નવી દિલ્હી: મોબાઈલ ફોન આજે આપણા જીવનનો એક અગત્યનો ભાગ બની ગયો છે. ફોનને ચાર્જિગની જરૂર હોય છે પરંતુ આખો દિવસ ફોન વાપરવામાં વ્યસ્ત રહેવાથી રાત્રિના સમયે ફોન ચાર્જમાં મુકિયે છે અને ફોન 100% ચાર્જ કરીએ છે જે નુકસાન કારક છે. આજે અમે તમને મોબાઈલમનાં ચાર્જિગ સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવીશું જે તમારા મોબાઈલમાં નુકસાન થતા બચાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો 100 ટકા મોબાઈલ ચાર્જ કેમ ના કરવો જોઈએ
મોબાઈલને 100% ચાર્જ કરવાથી મોબાઈલને બેટરીને નુકસાન થાય છે. મોબાઈલની બેટરી લીથિયમ આયનથી બનેલી હોય છે. લીથિયમની બેટરી એ સમયે ખૂબ કામ કરે છે જ્યારે તેનું ચાર્જિગ 30થી 50 ટકા હોય છે. જો તમે હંમેશા તેને 100% ચાર્જ કરશો તો તમારી બેટરી ખરાબ થઈ શકે છે.

Photos: રિવાબાના વાયરલ વિડીયોએ મચાવી ધમાલ, 'પતિ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી'


આખી રાત ચાર્જ ના કરો તમારો મોબાઈલ
રાત્રે મોબાઈલ ફોન ચાર્જીગમાં લગાવીને સુઈ જવાથી ફોન 100% ચાર્જ થઈ જાય છે આમ થવાથી ફોનની બેટરી ઝડપથી ખરાબ થઈ જાય છે. આખી રાત ફોન ચાર્જ થવાથી ખરાબ ગુણવત્તાવાળી બેટરી ફાટીવાની પણ પુરી શક્યતા રહેલી છે.

Dhaka: PM સાથે દેખાતી આ યુવતી કોણ છે? બાંગ્લાદેશથી લઈ WB સુધી છે તેના FANS

ફોન પલંગ પર રાખીને ચાર્જ ના કરો
મોબાઈલ ફોનને પલંગ પર મુકીને પણ ચાર્જ ના કરવો જોઈએ તેનું કારણ છે કે ચાર્જિગ દરમિયાન ફોન ગરમ થઈ જાય છે  જો તેને પલંગ પર મુકીને ચાર્જ કરવામાં આવે તો આનાથી આગ લાગવાની સંભાવના છે. ચાર્જરની પીન ખરાબ હોય અને એમાં થોડો સ્પાર્ક થાય તો આગ લાગવાની ઘટના બની શકે છે જેના કારણે પલંગ પર ફોન મુકીને ફોન ચાર્જ કરવો તો હિતાવહ નથી.

શાહી મહેલથી કમ નહી Ravindra Jadeja નો બંગલો, Facilities જોઇને થઇ જશો ચકિત


ફોનની બેટરીને 30%થી ઓછી ડિસ્ચાર્જના થવા દો
ફોનની બેટરી સંપૂર્ણ પણે પૂર્ણ થઈ જાય ત્યાર પછી ચાર્જિગ કરવું પણ સાચુ નથી. જ્યારે તમારા ફોનની બેટરી 30 ટકાથી નીચે હોય ત્યારે ફોન ચાર્જિગમાં મુકીદેવો જોઈએ.


ચાર્જિગ દરમિયાન ફોનનો ઉપયોગ ના કરો
દર વખતે લોકો મોબાઈલ ફોનને ચાર્જિગમાં મુકીને ફોન વાપરતા હોય છે પરંતુ આ ટેવ ખોટી છે. ખરેખર ચાર્જિગ દરમિયાન ફોનને વાપવો ના જોઈએ. જો તમે ફોનનો ઉપયોગ કરતા રહેશો તો મોબાઈ ચાર્જિગમાં સમય લેશે જે ફોનની બેટરી માટે  નુકસાનકારક હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube