ફેસબુક

ઈન્સ્ટાગ્રામમાં આવ્યું TikTok જેવું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ

યૂઝર રીલ્સની મદદથી 15 સેકેન્ડનો વીડિયો ક્રિએટ અને શેર કરી શકશે. 

Jul 9, 2020, 12:27 PM IST

ભારતીય સેનાએ ફેસબુક સહિત 89 એપ્સ પર મૂક્યો પ્રતિબંધ, જવાનોને કહ્યું- તાબડતોબ કરો ડિલિટ

ભારતીય સેનાએ 89 એપ પર પ્રતિબંધ મૂક્યો છે અને પોતાના અધિકારીઓ તથા કર્મચારીઓને તાબડતોબ નિર્દેશ આપ્યા છે કે પ્રતિબંધ મૂકાયેલી એપને તરત જ પોતાના સ્માર્ટફોનમાંથી હટાવી દે. સેનાએ મેસેજિંગ પ્લેટફોર્મ, વેબ બ્રાઉઝર, કન્ટેન્ટ શેરિંગ, ગેમિંગ, વગેરે એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં ફેસબુક, ટિકટોક, ટ્રુકોલર, ઈન્સ્ટાગ્રામ, યુસી બ્રાઉઝર, PUBG વગેરે સામેલ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ કાર્યવાહી પાછળ સૂચનાઓ લીક થવાનું જોખમ ગણાવવામાં આવ્યું છે. 

Jul 9, 2020, 07:32 AM IST

હોંગકોંગમાં ચીનનો કાયદો લાગૂ થયા બાદ Facebook, Twitter એ આપ્યો મોટો આંચકો

ફેસબુક, ટેલીગ્રામ અને વોટ્સઅપએ પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે તે હોંગકોંગ સરકાર દ્વારા યૂઝર્સ ડેટાના નિવેદનને સ્વિકાર નહી કરે. ટ્વિટરે કહ્યું કે 'ટ્વિટર અભિવ્યત્કિની આઝાદીની ચિંતા કરે છે.

Jul 7, 2020, 06:24 PM IST

હવે Google એ પ્લે સ્ટોર પરથી દૂર કરી 25 એપ્સ, તમારા ફોનમાંથી તાત્કાલિક કરો Uninstall

સર્ચ એન્જીન કંપની ગૂગલ (Google)એ પ્લે સ્ટોર (Play Store)થી 25 એપ્સને સુરક્ષાના કારણે ડિલીટ કરી દીધી છે. આ એપ્સ પર આરોપ લાગ્યો હતો કે આ યૂઝર્સના ફેસબુક ડેટા ચોરે છે. આ વાતની જાણકારી ફ્રાંસની સાઇબર સિક્યોરિટી ફર્મ Evina એ આપી હતી. 

Jul 7, 2020, 11:32 AM IST

કચ્છ: સોશિયલ મીડિયા દ્વારા પરિચય કેળવીને ધૂતારાઓએ બિદડાની ગૃહિણીના લાખો રૂપિયા પડાવી લીધા

સોશિયલ મીડિયા ઉપર ફેસબુક અને બાદમાં વોટ્સએપના માધ્યમથી પરિચયમાં આવેલા બે અજાણ્યા શખ્સે બિછાવેલી જાળમાં ફસાઈને બિદડા ગામના ગૃહિણી સુધાબેન બિપિન ( બુધિયા ) સંઘારે રૂા . 7.82 લાખની રોકડ રકમ ગુમાવી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે . આ પ્રકરણમાં મોબાઇલ ફોનના નંબરના આધારે પાંચ વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી ગુનો ઉચાપત અને વિશ્વાસઘાત સહિતની ક્લમો તળે માંડવી પોલીસ મથકમાં દાખલ કરાયો છે. 

Jun 25, 2020, 03:34 PM IST

ઝુકરબર્ગ અને ટ્રંપે કર્યું નક્કી, રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં Facebook કરશે આ કામ

ફેસબુક (Facebook) અમેરિકાના મતદાતાઓને વોટિંગ કરવા માટે જાગૃત કરવા અને તેમને સત્તાવાર જાણકારી શેર કરવા માટે વ્યાપક સ્તર પર એક અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ જેવા નેતાઓને ખોટી માહિતી શેર કરવાથી રોકવાનો તેમનો કોઈ ઇરાદો નથી. તમને જણાવી દઈએ કે, આ વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે.

Jun 17, 2020, 07:36 PM IST

Facebook એ ભારતીય કંપની વિરૂદ્ધ દાખલ કર્યો કેસ, કરોડોનો થઇ શકે છે દંડ

સોશિયલ સાઇટ ફેસબુકે ભારતની એક કંપની વિરૂદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કંપની વિરૂદ્ધ આરોપ છે કે મુંબઇ સ્થિત આ કંપનીએ ફેસબુકના નામનો ઉપયોગ કરી છેતરપિંડી સાથે મુદ્દો લાગે છે. કંપની પર 12 એવા ડોમેન નેમ ઉપયોગ કરવાનો આરોપ છે. 

Jun 10, 2020, 11:33 AM IST

બ્રાઝિલ અને ઇટલી બાદ ભારતમાં શરૂ થશે આ ખાસ ફીચર, Twitter યૂઝર્સ કરી રહ્યા હતા માંગ

ટ્વિટરએ મંગળવારે કહ્યું કે તે જલદી ભારતમાં પોતાનું 'ફ્લીટ્સ' ફીચર શરૂ કરશે. બ્રાઝિલ અને ઇટલી બાદ ભારત દુનિયામાં ત્રીજો એવો દેશ હશે જ્યાં કંપની પોતાનું આ ફીચર રજૂ કરશે. 

Jun 10, 2020, 10:45 AM IST

કોરોના સામે લડવા માટે Facebook દ્વારા બહાર પડાયો નવો મેપ, ડેટા સેટ

ફેસબુકના સંશોધકો અને સ્વાસ્થય સેવા પ્રદાતાઓને કોવિડ 19 મહામારી સામે લડવા માટે તેમની મદદ કરવા માટે એક નવા સર્વેક્ષણની સાથે જાહેર રીતે નવા વિઝ્યુઅલાઇઝેશ અને ડેટા સેટ પુરા પાડ્યા છે. તેમાં એક કોવિડ 19 માનચિત્ર અને ડેશબોર્ડનો પણ સમાવેશ કરવામાં આવ્યા છે. જેમાં ફેસબુકનાં લક્ષણ સર્વેક્ષણની સાથે સાથે તેનાં મુવમેન્ટ રેન્જ ડેટા સેટ દ્વારા ઇન્ટરનેશનલ પરિણામોનો સમાવેશ કરવામાં આવશે.

Jun 8, 2020, 08:52 PM IST

#IndiakaDNA: ફેસબુકના CEO ઝુકરબર્ગેના નિવેદન પર શું બોલ્યા રવિશંકર પ્રસાદ

દેશને દિશા આપનાર ઇન્ડિયા કા DNA E-Conclaveમાં કેન્દ્રીય કાયદા મંત્રી રિવશંકર પ્રસાદે ફેસબુકના તાજેતરના વિવાદ પર કહ્યું હતું કે એકપક્ષીય ધોરણ યોગ્ય રહેશે નહીં. માર્ક ઝુકરબર્ગે આ માટે માફી માંગવી પડશે. તેમના મંચને હિંસા, અલગતાવાદ અને અરાજકતાના પ્રચારનું સાધન બનાવવાની તેમની નીતિ હોવી જોઈએ નહીં.

Jun 7, 2020, 04:47 PM IST

ભારતી એરટેલમાં ભાગીદારી ખરીદશે Amazon! આટલા કરોડ ડોલરનું કરશે રોકાણ

વિશ્વની દિગ્ગજ ઇ-કોમર્સ કંપની અમેઝોન (Amazon) જલદી જ ભારતી એરટેલ (Bharti Airtel)માં પાંચ ટકા ભાગીદારી ખરીદી શકે છે. તેના માટે હાલ વાતચીત શરૂઆતી સ્તર પર થઇ રહી છે. જોકે એરટેલે પોતાની તરફથી કહ્યું છે કે આવું કશું જ નથી. 

Jun 5, 2020, 09:37 AM IST

Facebook હંમેશા માટે આપશે Work-From-Home ની સુવિધા, જો કે મુકી એક શરત

કોરોના કાળ (Coronavirus) માં મોટા ભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા માટેની સુવિધા પ્રદાન કરી રહી છે. જો કે ફેસબુક (Facebook) વર્ક ફ્રોમ હોમની આ નીતિને ચાલુ રાખવા માંગે છે. જો કે ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg)નું કહેવું છે કે, આગામી 10 વર્ષમાં કંપનીનાં લગભગ 50 ટકા કર્મચારીઓ રિમોટ વર્કિંગ કરશે. એટલે કે તેમને કાર્યાલય આવવાની જરૂર નથી. ફેસબુકનો આ નિર્ણય કર્મચારીઓનાં ચહેરા પર સ્માઇલ છોડી શકે છે. જો કે તેમાં એક ગર્ભિત શરત પણ મુકવામાં આવી છે. 

May 22, 2020, 11:57 PM IST

Googleમાં કર્મચારીઓને મળેશ કોરોના અવકાશ, Facebookમાં આ વર્ષના અંત સુધી ઘરથી કામ

આલ્ફાબેટના સ્વામિત્વવાળી કંપની ગૂગલે તેના કર્મચારીઓને કોરોના અવકાશ આપવાની જાહેરાત કરી છે. ત્યારે ફેસબુકમાં કર્મચારી વર્ષના અંત સુધી ઘરેથી કામ કરશે. જાણવા મળી રહ્યું છે કે, હાલ સમગ્ર દેશમાં આ સમયે કોરોના વાયરસ (Coronavirus)ના કારણે લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આ વિષય પર તમામ કર્મચારીઓને ગુરવારના એક મેમો મોકલી આ વાતની જાહેરાત કરી છે. કોરોના વાયરસના કારણે મોટાભાગે કંપનીઓના કર્મચારીઓ હાલ ઘર પર જ છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં લોકડાઉન ચાલી રહ્યું છે.

May 9, 2020, 04:26 PM IST

ફેસબુક બાદ જીયોએ કરી વધુ એક મોટી ડીલ, અમેરિકાની સિલ્વર લેક ફર્મ સાથે કર્યો કરાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ કંપની જીયો પ્લેટફોર્મ્સે થોડા દિવસ પહેલા ફેસબુકની સાથે એક મોટી ડીલ કરી હતી અને હવે સિલ્વર લેકની સાથે 5656 કરોડ રૂપિયાની ડીલ કરી છે. 

May 4, 2020, 10:42 AM IST

WhatsApp વીડિયો પણ થાય રેકોર્ડ, અહીં જાણો ઉપયોગ કરવાની રીત

અત્યાર સુધી તમે ફોનમાં કોલ રેકોર્ડ કરતા હશો. પરંતુ શું તમને ખબર છે કે તમે હવે તમારા વોટ્સઅપ (WhatsApp) પર મિત્રો સાથે વીડિયો પર વાતચીત કરતાં તેને રેકોર્ડ પણ કરી શકો છો? જો તમને તેના વિશે ખબર નથી તો અમે તમને રીત બતાવીશું.

Apr 28, 2020, 02:58 PM IST

આવી ગયું Facebookનું નવું ફીચર Quite Mode, જાણો કેવી રીતે કરશે કામ

સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુક (Facebook) એ યૂઝર્સ માટે નવો ક્વાઇટ મોડ (Quite Mode) ફીચર અપડેટ કર્યું છે. આ ફીચર યૂઝર્સને દુનિયાના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપોતાનો ટાઇમ મેનેજ કરવામાં મદદ કરશે.

Apr 25, 2020, 06:59 PM IST

કોરોના ઇફેક્ટઃ ફેસબુકે જૂન 2021 સુધી રદ્દ કરી તમામ ફિઝિકલ ઇવેન્ટ્સ

કોરોનાને કારણે હવે કંપની ઓનલાઇન ઇવેન્ટનો માર્ગ અપનાવી રહી છે. આ ક્રમમાં ફેસબુકે જાહેરાત કરી કે તમામ ફિઝિકલ ઇવેન્ટ જૂન 2021 સુધી ટાળી દેવામાં આવી છે. 

Apr 17, 2020, 11:47 AM IST

કોરોના વાયરસના સંક્રમિતોને છુપાવા હવે મુશ્કેલ, Facebook અને Google કરશે મદદ

આ સમાચાર કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણને રોકવા માટે સૌથી મહત્વના હોઈ શકે છે. દુનિયાની સૌથી મોટી ઇન્ટરનેટ કંપની Facebook અને Googleએ તમામ દેશોને મદદ કરવા કહ્યું છે. કંપની વિભિન્ન દેશોની ટ્રેકિંગથી જોડાયેલી જાણકારી ઉપલબ્ધ કરાવશે.

Apr 7, 2020, 07:27 PM IST

WhatsAppનો મોટો નિર્ણય, તમારા મેસેજ ફોરવર્ડ કરવા પર લાગી શકે છે બ્રેક

વ્હોટ્સએપે મોટો નિર્ણય કર્યો છે. કોરના વાયરસ (Coronavirus) સંક્રમણને લઇને ફેલાઈ રહેલા ખોટા સમાચાર અને અફવાઓ અટકાવવા માટે વ્હોટ્સએપનો આ નિર્ણય તમને પ્રભાવિત કરવાનો છે.

Apr 7, 2020, 07:17 PM IST

TikTokની શોહરતને ટક્કર આપવા મેદાને ઉતરશે Google, જાણો શું છે ચીની કંપનીને પછાડવાનું પ્લાનિંગ

અત્યારે કોઇપણ સોશિયલ મીડિયામાં સૌથી વધુ શેર કરવામાં આવનાર કન્ટેન્ટ TikTok પર બનાવવામાં આવેલા શોર્ટ વીડિયો હોય છે. દુનિયાભરમાં બાઇટડાન્સ (ByteDance) કંપનીનું ટિકટોક, શોર્ટ વીડિયો  (Short video) બનાવનાર એપના નામથી જાણિતી થઇ ચૂકી છે. પરંતુ હવે દુનિયાની નંબર વન કંપની Google એ આ ચીની એપ વિરૂદ્ધ જંગ શરૂ કરી દીધી છે. કંપની જલદી ટિકટોક વિરૂદ્ધ પોતાના શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ઉતારવાની તૈયારીમાં છે. 

Apr 5, 2020, 04:27 PM IST