સેન ફ્રાંસિસ્કો: ફેસબુકના મેસેજિંગ એપ વોટ્સઅપ દ્વારા તાજેતરમાં એન્ડ્રોઇડ બીટા વર્જન 2.19.275માં ડિસએપીયરિંગ મેસેજ ફીચર જોવા મળ્યું છે. ન્યૂઝ પોર્ટલ જીસએમએરીનાની તાજેતરના રિપોર્ટ અનુસાર ગ્રુપ એડમિન્સ ડિલીટ મેસેજ ફીચર સાથે ગ્રુપમાં મેસેજો માટે વિશિષ્ટ સમયકાળ નક્કી કરશે અને તે સમય પુરો થતાં આપમેળે ડિલીટ થઇ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરૂઆતમાં આ ફીચર વ્યક્તિગત ચેટ અને ગ્રુપ બંનેમાં આવવાનું હતું. પરંતુ હવે રિપોર્ટસમાં દાવો થયો છે કે આ ફીચર ગ્રુપ ચેટ્સમાં જ રહેશે. ગ્રુપ ચેટ્સ માટે ડિલીટ મેસેજ ફીચરથી એડમિન્સ માટે જૂના મેસેજ અને જૂની ચેટ્સ મેનેજ કરવી સરળ થઇ જશે. આ ઉપરાંત વોટ્સઅપનું બહુપ્રતિક્ષિત ડાર્કમોડ ફીચર પણ લોન્ચ માટે તૈયાર છે અને કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક એપ યૂઝર્સ પહેલાં જ તેનું ટેસ્ટિંગ કરી ચૂક્યા છે.  


એપના બીટા વર્જન પર નજર રાખનાર વેબસાઇટ વાબીટાઇંફોએ પણ ખુલાસો કર્યો છે કે વોટ્સઅપના એન્ડ્રોઇડ વર્જન માટે ડાર્ક થીમ અપડેટ રિલીઝ માટે તૈયાર છે. વોટ્સઅપ આઇઓએસ યૂઝર્સ માટે એક નવા બીટા અપડેટ પર પણ કામ કરી રહી છે. તેના અંતર્ગત મ્યૂટ કરવામાં આવેલા સ્ટેટસ અપડેટ હાઇડ કરવા, સ્પ્લેશ સ્ક્રીન અને ઇંપ્રૂવમેંટ્સ અને અન્ય ફીચર્સ હશે. વોટ્સઅપનું નવા સ્પ્લેશ સ્ક્રીન ફીચરમાં આઇફોન યૂઝર્સ એપ ખોલતી વખતે વોટ્સઅપ લોકો દેખાયા કરશે. આ ફીચર પણ એંડ્રોઇડ બીટા એપ પર ઉપલબ્ધ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube