WhatsApp Privacy Policy: લોકોનો વિશ્વાસ તૂટ્યો, રિપોર્ટમાં થયો ખુલાસો
સ્ટડી રિપોર્ટ અનુસાર જેટલા લોકોનો સર્વે કરવામાં આવ્યો તેમાંથી 41 ટકા યૂઝર્સ WhatsApp ને છોડીને `ટેલીગ્રામ` અપનાવી રહ્યા છે. જ્યારે 35 ટકા યૂઝર્સ `સિગ્નલ`ને મહત્વ આપી રહ્યા છે.
નવી દિલ્હી: એ વાત સાચી છે કે WhatsApp ની નવી પ્રાઇવેસી પોલિસી (Privacy Policy) એ લોકોની અંદર ભય પેદા કર્યો છે. આ ઉપરાંત મેસેજિંગ એપ WhatsApp દ્રારા બળજબરીપૂર્વક ડેટા લેવાના પ્રયત્નથી જનતાની અંદર ગુસ્સો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ થયેલા એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે WhatsApp થી લોકો ખુશ નથી.
79 ટકા યૂઝર્સ WhatsApp ઉપયોગ કરવા અંગે કરી રહ્યા છે વિચાર
ભારત સરકાર દ્રારા WhatsApp પાસે તેની નવી યૂઝર ડેટા પ્રાઇવેસી પોલિસીને પરત લેવાના આદેશ બાદ શુક્રવારે એક રાષ્ટ્રવ્યાપી રિસર્ચમાં ખબર પડી છે કે 79 ટકા યૂઝર્સ WhatsApp ની સેવાઓ ચાલુ રાખવા માટે પુનર્વિચાર કરી રહ્યા છે. ગુરૂગ્રામ સ્થિત માર્કેટ રિસર્ચ ફર્મ- સાઇબર મીડિયા રિસર્ચ (CMR) ના તાજા રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે WhatsApp ની નવી પ્રાઇવેસી પોલિસીને ધ્યાનમાં રાખતાં 79 ટકા યૂઝર્સ WhatsApp ની સેવાઓ ચાલુ રાખવા માટે પુનર્વિચાર કરી રહ્યા છે, જ્યારે 28 યૂઝર્સ તેને છોડવા માંગે છે.
સ્ટડી રિપોર્ટ અનુસાર જેટલા લોકોનો સર્વે કરવામાં આવ્યો તેમાંથી 41 ટકા યૂઝર્સ WhatsApp ને છોડીને 'ટેલીગ્રામ' અપનાવી રહ્યા છે. જ્યારે 35 ટકા યૂઝર્સ 'સિગ્નલ'ને મહત્વ આપી રહ્યા છે.
સીએમઆરના આઇસીજી (ઇંડસ્ટ્રી કન્સલ્ટિંગ ગ્રુપ) હેડ સત્ય મોહંતીએ કહ્યું કે WhatsApp ની નવી પ્રાઇવેસી પોલિસી પર ચર્ચા સતત ચાલુ છે. પરંતુ આ ચર્ચા પ્રાઇવેસીને મહત્વ આપનાર ગ્રાહકો કરતાં ખૂબ આગળની છે કારણ કે કેટલાક યૂઝર્સ WhatsApp નો ઉપયોગ બંધ કરી રહ્યા છે, જ્યારે કેટલાક યૂઝર્સ સિગ્નલ જેવા વિકલ્પો વિશે વિચાર કરી રહ્યા છે.
મોહંતીએ કહ્યું કે તેનું કારણ એ છે કે ટેલીગ્રામ અથવા સિગ્નલ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે અને અને તેમાં ઘણા પ્રકારના ફીચર્સ પણ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે WhatsApp ની નવી પ્રાઇવેસી પોલિસીની જાહેરાત બાદ આ પોતાના ઘણા હાલના યૂઝર્સ ગુમાવી રહ્યું છે. સાથે તેના ભાવિ યૂઝર્સની સંખ્યા પણ ઘટી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સૂચના ટેક્નોલોજી તથા ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલયે તાજેતરમાં જ WhatsApp ને એક પત્ર લખ્યો હતો. જોકે કંપનીએ પોતાની સફાઇમાં કહ્યું છે કે યૂઝર્સની ચેટ, બિઝનેસ એકાઉન્ટની ચેટ સહિત કોઇપણ જાણકારી કોઇની સાથે શેર કરવામાં આવશે નહી. જોકે આ મામલો હજુ દિલ્હી હાઇકોર્ટમાં વિચારધીન છે.
બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...
બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube