WhatsApp એ અમુક ભારતીય એકાઉન્ટ પર મોટું એક્શન લીધું છે અને તેણે બેન કરી દીધા છે. આ સંખ્યા 71 લાખ છે અને બેન થયા બાદ તેઓ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં. રિપોર્ટ મારફતે જાણવા મળ્યું છે કે તેમાંથી સૌથી વધુ એકાઉન્ટ સાઈબર ફ્રોડ અને સ્કેમ સાથે સંબંધિત છે, જ્યારે અન્ય લોકોએ WhatsApp ની પોલિસીનું ઉલ્લંઘન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટા સમાચાર; આ તારીખથી ચાર મહિના પ્રવાસીઓ માટે સિંહ દર્શન પર પ્રતિબંધ


WhatsApp એ પોતાના મંથલી રિપોર્ટ જાહેર કર્યો છે. Meta ના મેસેજિંગ એપ WhatsApp એ ખુલાસો કર્યો છે કે તેમણે લગભગ 71 લાખ ભારતીય એકાઉન્ટને બેન કરી દીધા છે. આ એકાઉન્ટ 1 એપ્રિલ 2024થી લઈને 30 એપ્રિલ 2024 સુધીના વચ્ચે કરવામાં આવ્યા છે. આ લોકોએ એપનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. સાથે કંપનીએ જણાવ્યું કે જો આગામી સમયમાં પણ યૂઝર્સ કંપનીની પોલિસીનું ઉલ્લંઘન કરશે તો તેમણે પણ બેન કરી દેવામાં આવશે.


15 દિવસમાં જોરદાર કમાણી કરાવી શકે છે આ Top-5 Stocks, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ


WhatsApp ફોલો કરે છે એડવાન્સ લર્નિંગ મશીન
WhatsApp એ કુલ 71,82,000 એકાઉન્ટને બેના કરી દીધા છે. આ તમામ એકાઉન્ટ 1 એપ્રિલથી 30 એપ્રિલ 2024 સુધીમાં બંધ કરવામાં આવ્યા છે. જોકે, કંપની એડવાન્સ મશીન લર્નિંગ અને ડેટા એનાલિસિસ કરે છે, જેનાથી શંકાસ્પદ ગતિવિધીવાળા એકાઉન્ટની ઓળખ કરવામાં આવે છે. ભારત સહિત દુનિયાભરમાં તેમના અરબો યૂઝર્સ છે, જે ડેઈલી આ એપનો ઉપયોગ કરે છે અને એક બીજાને મેસેજ, ફોટો, વીડિયો અને ઓડિયો મેસેજ વગેરે મોકલે છે.


500-1000 રૂપિયા ATMમાં ઉપાડવા જતા હો તો સાચવજો, બેન્ક લગાવે છે 21 રૂપિયા ચાર્જ


એપ્રિલ 2024માં WhatsApp એ લગભગ 10 હજાર રિપોર્ટ્સ મળ્યા છે, જે અલગ અલગ નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. તેમાંથી માત્ર 6 એકાઉન્ટ્સ પર રિપોર્ટ્સ આઘાર એક્શન લીધા છે અને ઘણા એકાઉન્ટ હજું પ્રોસેસમાં છે. જે દેખાડે છે કે એકાઉન્ટ બેન માટે કંપની સ્ટ્રાંગ ક્રાઈટેરિયાનો ઉપયોગ કરે છે.


આમિર ખાનનો જમાઈ કપડા ચોરે છે, લગ્નના 5 મહિના બાદ આમિરની દીકરીએ કર્યો એક ખુલાસો


WhatsApp એકાઉન્ટ્સને કેમ કરે છે બેન?
WhatsApp પોતાના પ્લેટફોર્મને સુરક્ષિત બનાવવા માટે અમુક યૂઝર્સ પર સખ્ત એક્શન લે છે અને તેમણે બેન કરે છે. બેન કરવા પાછળ ઘણા કારણ હોઈ શકે છે. કંપનીની પોલિસીનું ઉલ્લંઘન કરવું પણ તેમાં એક સામેલ છે, તેમાં Spam, Scam, ખોટી જાણકારી અને નુકસાન પહોંચાડનાર કન્ટેન્ટ પબ્લિશ કરનાર લોકો પર એક્શન લેવામાં આવે છે. તેના સિવાય કોઈ દેશનો કાયદો તોડે છે, તો તેના ઉપર પણ એક્શન લેવામાં આવે છે.