નવી દિલ્હી: 2020નું વર્ષ હવે થોડા દિવસોમાં પુરૂ થવાનું છે,એવામાં ફેસબુક (Facebook) ના સ્વામિત્વવાળી મેસેજિંગ એપ વ્હોટ્સએપ (WhatsApp) એ પણ કેટલાક જૂના એંડ્રોઇડ (Android) અને આઇઓએસ (iOS) સ્માર્ટફોનને સપોર્ટ બંધ કરવાની જાહેરાત કરી છે. WhatsApp દર વર્ષે કેટલાક જૂના અને આઉટડેટેડ એંડ્રોઇડ અને આઇઓએસ સ્માર્ટફોનને સપોર્ટ બંધ કરી દે છે. આ કડીમાં WhatsApp એ 2021થી કેટલાક જૂના એંડ્રોઇડ અને આઇઓએસને સપોર્ટ બંધ કરવાની વાત કહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Reliance Jio: 100 રૂપિયાની અંદર મળનાર બેસ્ટ પ્રીપેડ પ્લાન્સ, જુઓ આ યાદી


જો તમે પણ એડવાસ્ડ ઓપરેટિંગ સિસ્ટમ પર અપગ્રેડ કર્યા વિના જૂના આઇફોન અથવા એંડ્રોઇડ ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો બની શકે કે 2021ની શરૂઆતમાં તમે પણ વોટ્સઅપનો ઉપયોગ કરી શકશો નહી. એટલા માટે સારું રહેશે કે તમે આજે જ પોતાના સ્માર્ટફોનની સિસ્ટમને અપડેટ કરી લો.  WhatsApp એક બ્લોગમાં જણાવ્યું કે કે 2021 થી તે  iOS 9 અને Android 4.0.3થી જૂના ઓપરેટિંગ સિસ્ટમવાળા સ્માર્ટફોનને પોતાનો સપોર્ટ આપવાનું બંધ કરી દેશે. આ ફોનના યૂઝર્સને પોતાના ફોનના ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરવી પડશે. 

Vi લોન્ચ કર્યો ખાસ પ્લાન, ફક્ત આટલા રૂપિયામાં 5 લોકોને મળશે ફાયદો


WhatsApp ના સપોર્ટ પેજ પર યૂઝર્સને કહેવામાં આવ્યું છે કે તે પોતાના ફોનને જૂના ઓપરેટિંગ સિસ્ટમના બદલામાં એડવાસ્ડ ઓપરેટિંગ સિસ્ટમમાં અપગ્રેડ કરી લે, ત્યારે પણ WhatsApp ના તમામ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે. તેમાં કહેવામાં આવ્યું છે કે 2021 WhatsApp નો ઉપયોગ કરનાર યૂઝર્સના iPhone માં ઓછામાં iOS 9 અથવા તેનાથી નવા વર્જન અને એંડ્રોઇડ સ્માર્ટફોનમાં ઓછામાં ઓછા 4.0.3 અથવા તેનાથી નવું વર્જન હોવું જોઇએ. 

શું તમે હાઈપાવર બાઈકના શોખીન છો ? તો એકવાર નજર કરો આ BIKES પર


આ iPhone અને Android ફોન નહી ચાલે WhatsApp
જોકે જૂના અને આઉટડેટેડ iOS અને એંડ્રોઇડ સ્માર્ટફોન હવે ઓછા જ બચ્યા છે. પરંતુ જે બચ્યા છે તેમને WhatsAppના તમામ ફીચર્સનો લાભ ઉઠાવવા માટે પોતાને અપગ્રેડ કરવું પડશે. WhatsAppની નવી જાહેરાતથી iPhone4 સુધીના મોડલ WhatsApp સપોર્ટ ગુમાવી દેશે. એટલે કે WhatsApp નહી ચાલે. તો બીજી તરફ  iPhone 4S, iPhone 5, iPhone 5S, iPhone 6 અને iPhone 6Sને ઓછામાં ઓછા  iOS 9 અપગ્રેડ કરવું પડશે. તો બીજી તરફ Android ફોનની વાત કરીએ તો HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr અને Samsung Galaxy S2માં નવા વર્ષથી WhatsApp નહી ચાલે. જોકે જે યૂઝર્સના સ્માર્ટફોનના ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ સાથે પેચ મળે છે તેમના ફોનમાં વોટ્સએપ પહેલાંની માફક કામ કરતું રહેશે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube