રહ્યો છે. જેમાંથી લોકો પોતાના ઘર માટે એક શાનદાર એર પ્યુરિફાયર ખરીદી શકે છે. બંને ઓનલાઈન માર્કેટમાં 10,000થી નીચે એર પ્યુરિફાયર મળે છે. આવો જોઈએ.
1) Honeywell Air Purifier i5-
જો તમને ઓછા ખર્ચે રૂમ એર પ્યુરિફાયર જોઈએ છે, તો હનીવેલ પર વિશ્વાસ કરી શકાય છે. એર પ્યુરીફાયરની યાદીમાં તે એક સારી બ્રાન્ડ છે અને તેના i5 પ્યુરીફાયરને એમેઝોન પર સારી રેટિંગ પણ મળી છે. આ ડિવાઈસ 3D એર ફ્લો ડિઝાઇન સાથે આવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેની ફિલ્ટર લાઈફ લગભગ 3000 કલાક છે. તમે તેને એમેઝોન પરથી 6,915 રૂપિયાની કિંમતે ખરીદી શકો છો.
2) Voltas VAP26-
તમે 10 હજાર રૂપિયાથી ઓછા બજેટમાં Voltas Air Purifier ખરીદી શકો છો. જોકે તેની રેન્જ કિંમત પ્રમાણે ઓછી છે. આ ઉપકરણ માત્ર 230 ચોરસ ફૂટ વિસ્તારને આવરી લે છે. તેમાં યુવી ફિલ્ટર છે. તેની કિંમત 9,999 રૂપિયા છે, જેને તમે ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો.
3) Kent Aura-
કેન્ટનું આ એર પ્યુરિફાયર પણ એક સસ્તો વિકલ્પ છે. તેમાં HEPA ફિલ્ટર્સ આપવામાં આવ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, ઉપકરણ 290 ચોરસ ફૂટના વિસ્તારને આવરી લે છે. તેમાં વન ટચ ચાઈલ્ડ લોક ફીચર પણ આપવામાં આવ્યું છે. તમે તેને એમેઝોન પરથી 6,599 રૂપિયામાં ખરીદી શકો છો.
4) Mi Air Purifier 3-
જો તમને ઓછા બજેટમાં યોગ્ય એર પ્યુરિફાયર જોઈએ છે, તો Xiaomi એક સારો વિકલ્પ છે. Mi Air Purifier 3ને HEPA ફિલ્ટર, વોઈસ કંટ્રોલ અને સ્માર્ટ એપ કનેક્ટિવિટી મળે છે. તેની કિંમત 9,970 રૂપિયા છે. તેમાં OLED ડિસ્પ્લે છે. કંપની અનુસાર, આ પ્રોડક્ટ 484 ચોરસ મીટરના વિસ્તારને આવરી શકે છે.
5) Blue Star BS-AP300DAI-
એર કંડિશનર માર્કેટમાં બ્લુ સ્ટાર જાણીતું નામ છે. HEPA ફિલ્ટર, એક્ટિવેટેડ કાર્બન જેવી સુવિધાઓ સાથે, આ પ્રોડક્ટ ખૂબ જ પોસાય તેવા ભાવે આવે છે. કંપનીના મતે, આ પ્રોડક્ટ 300 ચોરસ ફૂટના વિસ્તાર માટે સારો વિકલ્પ છે. તેની કિંમત 7,499 રૂપિયા છે. તે ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે